Posted by: readsetu | જુલાઇ 12, 2016

Kavyasetu 243 Ramesh Aachary

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 July 2016

કાવ્યસેતુ 243  લતા હિરાણી

નદીમાં પૂર આવ્યું છે

 નદીમાં પૂર આવ્યું છે,

બધા લોકો પૂર જોવા ઉમટ્યાં છે.

કોઇકે કહ્યું કે

ષોડશી સુંદરીના છણકા જેવું

નદીમાં પૂર આવ્યું છે.

કોઇકે કહ્યું કે ના,

ધાવણા બાળકને સવારે ઘેર મૂકી

ખેતરે ગયેલી મા આરતી ટાણે પાછી ફરે

ત્યારે તેને ચડેલા ધાવણ જેવું

નદીમાં પૂર આવ્યું છે.

કોઈકને લાગ્યું કે

પહેલ વેતરી ભગરી ભેંસ

ભાદરવામાં આખો દિ ચરીને આવી હોય

અને તેને દોહતી વખતે

બોઘરણામાં દૂધ પર ફીણ વળે તેવું

નદીમાં પૂર આવ્યું છે.

કોઇકે નકારમાં ડોકું હલાવ્યું.

કોઈકને લાગ્યું કે

પારકા દણળા દળી મોટો કરેલો અને ભણાવેલો દીકરો

તેની પહેલી કમાઈ

તેની વિધવા માના હાથમાં મૂકી દે

તે સમયે

માની આંખમાં આવેલા આંસુ જેવું

નદીમાં પૂર આવ્યું છે…. રમેશ આચાર્ય

 

કવિએ શબ્દોથી નદીનું એટલે કે નદીમાં આવેલા પૂરનું ચિત્ર દોર્યું છે.. પણ વાંચતાં લાગે કે મૂળ વાત નદીના પૂરની ક્યાં છે ? અહી તો વાત છે નદી સાથે કવિના પોતાના અનુબંધની. કવિ નદીને નહી, પોતાની આસપાસ ફેલાયેલા અને જ્યાં તેના મૂળિયાં જડાયેલા છે એ પરિવેશને વાગોળે છે. એ પરિવેશમાં તરે છે ને ડૂબે છે. પૂર ગામની નદી સાથે જોડાયેલી કવિની ભાવનાઓનું છે. ‘તને સાંભરે રે… મને કેમ વિસરે રે’ જેવી પંક્તિઓ પણ યાદ આવી જાય ભલે અહી સંવાદ નથી તોય ..

 કેવું હોય નદીમાં આવેલું પૂર ? જે જે કલ્પનો આલેખાયા છે એમાં લાગે છે કે કવિએ હૃદય ઉલેચીને ઠાલવી દીધું છે. જે નદીના કાંઠે માટીમાં રગદોળાયા હોય, જ્યાં ગોળ ગોળ પથ્થરો વીણવાની મજા લીધી હોય, જરાક તરસ લાગતાં કાંઠે જઇ ખોબા ભરીને ગળું ન નહીં, ખમીસ પણ ભીંજવ્યું હોય, તરતાં ના આવડ્યું ત્યાં સુધી છબછબિયાં  કરવાની મજા લીધી હોય, દોસ્તારો સાથે કેટલીય શરતો મારી હોય ! જી હા, આ નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી ધસમસતા દિલોદિમાગ પર છવાઈ ગયા છે.

 પૂર ખુશી લાવે એવું છે. ગામની નદી છે, માતા છે. મૈયા હરખ બતાવે છે, રૂઠી નથી એટલે રૌદ્ર સ્વરૂપ નથી. દરેકની નજર જુદી છે, સૌ પૂરને પોતપોતાની રીતે વધાવે છે અને પૂર માટે કેટલી ઉપમાઓ બેય કાંઠે છલકાય છે ! નદીનું પૂર એ સુંદરીનો છણકો છે ! બાળકથી કલાકોના કલાકો છેટી રહેલી માની છાતીમાં ચડેલા ધાવણ જેવું છે ! મજાનું લહેરાતું ઘાસ ચરીને આવેલી ભેંસ દિલ દઈને દૂધ દે એવું ! પણ ના, આ બધી ઉપમાઓ સારી તોય અધૂરી છે. વિધવા માએ મજૂરી કરી કરીને દીકરાને ભણાવ્યો હોય અને એ એક દિવસ આવીને પહેલો પગાર માના હાથમાં મૂકે અને માના દિલમાં જે હરખના આંસુના દરિયા છલકાય, પૂર એવું છે !

વતનપ્રેમ અને માતૃપ્રેમ આ બે એવા તત્વો છે કે જે, ખાસ કરીને એનાથી દૂર જવાનું થાય ત્યારે માનવીને બહુ તડપાવે. કવિએ ગામડાને મહેકાવ્યું છે. સંબંધોની સુગંધ પ્રસરાવી છે પણ આ ઉપમાઓ પ્રયોજવામાં કવિને માતૃપ્રેમની ઊંચાઈઓ આલેખવી છે. પોતાના ગામની નદી એ માનું બીજું સ્વરૂપ છે. આ શબ્દો દ્વારા તેઓ પોતાની માતાને અને વ્હાલી નદીને ભાવપૂર્વક ભેટ્યા છે અને એ વ્હાલને આપણાં સુધી પહોંચાડયું છે.

 

   

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: