Posted by: readsetu | સપ્ટેમ્બર 20, 2016

Kavyasetu 252 Jigar Joshi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  > 20 સપ્ટેમ્બર 2016

 કાવ્યસેતુ 252   લતા હિરાણી (મૂળ લેખ)

 પૂર્યા મારામાં પ્રાણ  

 પગ મૂકીને તમે પગથિયે પૂર્યા મારામાં પ્રાણ
અજવાળું મારી અંદર છે : દીવાને થઇ જાણ

સેંથો પૂરૂ રોજ રોજ એમ રોજ સાથિયો કરતી
મન રે અભાગણ એવો દરિયો ; તોય આવે ભરતી
શરીરમાં હો શ્વાસ પરંતુ અનુભવું નિષ્પ્રાણ
પગ મૂકીને તમે પગથિયે પૂર્યા મારામાં પ્રાણ
અજવાળું મારી અંદર છે : દીવાને થઇ જાણ

 

કંગન પહેરું તોય હાથમાં ખાલીપો ખાલીપો
જોઉં અરીસે તો મારામાં પડી જાય છે સોપો
જીવું છું નું એક્કે રીતે મળે નહીં પરમાણ
પગ મૂકીને તમે પગથિયે પૂર્યા મારામાં પ્રાણ
અજવાળું મારી અંદર છે : દીવાને થઇ જાણ

 

અણગમતી કંઇ લીલોતરીથી ઢંકાયું ખંડેર
કંઠને ના ખબર પડે રીતે પીધું ઝેર
તમે તા તો થતું : જીવનમાં નથી કશું ઊંડાણ
પગ મૂકીને તમે પગથિયે પૂર્યા મારામાં પ્રાણ
અજવાળું મારી અંદર છે : દીવાને થઇ જાણ………… જિગર જોષીપ્રેમ

ખૂબ મીઠ્ઠું ગીત છે નહીં ! પોતે જેને પ્રેમ કરે છે એના વગર શૂન્યતા અનુભવવી, આ સ્ત્રીની મર્યાદા છે અને આ શક્તિ પણ છે જે ભલભલા બળિયા પુરુષને ય નમાવી દે છે ! સ્ત્રીનો સમર્પણ ભાવ, પોતાના મનમાન્યા પુરુષ વગર અધુરપનો ભાવ, સંપૂર્ણ સાથની ઝંખના સ્ત્રી-પુરુષના સાહચર્યમાં કેવું મધુરું સંગીત જન્માવે છે ! સ્ત્રી સશક્તિકરણ કે સ્ત્રી સમાનતાની વાતો અમુક અંશે એટલે કે શિક્ષણ, સ્વતંત્રતા જેવી બાબતોમાં ચોક્કસ સારી લાગે પરંતુ સ્ત્રી-પુરુષને કુદરતે એકબીજાના પૂરક રૂપે બનાવ્યા છે. બંનેને અલગ કાર્યક્ષેત્રો સોંપ્યા છે અને એ રીતે પ્રકૃતિએ સંસારરથને બેલેન્સ રાખ્યું છે. સમોવડા થવાનો પ્રયાસ કોઈપણ તરફથી મારા મતે ખોટો જ છે. હા, અન્યાય થતો હોય કે શોષણ થતું હોય એ સ્વાભાવિક રીતે જ ખોટું છે કેમ કે ત્યાં તરત સમતોલપણું જોખમાય છે એટલે એનો વિરોધ થવો જ જોઈએ. એ સિવાય બંને પોતાને ફાળવાયેલી પ્રકૃતિગત ફરજોમાં દિલથી લાગે એ સારું.

સ્ત્રીની પુરુષના સાથની ઝંખનાને કવિએ સુંદર રીતે રજૂ કરી છે. અજવાળું પોતાની અંદર છે જ, શક્તિથી એ ભરપૂર છે પણ અજવાળું પુરુષના સાથ વગર પ્રગટતું નથી. અહીં પ્રેમનું પ્રાધાન્ય છે, બળનું કે શક્તિનું નહીં. કોઈના આગમનથી જ અંદર પ્રાણ ફૂંકાય છે. દ્વાર પર કોઈને સત્કારવા સાથિયો થાય છે, હાથમાં હૃદયના રણકાર સાંભળવા કંગન પહેરાય છે પણ તોય અરીસામાં તેજ પ્રતિબિંબાતું નથી. શ્વાસ ચાલે છે પણ જીવન ક્યાં ? ચારેકોર ખાલીપો ખખડે છે. એકલતા ભીંસે છે. લીલોતરી મનને સૂકુભઠ્ઠ કરી જાય છે ને આનો ઉપાય એક જ છે, પ્રિયપાત્રનું આગમન અને એની સાથેનું મિલન.

એક બીજી વાત પણ. પગ મૂકીને તમે પગથિયે પૂર્યા મારામાં પ્રાણ આ પંક્તિમાં મારામાં ને બદલે મુજમાં શબ્દ લયને વધુ સાચવે એવી મારી જીગરભાઈ પાસે રજૂઆત હતી અને એમની વાત પણ સાચી હતી કે મુજમાં શબ્દ હવે આઉટડેટેડ થઈ ગયો છે એટલે માત્ર લય જાળવવા એ શબ્દ વાપરવો એમને ઠીક લાગતો નથી.. ગીતના ભાવકોને અમારા બંનેની વાત ગમશે.   

 

     

 

Advertisements

Responses

  1. અમેતો આવા ગીતો અમારા ગુરુપ્રેમમાં ડુબીને ગાઈએ.

  2. Thank you Sharadbhai. Yes prem is prem.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: