Posted by: readsetu | નવેમ્બર 28, 2015

Samvad 28

28.

હે પ્રભુ, હું જે કરું, જે આપું તે પૂરા હૃદયથી આપી શકું એવું કર. મને જેટલું મળે તેના કરતાં વધુ હું આપું. જેમ જેમ હું સેવાભાવે, મુક્ત રીતે અને પ્રેમથી આપીશ તેમ તેમ મારું હૃદય ખુલતું જશે. આપવાનો આનંદ કેટલો બધો હોય છે ! આપતાં આપતાં મારામાં સાચો વિવેક અને શાલીનતા આવતાં જશે. જે આપીશ એ હજારગણું થઇને પાછું મળશે. જો મારો સ્વભાવ ખુશખુશાલ રહેવાનો હશે તો હું એ જ આપીશ અને દરેક જણને ખુશી જોઇએ છે. આનંદી વ્યક્તિની દોસ્તી કરવા બધા ઇચ્છે છે. બધા પાસે બીજાને આપવા જેવું કંઇક તો હોય જ છે. સ્થૂળ નહીં તો સૂક્ષ્મ. ચીજ-વસ્તુ નહીં તો ભાવ. મારી પાસે આપવા જેવું શું છે એ સમય લઇને શોધી કાઢું અને પછી નજર સામે તને રાખીને પૂરા હૃદયથી, આનંદથી વહેંચું.

‘સંવાદ : મૌનને દ્વાર’ (મારા પુસ્તકમાંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: