Posted by: readsetu | મે 3, 2016

Kavysetu 234 Ramanik Someshwar

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 મે 2016

કાવ્યસેતુ > 234   લતા હિરાણી (મૂળ લેખ)

ખારવણ હીબકાં ભરે છે

ને દરિયાની છાતી મૂંઝાય છે.

તૂટેલી હોડીને પૂછે છે ખારવણ

પોતાના દરિયાની વાત

ઝીલે છે હલ્લેસા છાતીમાં

વીખરાતી મેલીને પોતાની જાત

સબાક ! દરિયાને કંઈનું કંઇ થાય છે ……

દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે

ખંખોળી સાતે પાતાળ

આંખોમાં આંખો પરોવીને ખારવણ

દરિયાને પૂછે છે ભાળ

અરે અરે ! દરિયાઓ સૂકાતા જાય છે…. રમણીક સોમેશ્વર

 

‘દરિયો’ શબ્દ સાંભળતા મન ઘૂઘવવા લાગે. આંખ સામે એક અફાટ સાગર મોજાના ગર્જન પણ ગહન શાંતિ લઈને પણ આવે. દરિયાના ગીતો પણ મનમાં ગૂંજી શકે. નદી ને સાગરના મિલનની કલ્પના પણ આકાર લઈ શકે. સાગરનું આ સૌંદર્ય એક ભાવક માટે. જેણે પોતાના પતિને, બાપને કે પુત્રને દરિયામાં વિદાય આપીને કદી પાછો નથી પામ્યો એવી ખારવણને દરિયો કેવો લાગતો હશે ? 

કેટલાક સવાલોના કોઈ જવાબ નથી હોતા. એ નિરુત્તર રહેવા જ સર્જાયા હોય છે. આક્રંદમાં પૂછાયેલા પ્રશ્ન આકાશને અકળાવે, હવામાં સૂસવાટા જગાવે, દરિયાનો ઘુઘવાટ થઈ કિનારે માથા પછડાવે પણ આખરે શું ? ફીણ ફીણ થઈ વેરાઈ જવાનું ! કણ કણ થઈ રેતીમાં ભળી જવાનું ! મૃત્યુ આવો એક મહાપ્રશ્ન છે. જાત સાતે પાતાળ ખૂંદી વળવા જેટલી બેબાકળી બની જાય પણ અંતે બેય હાથ પાછા વાળી હૈયામાં સબાકા જીરવવા સિવાય કોઈ વિકલ્પ ન બચે.   

હીબકાં ભરતી સ્ત્રીનું તન મન દરિયાની જેમ વલોવાતું હોય. આ ગીતમાં ખારવણના હીબકાં ને ઊના ઊના આંસુઓ કાગળમાંથી નીકળી ભાવકની છાતી સોંસરવા ઊતરી જાય છે. એ કાનમાં પડઘાય છે. કેટલી અઘરી જિંદગી છે એમની ? રોજ દરિયા સાથે જ નાતો. ઊછળતા, ઘૂઘવતાં સાગરના મોજાઓ એને રોજ નોતરે. એનાથી જ એનું રળવાનું ને એનાથી જ એ રળિયાત ! દરિયો ખેડવા નીકળતા ખારવાને ખારવણ કેવી રીતે વિદાય આપતી હશે ! ખારવાને ખોઈ તૂટીને પાછી આવેલી હોડીના માત્ર નિશાન મળ્યા હોય એવા કેટલાય મોજાં એની આસપાસ પથરાયેલા લાંબા કિનારા પર ઉછળવાને બદલે ખડકોને ચોંટીને ખારાશમાં ફેરવાઇ ગયા હશે ! ને એવું તો એમની દુનિયામાં કેટલીય વાર બને ! પણ ખારવા ખમીરનું બીજું નામ છે. એટલે જ તો એ દરિયો ખેડવાનું બંધ કરતાં નથી.

ખારવણના હીબકાં ચારેકોર ઘુઘવાય છે ત્યારે દરિયાની હાલત બહુ મૂંઝવણભરી થાય છે. મોટા મોટા તોતિંગ જહાજો ને અબજો મહાકાય જીવોને સમાવતો દરિયો ખારવણના હીબકાં નથી ખમી શકતો. દરિયાને દેવ માની પૂજનારી આ સ્ત્રી, ‘મારા દરિયાને તેં ક્યાં ખોયો ?’ એવો સવાલ તો હોડીને કરે છે. કિનારે વિંઝાતી હવામાં એ પોતાની જાત વિખેરી દે છે ત્યારે સબાકા દરિયાની છાતીમાં ઉપડે છે. ખારવણના સવાલનો કોઈ જવાબ એની પાસે નથી.   

દરિયાની છાતીમાં થતાં મૂંઝારા અને સુકાતા દરિયા ખારવણની પીડાને તીવ્ર બનાવે છે. ‘સબાક’ શબ્દ પણ વેદનાને વધુ ઉપસાવે છે અને ગીતને વધુ ધારદાર બનાવે છે. 

સાગરકથાઓ લખનાર એકમાત્ર ગુણવંતરાય આચાર્ય યાદ આવે. દરિયા પર ઘણા ગીતો/ગઝલો લખાયા છે પણ અફાટ સાગરમાં પોતાના ખોયેલા ખારવાને યાદ કરતી ખારવણનું કાવ્ય આ સિવાય તમે બીજે ક્યાંય વાંચ્યું છે ?

 

Advertisements

Responses

 1. ખુબ સુંદર પ્રસ્તુતિ

  • Thank you Narenbhai…

   On Tue, May 3, 2016 at 2:34 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. Very nice Lataben.Wonderful rasaswad and yet highly creative.
  Geeta

  • thank U dear Geetaben.

   On Sat, Jul 2, 2016 at 3:59 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: