Posted by: readsetu | મે 31, 2016

Kavysetu – Emiliya Hawse

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 31 મે 2016

કાવ્યસેતુ  238 લતા હિરાણી

પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી પ્રસવની

અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ ! એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી) અનુ. અનિલ જોશી

પ્રખર પીડા અને પરમ સુખની ચરમ સીમાઓ બે સખીઓની જેમ હાથમાં હાથ ઝાલીને પ્રગટતી હોય એવી અદભૂત ઘટના એટલે પ્રસૂતિ. આ એવી અદભૂત ક્ષણો છે જ્યારે બંને સંવેદના પરાકાષ્ઠાએ હોય. આ ઘટનાને સમજવા માટે સ્ત્રીનું હૃદય જોઇએ. એટલે આવી કવિતા સ્ત્રી જ લખી શકે. એમીલિયા હાઉસ પૉલિશ કવયિત્રી છે અને કાવ્યસાહિત્યમાં એમનું વિશ્વકક્ષાનું યોગદાન છે.

ગુલામી એક એવી અવસ્થા છે જેમાં લાંબો સમય તો માનવી, ખાસ કરીને પ્રજા બેહોશીમાં હોય. એની પીડા જ્યારે અનુભવવાનું શરૂ થાય ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે. કવિ ઉદયન ઠક્કર લખે છે ને કે ચીસ પાડવાનીય એક વેળા હોય છે, ત્યાં સુધી ઘડિયાળના હોઠ બીડેલા હોય છે.                                                                             એ સમય પાકે અને ચીસ ફાટી નીકળે પછી એને ચૂપ કરી શકાતી નથી. ભૂરા આકાશની આહલાદકતા આંખોમાં બાઝેલા આંસુના ટીપામાંથી વરાળ થઈ ઊડે છે. એક પ્રજાચેતનામાંથી ઉઠેલી ધગધગતી આગને વેળાસર સંકોરવામાં ન આવે તો એ બધુ બાળીને ભસ્મ કરી નાખે છે. એક પ્રજા ગુલામીના બોજાને ફેંકી દેવા અને કોઈ પણ ભોગે સ્વતંત્રતા મેળવવા હવે જીવ પર આવી ગઈ છે ત્યારે આ કવિતામાં દર્શાવેલા રૂપકો, કલ્પનોથી વધારે સમવેદનપૂર્ણ અને બળવાન કોઇ અભિવ્યક્તિ હોય શકે ખરી ?

હવે રાહ આકરી બની છે, ધીરજ ખૂટી પડી છે. આઝાદી પ્રગટવી જ જોઈએ. કુદરતી ન સહી, બળજબરીથીય હવે આ પ્રસવ થવો જ જોઈએ. ભલે વધુ સહન કરવું પડે, સહન કર્યા સિવાય છૂટકો નથી. બીજો કોઈ ઉપાય નથી. જોર કરવાનું છે, તાકાત વાપરવાની છે, જંજીરો સામે માથું ઊચકવાનું છે સ્થાપિતો સામે વિદ્રોહની આગ લગાવવાની છે અને જે જોઈએ છે તે મેળવીને જંપવાનું છે.    

કોઈ ચોક્કસ પ્રદેશ પર અન્યની હકૂમત અને એમાંથી ત્યાનાં રહેવાસીઓ માટે આઝાદી, એ સંદર્ભ આ કાવ્યને સંપૂર્ણ અભિપ્રેત છે પણ 21મી સદીમાં સામાજિક અને વૈશ્વિક સંદર્ભે ગુલામી શબ્દની દિશાઓ બહુ વિસ્તરી છે અને માનવીના સંબંધે કેટલાય અર્થોમાં એ ફોકસ થઈ છે એમ કહી શકાય. ગુલામી હોય પણ મનમાં સ્વતંત્રતાનો આભાસ હોય એ પરિસ્થિતિ વધારે ખતરનાક છે. ગુલામી જાણ્યા પછી એમાંથી બહાર નીકળવાના, ભલે શરૂઆતમાં ધીમા અને આખરે નક્કર પ્રયાસ થાય જ્યારે જીવવાનો આભાસી અંદાજ અરીસાનેય ખોટો પાડે !

એક આખોય સમાજ લગભગ વિચારહીન અવસ્થામાં, આગળ ખાઈ છે કે ખીણ એની પરવા કર્યા વગર દોડયે જતો હોય કે માણસ પોતાની જડ બની ચૂકેલી ટેવો, બોદા વિચારો, વરવી માન્યતાઓ કે આંધળા રિવાજોનું પોટલું ઉપાડીને ચાલ્યે જતો હોય ને છતાંય પોતાની જાતને બહુ સમજદાર અને આધુનિક ગણાવતો હોય ત્યારે ત્યાં સાચી સમજણની પ્રસૂતિ થવી લગભગ અશક્ય ભાસે છે. સામાન્ય માણસ તો ઠીક, સત્તાના સિંહાસન પર સત્તાધીશ પણ નાદાનીના આસન જમાવી આરામથી બેઠા હોય ત્યાં ક્યાંક ક્યાંક વાગ્યા કરતી  એલાર્મપીપૂડીઓનો ખાસ અર્થ નથી રહેતો. માની લો કે આવી પીપૂડીઓ સુવાવડ કરાવે તોય બાળકને ઇન્ક્યુબેટરમાં રાખ્યેય એ બચવાનું નહી !    

Advertisements

Responses

  1. વાહ ખુબ સુંદર

    • thank you Narenbhai.

      On Tue, May 31, 2016 at 6:37 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: