Posted by: readsetu | માર્ચ 1, 2016

Kavysetu 226 Esha Dadavala

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 માર્ચ 2016

કાવ્યસેતુ 226   લતા હિરાણી

 વરસતી તોય તરસતી ઝરમર (મૂળ લેખ)

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને

કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના વરસાદે પલળું
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં

એકમેકને સમજાશું….!

સૂની પથારી, બેચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે આશાએ મેં તો

ઊંધું મૂક્યું છે પવાલું…!    એષા દાદાવાળા

આજે એષા દાદાવાલાનું એક ભીતરથી પલાળતું મસ્ત અછાંદસ કાવ્ય માણીએ. શરુઆતમાં જ કવયિત્રી કહે છે મારે તને એટલું જ કહેવાનું….. પહેલાંનો જમાનો હોત તો કાવ્યમાં એટલું જ કહેવાનું ને બદલે એટલું જ લખવાનું હોત !! ત્યારે પત્રો એ એકમાત્ર સંવાદનું માધ્યમ હતું. જ્યારે હવે ક્વીક કમ્યુનિકેશન – મોબાઇલ અને ઓનલાઇનના જમાનામાં મનની વાત, સંવાદ સીધાં કહેવાના હોય… જો કે આવી મજાની રોમાન્ટિક વાત સીધેસીધી કહેવી સહેલી નથી જ… કદીક પ્રયત્ન કરી જોજો ! એટલે જ પ્રેમિકાઓ માટે આવું સરસ મજાનું કાવ્ય લખાઇ ગયું હોય ! ચાલો આપણે પણ કાવ્યમાં ભાવમાં લથબથ ભીંજાઇએ..

આમ તો ખાસ વાત છે પણ નાયિકાએ કાનમાં નથી કહી.. પહેલું ચોમાસું છે ને તું ક્યાં છે ? બીજું કંઇ ન હોય તો ચાલે પણ તારા વિના કેમ ચાલે ? આ ઝરમર ફોરાં વરસે છે ને મને થાય છે જાણે તારી મદીલી આંગળીઓ મારા રોમેરોમ પર એનો જાદુ ચલાવે છે !! વાછટ પણ તારો સ્પર્શ લઇને જ મારી પાસે આવે છે !! બસ, હવે તો એમ જ થાય કે વરસાદ ભલે વરસે ધોધમાર પછી છત્રીની સ્હેજ પણ પરવા નથી.. અહીં કોરું રહેવું છે જ કોને ? ચાલ પલળીએ ને થઇએ બેય લથબથ !!

તું મારી પાસે હોત તો વાત જુદી હતી પણ તું અહીં છે જ નહીં એટલે આ ઠંડી ઠંડી હવામાં યે હૈયામાં તાપ ભર્યો છે, ઉકળાટ ભર્યો છે. જો કે તું આવીશ જ એવી આશા છે એટલે આંખે હજી વરસવાનું શરુ નથી કર્યું.. એ તારી પ્રતિક્ષામાં બારીએ ઝળુંબે છે.. મને એકલીને કેમ પલાળે આ પાણી, તું રાજા ને હું રાણી !!

ચાલ, આ ભીની ભીની મોસમનું રાઝ શોધતાં શોધતાં આપણે એકમેકના મનની ભીતર પ્રવેશીએ, એકમેકને સમજીએ… ઉડતાં તમરાં ને કાળું ભમ્મર આકાશ મને બીવડાવે છે. તારા વિનાની આ સૂની પથારી મને ભીતરથી ભીની કરી મૂકે છે ને બહારથી સાવ કોરીધાકોર …. લોકો કહે છે ને કે પવાલું ઊંધુ મૂકીએ એટલે જેની રાહ જોતા હોઇએ એ જલ્દી આવે !! જો ને હું યે એમ કરીને બેઠી છું, હવે તો તું આવીશ ને !!

યાદ આવે છે ને કવિ મુકેશ જોશીની આ પંક્તિઓ

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને, છોકરાના હૈયે લીલોતરી;

કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી  

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: