Posted by: readsetu | ઓક્ટોબર 19, 2016

Kavyasetu 256 Ninad Adhyaru

દિવ્ય ભાસ્કર > 18 ઓક્ટોબર 2016

 કાવ્યસેતુ 256   લતા હિરાણી

 દીકરી નાની હતી ત્યારે (Original article)

 દીકરી નાની હતી ત્યારે

રમતાં-રમતાં થાકી જાય

ત્યારે મને પૂછતી :

પપ્પા ! હવે હું શું કરું ?”

હું કહેતો :

લે ! મારા માથામાંથી સફેદ વાળ

ગોતીને ખેંચી દે ! !”

એજ સિલસિલો ચાલુ રહ્યો . . .

પણ . . .

પછી તો દીકરી પરણી ગઈ . . . !

હવે ? ?

હવે હું મારા માથામાં

હેર કલર કરી લઉં છું . . . પણ . .

પણ એમાં થોડાં સફેદ વાળ

રંગ્યાં વગરનાં રાખી મૂકું છું

મારી દીકરી માટે . . .      નિનાદ અધ્યારુ

 

બાપ અને દીકરીના હેતાળ સંબંધો વિષે એટલું હજુ લખાયુ નથી. જે કંઇ લખાયું છે એમાં કવિ નિનાદ અધ્યારુની અછાંદસ કવિતા એક સરસ ઉમેરો કરી જાય છે. દીકરી કેટકેટલા સ્વરૂપે બાપના હૈયે વસેલી હોય છે. સામાન્ય રીતે પુરુષને પોતાની લાગણી વ્યક્ત કરવાનું ફાવતું નથી એટલે કથા ઓછું ખેડાયેલી રહી છે. સામાન્ય રીતે બાપનો શુષ્ક સ્વભાવ અને મૌન વધારે નજરે ચડ્યું છે.

હું રસોઈ શીખતી હતી ત્યારે બેટા મારા માટે રોટલો તું ઘડજે કહીને મને જલ્દી શીખવી દેનાર અને લગ્ન લેવાયા પછીનું એમનું એક પોસ્ટકાર્ડને એમાના શબ્દો, આખો દિવસ લગ્નના કામોમાં વ્યસ્ત રહું છું ને તને પત્ર નથી લખી શક્યો પણ બેટા હું શું કરું તો તું સુખી થાય સતત ધ્યાનમાં રહે છે !’, બસ, પપ્પાની બે યાદો મારા હૈયે કોતરાયેલી છે. બાપનો પ્રેમ ક્યારેક ક્યાંક વ્યક્ત થવા જાય છે ત્યારે એટલો તો સશક્ત હોય છે કે દીકરીના માટે જિંદગીભરનું સંભારણું બની જાય. કવિતા મને કદાચ એટલે બહુ ગમી ગઈ. અલબત એમાં પોતાની દીકરી પ્રત્યે સફેદ વાળના પ્રતીકથી વ્યક્ત થયેલી સંવેદના કોઈને પણ સ્પર્શી જાય એમ છે.

સફેદ વાળની ઘટના ઘણા પિતાપુત્રીએ અનુભવી હશે. સમયમાં વાળાને કલર કરાવવા કરતાં આવા એકલદોકલ વાળને દીકરા કે દીકરીના હાથે ખેંચાવી લેવાની પ્રથા વધુ પ્રચલિત હતી. પછી દીકરી હોય ત્યારે વાળ એની યાદ અપાવે અને મીઠા સંસ્મરણોની જેમ એને સાચવી રાખવાનું મન થાય કેવું મજાનું !

દીકરી પિતાના મનમાં વહેતું મીઠું ઝરણું છે. એ ભાગ્યે જ બહાર આવે છે પણ એ જીવનના દરેક તબક્કે જેવી જરૂરિયાત એવું સ્વરૂપ ધારણ કરી લે છે. ઘરડા થયેલા પિતાને માટે એ હૂંફ પૂરી પાડે છે ત્યારે જાણે પોતે દીકરી મટીને મા બની જાય છે. માતાની ગેરહાજરીમાં એ પિતાની તમામ જરૂરિયાતોનું માતા કરતાંય વધારે ધ્યાન રાખી શકે છે. દીકરીના લોહીમાં કોઇની કાળજી લેવાનું, સંભાળ રાખવાનું વહે છે એમ કહી શકાય. અલબત અપવાદો હોય છે એની ના નહી પણ સામાન્ય રીતે કોઈપણ મારી આ વાત સાથે સમ્મત થશે. પરણાવ્યા પછી માબાપને દીકરીની આંખમાં જે આવકાર જોવા મળે છે એ દીકરાની આંખમાં કદાચ નહીં.  

 

      

 

Advertisements

Responses

 1. Did you get my e mail i sent you two days ago ? Please send me your current phone number and best time to call you.

  rekha.

  Sent from my iPhone

  >

  • thank you Rekha.

   On Mon, Oct 24, 2016 at 3:19 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

  • yes Rekha. thank you.

 2. your words made me cry. missing papa very much these days.

  • love and love Hiral…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: