Posted by: readsetu | ઓગસ્ટ 30, 2016

Kavyasetu 249 Jayshree Marchent

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 30 ઓગસ્ટ 2016

કાવ્યસેતુ 249  લતા હિરાણી (Original Article)

 કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખોને પછી,

અટકળને અંધ પાંખો ફૂટેને પછી

નેઅટકળ ઊડીઊડીને એવી તે ઊડીને પછી

અટકળ બની ગઈ અફવાને પછી,

અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણને પછી,

ચરણોની હરણફાળઅંધ પાંખોનો ફરફરાટને પછી,

ઊડી ઊડીને અફવા થાકેને પછી,

ચરણ સંકોરેઅંધ આંખો ખેરવેને પછી,

કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોનેને પછી,

કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે હું અટકળ નથીઅફવા નથી,” ને પછી,

છાતી ઠોકીને કહેહિંમતભેર કે, “હું  સત્ય છું!”, ને પછી,

કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પરને પછી,

ત્યારથી કોશેટામાં સત્યઅટકળ અને અફવાની ગુલામી કરે છે….! જયશ્રી વિનુ મરચંટ

નામ ખાસ જાણીતું ન હોય ને અચાનક શબ્દો પર નજર પડે, નજર આગળ વધવા લલચાય ને એક સુંદર ‘જરા હટકે’ કાવ્ય મળી આવે એવું ક્યારેક ક્યારેક બને, આજે ફરી બન્યું ! ‘ને પછી’ જેવો મજાનો લય અને રવ લઈને આવતું આ કાવ્ય એનો નમૂનો.

પહેલા અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મહોરું પહેરાવીને જ જંપે ! જી હા, આ એક કડવું પણ સત્ય છે. જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય યાને કે અસત્યનું સત્ય ! અફવાને મારીમચડીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે એ તો આપણાં સૌનો રોજેરોજનો અનુભવ છે. એટલે  વાત બહુ ગંભીર છે, મુદ્દો ગહન છે પણ રજૂઆત માટે કોશેટાનું કલ્પન ખૂબ મુલાયમ અને છતાંય ડંકાની ચોટ જેવુ સશક્ત અને સબળ છે.

ભ્રમણાનો કોશેટો ને એમાંથી પેદા થતી અટકળની બંધ આંખો ! એક એક શબ્દ વિચારીને મુકાયેલો છે. આંખો છે પણ બંધ છે. એ કશું જોવા એટલે કે સચ્ચાઈ જાણવા સમજવા કે વાસ્તવિકતાને ઓળખવાનો ધરાર ઇનકાર કરે છે. જુઓ એ પછી આની ‘અંધ’ અને ‘બંધ’નો માત્ર પ્રાસ જ નથી મળતો… એ અત્યંત અર્થસભર વાત બની રહે છે. આંખો બંધ છે ને પાંખો ફૂટે પછી એ ય અંધ છે ! નહીંતર તો યોગ્ય અયોગ્યની ઓળખાણ ઇચ્છા ન હોય તોય થાય. એ નથી જ કરવું એટલે પાંખોને અંધ બનાવી દીધી. એ ફફડે, ઊડે પણ ગમે ત્યાં ઊડે, આડેધડ ઊડે. ન હોય એની દિશા કે દશા, માત્ર અવદશા જ હોય ! એટલે આ અટકળની પાંખો એને જલ્દીથી અફવામાં પરિવર્તિત કરી શકે.

અફવાની સત્ય (અસત્ય) બનવાની દોડમાં કવિએ એક પછી એક પગલાં સમજીને ભર્યા છે. ઓક્ટોપસને આઠ હાથ હોય છે ને મીનીપેડને સહસ્ત્ર પગ હોય છે પણ અફવાને તો સહસ્ત્ર હાથ અને સહસ્ત્ર પગ છે. દરેક હાથ પાસે જુદું હથિયાર અને દરેક પગ પાસે જુદો રસ્તો ફૂટી નીકળે છે જે તેને સત્ય (?) બનવા તરફ લઈ જાય. અહી માત્ર દોડ જ નથી થતી, એલાન થાય છે, ડંકા નિશાન સાથે સવારી નીકળે છે જેથી લોકોને ભરમાવી શકાય. આમેય ટોળાને દિમાગ નથી હોતું અને એકલદોકલની કોઈ સાંભળતું નથી. એ કહેવા જાય તો એણે કાં તો ઇસુની જેમ વધસ્તંભે ચડવું પડે અથવા સોક્રેટીસની જેમ ઝેર પીવું પડે… સત્યને ખીલા ઠોકાય ને જૂઠાણાને હારતોરા પહેરાવાય એ આપણા સમાજનું વરવું પ્રતિબિંબ છે. એવું ન હોત તો આજે કરોડોની પ્રજા મુઠ્ઠીભર લોકોના આવા કોશેટાસત્યોની નીચે કચડાતી ન હોત ! 

‘ને પછી’ કેવું સાતત્ય ખડું કરે છે.. એક પ્રોસેસને ગતિ આપે છે અને એક રીતે કવિતામાં પ્રાણ પૂરે છે. પૂરી સામાજિક નિસ્બત ધરાવતી બાબતને કલામયતાથી રજૂ કરનાર આ કવિ પાસેથી ઘણા સારા કાવ્યોની અપેક્ષા રહે છે. 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: