Posted by: readsetu | ડિસેમ્બર 24, 2015

Kavyasetu 216 Harjivan Dafda

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 ડિસેમ્બર 2015

કાવ્યસેતુ 216    લતા હિરાણી

બોજ ક્યાં છે લગાર દીકરીનો,

ફૂલ જેવો છે ભાર દીકરીનો.

કેટલા સદનસીબ કે ઘરમાં,

હર તરફ હોય પ્યાર દીકરીનો.

ભેદ રેખા ન રાખ ભીતરમાં,

સ્નેહથી કર સ્વીકાર દીકરીનો.

કષ્ટ પામે ન ક્યાંય કોમળતા,

એ રીતે કર ઉગાર દીકરીનો

આપીએ જો ઉજાસ અંદરથી,

ખીલશે હર ખુમાર દીકરીનો……….  હરજીવન દાફડા

તમામ નેગેટીવીટી સ્ત્રીઓના સ્વભાવમાં ચીતરતા ‘જોક્સ’ ડગલે ને પગલે અથડાય છે ને વાગે છે. પ્રશ્ન પણ થાય છે સ્ત્રીઓ આવું કેમ ચલાવી લે છે ! ‘અભિયાન’માં જ્યોતિ ઉનડકટે એકવાર આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને ત્યારે જરી રાહત પણ થઈ હતી. સ્ત્રીઓને બંને છેડાના અંતિમોનો સામનો કરવાનો આવે છે અને કદાચ એ પોતાની ભૂમિકા વિશે ઉપેક્ષા સેવતી થઈ જાય છે. સમય ક્યારેક બદલાયેલો લાગે છે તો ક્યારેક ત્યાંનો ત્યાં જ છે એમ લાગે છે. ક્યાંક સાચું ચિત્ર રજૂ થાય છે તો ક્યાંક આભાસ ! મારે નારીઅધ્યાય નથી છેડવો પણ એક ભૂમિકા બાંધવા માટે આટલી વાત.

એક લાલચોળ સમયગાળો ધરતી પર પથરાયો. એટલી ભ્રૂણહત્યાઓ થઈ કે પરિણામે દીકરાઓને પરણાવવા માટે છોકરીઓની અછત સર્જાઈ. ઈશ્વરે રચેલા તંત્રને ખોરવવાનો પ્રયાસ થયો, કદાચ હજુ ચાલુ જ છે. ઉવેખાતી સ્ત્રી પુત્રીજન્મને ન વધાવે ને સંતુષ્ટ સ્ત્રી પણ પુત્રને જ ઈચ્છે ત્યાં સમાજના રોગી માનસનું દર્શન થાય. કવિ શ્રી હરજીવન દાફડાની આ કવિતા સરળ, અસરકારક અને વિષયને પકડીને ચાલે છે. શહેરી અને શિક્ષિત વર્ગની માનસિકતા અલગ ઘડાઈ હોઈ શકે પણ સમાજના ઘણા વર્ગોમાં આ વાત ખૂબ પ્રસ્તુત છે.

દીકરાથી વંશ ચાલે એ ઇચ્છાનું વજન ઘટતું જાય છે કેમ કે વંશના થડના મૂળિયાં ખવાતા જાય છે. ‘કાલ’ની ચિંતા કરવાને બદલે ‘આજ’ને સંભાળવાની સમજ લોકોમાં ક્યાંક ક્યાંક આવતી જાય છે. ‘ઘડપણની લાકડી દીકરો’ એ હવે જૂની વાત બનતી જાય છે. સંયુક્ત કુટુંબના તૂટવાની સાથે અને વ્યક્તિસ્વાત્ન્ત્ર્યના વધવાની સાથે ઘરડા માબાપની મૂંઝવણો વધી ગઈ છે. અતિવ્યસ્ત પુત્રો તથા પોતાની કેરિયર અને પોતાના હકોનું જતન કરતી પૂત્રવધુઓથી શ્વાસ ગૂંગળાય ત્યારે દૂર રહેતી દીકરી મોટો હાશકારો પહોંચાડે છે. લગ્ન પહેલાં જ “મારી કમાણીમાંથી મારા માબાપને મદદ કરીશ” જેવી શરતો હવેની કન્યાઓ મૂકી શકે છે. જરૂર પડ્યે પોતાના માબાપને સાચવવા માટે સાથે રાખવા સહિતની બધી વ્યવસ્થા હવે સ્ત્રી માગી શકે છે. થોડા દસકાઓ પછી એવું બની શકે કે લોકો દીકરીને જ ઇચ્છતા થાય.

જો કે આપણે એ વાત ભૂલી ન જ શકીએ કે ધરતી પર બેય છેડા પથરાયેલા રહે છે. એને પૂરા સમાજે સમથળ કરવા પડે. ક્યાંક એ થશે, ક્યાંક એ નહીં થાય. તમામ પરિસ્થિતિમાં સમતોલન જળવાય, વિવેક સચવાય એ અગત્યનું છે. કદાચ આપણે એ દિશા તરફ છીએ ! આશાવાદ ઘણી હિંમત આપે છે. ચાલવાનું બળ આપે છે. દીકરીને વધાવવાની વાતો પણ એ દિશામાં જ છે. આવા સરળ નાનાં નાનાં કાવ્યો, વાર્તાઓ, નાટકો એ લોકો સુધી પહોંચે કે જેમને આ વાત સમજવાની જરૂર છે તો મજાનું… આપણે એમાં મદદ કરીએ !

દીકરી વિશેના આ મીઠડાં કાવ્યની પણ મજા લઈએ.

જ્યારે વિધાતાએ દીકરી સરજી

વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે

કસબી હાથે એણે કરી શી કમાલ

રુઉપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું

ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.

દેવીયું કનેથી માગી લીધો મલકાટ

અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર

ચપટીક રજ લીધી નખેતર તણી

ને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.

સાકરનો લઇ સવાદ એણે દીકરીમાં

તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક

સૂરજના ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં

જોઇ કારવી કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઇ જોઇ

વારે વારે હસું હસું થાય એનું મુખ,

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું

હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ…….

       

     

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: