Posted by: readsetu | ઓક્ટોબર 4, 2016

kavyasetu 254 Mukesh Joshi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 ઓક્ટોબર 2016

કાવ્યસેતુ 254   લતા હિરાણી

બોલ સાજના

બાપુના અક્ષરની લ્હેરો,

બોલ સાજના જાઉં પિયરિયે ?

કાગળમાં છે માનો ચહેરો,

બોલ સાજના જાઉં પિયરિયે ?

મંદિરમાં મંજીરા રણકે એમ રણકવા જાઉં ?

પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું ?

આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,

એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,

થાક ઉતરે એવો ફેરો,

બોલ સાજના જાઉં પિયરિયે ?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને

બાપુજીના ચશ્માને સંતાડું છાને છાને.

સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું,

એકલતાના દરિયામાં જઇ બાન્ધુ નાનો ટાપુ

સુખનો રંગ બનાવું ઘેરો,

બોલ સાજના જાઉં પિયરિયે ? …….. મુકેશ જોશી

 

પિયરથી બાપુનો કાગળ આવે છે. અક્ષરોમાં પિતાનું વ્હાલ વેરાયું છે ને આખા કાગળમાં ચિતરાયો છે માનો ચહેરો. કાગળમાં દીકરીને પિયર આવવાનું નોતરું તો હોય બાકી છે સાજનની રજા લેવાની. બસ હા પાડે એટલી વાર છે. કેટકેટલી યાદો મનમાં સંઘરાયેલી છે ! જઈને મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવું છે. પોતાનો ટહૂકો માતાપિતાને એવો મીઠો લાગશે એની ખાતરી છે. ખાતરી ક્યાં, માતાપિતા તો દીકરીના ટહૂકાની રાહ જોઈને બેઠા હશે. નાની બહેન કે આસપાસની સખીઓ પાંચીકા લઈને બેઠી હશે. પાંચીકા રમવાની મજા સાજનને ક્યાંથી સમજાય ? બાપુજીનો કાગળ વાંચતાં હારજીતની મજાના મધુરા સંસ્મરણો મનમાં દરિયાની જેમ ઉછળવા લાગ્યા છે

આંબાડાલે એક અધૂરું ગીત અને સખીની અડધી તાલી બાકી છે. આટલું થાય તો જાણે આટલા વિયોગનો થાક ઉતરી જાય. કેટકેટલી વાતો હૈયામાં સંઘરી છે ! માતા પાસે એ મનભરીને ઠાલવવી છે. બાપુજી સાથે ફરી મસ્તી કરવી છે, તોફાન કરવા છે. એમ કરીને પોતાનું જ નહીં, બાપુજીનું ખોવાયેલું સુખ પણ પાછું આપવું છે. અને આ બધુ તો જ થાય જો સાજન પિયર જવાની મંજૂરી આપે !

મહિયર સ્ત્રીના જીવનનો અખૂટ રસનો સ્રોત છે. આજના સમયમાં એની મહત્તા ઘટી હોય એવું ભલે લાગે કેમ કે હવે શહેરોમાં સ્ત્રીને પરણીને એવા દુખો વેઠવા નથી પડતાં પરંતુ ગામડામાં અને શહેરોમાં પણ ઘણી સંખ્યામાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં સ્ત્રીને ડગલે ને પગલે પોતાનું પિયર યાદ આવે. સાજન ગમેતેવો મીઠો હોય પણ પૂરું વાતાવરણ એને માટે એટલું અનુકૂળ હોય ! માની લો કે બધુ હોય તો પણ જ્યાં પોતાનું બાળપણ વીતાવ્યું એના સંસ્મરણો કેમ ભૂલાય ? માતા-પિતાની માયા ક્યાંથી વિસરાય ?

વોટ્સએપ પર ઉભરાતા સ્ત્રીવિરોધી જોક્સ વાંચતાં વાંચતાં અકળાઈ જવાય છે. આ બનાવનારા પુરુષો જ હોય એ સ્વાભાવિક છે પણ ખુદ સ્ત્રીઓ જ આવા જોક્સ ફોરવર્ડ કર્યા રાખતી હોય ત્યારે અકળામણ ઓર વધી જાય છે એવા સંજોગોમાં આવું સીધું સાદું, એક જુગજૂના જાણીતા ભાવને વર્ણવતું ગીત હાથમાં આવે ત્યારે વ્હાલું લાગે જ…

  

 

 

 

Advertisements

Responses

  1. “વોટ્સએપ પર ઉભરાતા સ્ત્રીવિરોધી જોક્સ વાંચતાં વાંચતાં અકળાઈ જવાય છે…….. પણ ખુદ સ્ત્રીઓ જ આવા જોક્સ ફોરવર્ડ કર્યા રાખતી હોય ત્યારે અકળામણ ઓર વધી જાય છે”
    બહેન,એકદમ સાચી વાત કહી.

    • Thank you Vimalji

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: