Posted by: readsetu | જુલાઇ 5, 2016

Ujas – 6

નવચેતન > ઉજાસ > જુલાઇ  2016

અંદર તો એવું અજવાળું અજવાળું, અંદર તો એવું અજવાળું અજવાળું,
ટળવળતી હોય આંખ જેને જોવાને, મીંચેલી આંખે ભાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું.

ઊંડે રે ઊંડે ઊતરતાં જઈએ, ને તોયે લાગે કે સાવ અમે તરીયે,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે, ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીયે,
પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર, નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું.

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે , ઓતપ્રોત એવા તો લાગીએ,
ફૂલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ, આપણને આપણે વાગીએ,
આવું જીવવાની એકાદ પળ જો મળે તો, એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું….. માધવ રામાનુજ

 હમણાં જ જેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય ગૌરવ’ એવોર્ડ અર્પણ થયો એના જેમનાથી ખરેખર એવોર્ડ રળિયાત થાય એવા ઋજુ, અતિ સંવેદનશીલ કવિ માધવ રામાનુજને આ પાના પર પોંખવાનો આ અવસર છે.

અજવાળાનો મહિમા સર્વવ્યાપી છે. અજવાળાનો ધર્મ છે, અંધકારને રહેવા દેતું નથી. ખુલ્લી આંખે ભળાય ને બંધ આંખેય ભળાય. એકથી સ્થૂળના દર્શન ને બીજાથી સૂક્ષ્મમાં પ્રવેશ. બંધ આંખે ભળાતું અજવાળું જાતને જગદીશ સાથે જોડી આપે. પળનો પલકારોય કેમ હોય ! ક્ષણભરનો ઉજાસ પછી સમયના સીમાડા તોડીને અંદર રેલાયા કરેરેલાયા કરે.. એના રેલાતા ને ફેલાતા પ્રવાહો શ્વાસને ઝળહળતા કરી મૂકે. અનુભૂતિ વિરલ છે. ભાગ્યે જ સાંપડે. યોગી શ્રી તાવરીયાજી કહે છે કે પરમને પામવાની મનની અંદર 15000  ડિગ્રીની ધખના હોય તો આવે આવે ને હાથ ઝાલે !

અજવાળું પામવાની ઝંખના છે અને એની કવિતાય કંઇ એમ લખાતી નથી. ક્યારેક ભલેને થોડી ક્ષણો માટે પણ, અંદર ઝબકારા અનુભવ્યા હોય, ઝબકારા સુધી જરીક જવાયું હોય કે એ તરફ દૃષ્ટિ હોય ત્યારે આ શબ્દો ઊગે. ક્ષણો સઘળું એકાકાર કરી દેનારી હોય. મરજીવાના હાથમાં મોતી આવે એમ ક્ષણો સાંપડે છે. ડૂબાડીને તરાવે છે. શૂન્ય બનાવીને સર્વમાં રેલાવે છે. દૈહિક અસ્તિત્વને, દેહભાનને સંપૂર્ણ ઓગાળીને ત્યાં અનહદનો નાદ સ્થાપે છે પછી ત્યાં રહે કોઈ ભેદ, રહે કોઈ વાડા ! રહે દ્વાર કે રહે તાળાં ! તમામ સરહદો પરમ ચેતનાના પ્રકાશમાં પરોવાઈને પૂર્ણતાને સમર્પિત થઈ જાય ..

આ અજવાળામાં આકાશે પ્રકાશતા સૂર્યથી માંડીને દરિયાના તળિયે છુપાયેલા છીપ સુધીનું સઘળું એકાકાર ભાસે છે. દેહભાન પણ ત્યારે નડતું હોય એવું લાગે છે. જાતમાંથી નીકળી જવું છે ને એ દિવ્ય ચેતના સાથે જોડાઈ જવું છે પણ કવિ જાગૃત છે. અહી વાસ્તવિકતા સાથેનું અનુસંધાન છે એટલે કહે છે આવી ક્ષણો પામવાની એમની અભિપ્સા છે. જિંદગીમાં આવી એકાદ ક્ષણ પણ જો જડી જાય તો એને ક્યારેય પાછી ન વાળું ! અહીંયા કવિની સરળતા છે, પારદર્શિતા છે કેમ કે કલ્પના તો પામ્યાની રમણામાં ભમી શકે. પણ ના, જે જોઈએ છે એનું સપનું અને એ જડવાનું બાકી છે એની પૂરેપૂરી સ્પષ્ટતા છે. તો શું ? કવિને આટલું જ કહ્યું છે પણ મરમી ભાવક સમજી શકે કે અજવાળાના એંધાણ પામી ગયેલો આ જીવ છે. ઉઘાડની દિશા સામે દેખાઈ ગઈ છે. કદમ પણ મંડાઇ ગયા છે. આ વાત જ  અનોખી છે કેમ કે લખવા માટે વિષયોના દરિયા છે. આવી ઝંખના મનમાં જાગવી ને એને કલમથી કાગળ પર લયના હિલ્લોળે ઝરણાંની જેમ વહેતી કરવી એ પણ એક સુંદર અને અભિભુત કરી દેનારી ઘટના છે. ગીતમાં વહેતા શબ્દો અજવાળાને ઉઘાડતા જાય છે. ઉજાસ તરફ દોરી જાય છે. ‘અંદર તો એવું અજવાળું અજવાળું….’ શબ્દોના પુનરાવર્તનથી મનમાં ઉઘાડ પ્રસરી જાય છે.

આ કવિતા વાંચતા મનમાં અજવાળું રેલાય, સૂર ઊઘડે ને શબ્દોમાંથી ગાન પ્રગટે. કાવ્યની રચના જ નહીં, એની પાછળ કશુંક  પામવાની.

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: