Posted by: readsetu | જૂન 7, 2016

સમયનો એક ટુકડો

એકવાર

અચાનક

સમયનો એક કાળોધબ્બ ટુકડો

ઉઘડતા અજવાળાને ધક્કો દઇને

ઘુસી ગયો ઓરડામાં

રીતસર ત્રાટક્યો

હું પૂછું કે કોણ છે તું

એ પહેલાં તો એણે

આતંક મચાવી દીધો.

જો કે પછી

ધીમે ધીમે

બધુંય શાંત થતું ગયું…..

 ……. હવે સવાર પડે

ને સૂરજેય ઊગે

ફૂલો ખીલે

ને પંખીયે ગાય

પણ સમયના એ ટુકડાનો

પાશવી ઓછાયો                                                                                                

તર્યા જ કરે

મારા ઓરડામાં !…… લતા હિરાણી   (મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’માંથી)  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: