Posted by: readsetu | ઓગસ્ટ 8, 2016

Kavyasetu 246 Ashwin Chandarana

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 2 ઓગસ્ટ 2016

કાવ્યસેતુ 246   લતા હિરાણી  (Original Article)

કાલના સોનેરી સ્વપ્નો છૂટથી વહેંચાય છે,
રેંટિયા કંતાઈ ચૂક્યા, જાત હજુ કંતાય છે.

ચીર પૂરાતા નથી પણ લક્ષ્ય હજુ વીંધાય છે,
કૌરવો ને પાંડવોના સંબંધો સચવાય છે.

વીંટીઓને ઓળખીને સેતુઓ બંધાય છે,
રામ સાથે રાવણોનાં તંત્ર સંબંધાય છે.

ધોતિયાં બંધાય છે, ને ટોપીઓ પહેરાય છે,
લોકતંત્રી માંડવામાં લાપસી રંધાય છે.

તંત્ર જેને કારણે છે, અહીં અટવાય છે!
બાગ જો વાવ્યો હતો, તો શ્વાસ કાં રૂંધાય છે ?

સંબંધોનાં વાદળો ગોરંભતાં મોસમ વગર,
માવઠે ફાટ્યાં ગગન, એમ ક્યાં સંધાય છે ? …… અશ્વિન ચંદારાણા

શું થાય છે આજના સમયમાં ? ઘણું ઘણું થાય છે. સાચું કે ખોટું, સારું કે નરસું વિચારવાની બાબત છે. જાતે સમજવાની બાબત છે. સારામાં પણ ખરાબ જોનારા લોકો ઢગલાબંધ મળી આવે છે અને અને ખરાબમાં પણ સારું શોધી શકનારા લોકોનીય અછત નથી. અલબત્ત સારું જોવું, સારું શોધવું અને સારું ગણાવવું વળી જુદી જુદી બાબત છેવાત અહીં સમાજની વર્તમાન પરિસ્થિતિની છે અને હકીકત છે કે સમાજનો મોટો વર્ગ સુન્ન અવસ્થામાં જીવે છે. દોરવ્યો દોરવાઈ જાય છે કે ભરમાવ્યો ભરમાઈ જાય છે. એની સ્વતંત્ર વિચારશક્તિ કાં તો નથી અથવા કુંઠિત થઈ ગઈ છે. એનું પરિણામ જે આવે આવતું રહે છે. બહ નાનો અને સમજદાર વર્ગ કહેશેદિશાયેં ધૂંધલી હૈ…..

સપનાંઓ જોવા એ ખુશકિસ્મતી કહી શકાય. ભલે કલામ સાહેબ કહી ગયા કે સપનું એ છે કે જે ખુલ્લી આંખે જોવાય છે. એ આદર્શ થયો બાકી સામાન્ય માનવી સપનામાં સુખ મેળવી લે એ ય મોટી વાત છે પણ સપનાઓ વહેંચવાની બાબત જોખમી બની શકે છે. એનાથી ચેતવું પડે !  

કવિતામાં કહેવાયેલી વાત ભલે વર્તમાન સંદર્ભમાં કહેવાઈ હોય, કવિ આપણને પૌરાણીક સંદર્ભ તરફ પણ દોરી જાય છે. ભલે રામરાજ્ય હતું પણ મંથરાઓનો અભાવ નહોતો. યુધિષ્ઠિરના યુગમાંય ભરીસભામાં ચીરહરણો થઈ શકતા અને દ્રૌપદીઓ દાવ પર મુકાતી. કૌરવ અને પાંડવોના યુદ્ધમાં કોણ કોના પક્ષે છે એ ત્યારેય મુશ્કેલ હતું, આજે જરા વધ્યું છે. ભેળસેળીયા જમાનામાં રામત્વ અને રાવણત્વની પણ પહેચાન મુશ્કેલ બનતી જાય છે કેમ કે રાવણના દસ માથા દૃશ્યમાન નથી. પોશાક પરથી કોઇને સજ્જન કે દુર્જન માનવું તદ્દન દોહ્યલું છે. ગાંધીજીની પોતડીથી જવાહરલાલના જાકીટ સુધી, એક સ્થાપિત સંજ્ઞાને ફાયદામાં પરિવર્તિત કરવાની કળા બધા શીખી ગયા છે.

આ લોકશાહી છે અને જેને કારણે આ પવન ફૂંકાઈ રહ્યો છે એ પોતે જ શ્વાસ લેવા તડપે છે. એના શ્વાસ રૂંધાય છે અને એ કોઇની નજરમાં નથી આવતું. ક્યાંક લાપસીના આંધણ ને ક્યાંક સૂકા રોટલાના ટુકડા માટેય ધાંધલ. પણ આ બધું જોયા કરવાનું છે, પૂરી લાચારી સાથે. સમસ્યાઓના ઉકળતા લાવા સામે માથે હાથ દઈને બેસવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેને આભના ઓઢણ અને પૃથ્વીના પાથરણ છે એ કશું જ વિચારવા શક્તિમાન નથી. ક્યાંક તણખા જાગે છે અને આવી એકાદ રચના રચાઇ જાય છે

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: