Posted by: readsetu | નવેમ્બર 22, 2016

જી હા, હું લેખક છું -‘ફીલિંગ્સ’ દીપોત્સવી 2016

જી હા, હું લેખક છું ! (‘ફીલિંગ્સ દીપોત્સવી 2016)                                                         લતા હિરાણી

હું લખું છું કેમ કે મને લખવું બહુ ગમે છે. લેખક તો હું અચાનક જ બની. એક સમય હતો કે મને એવી કોઈ કલ્પના હતી નહી કે મને મારી લેખક બનવાની હેસિયત પણ નહોતી લાગતી. લખવું ગમતું હતું એટલે ક્યારેક ક્યારેક ડાયરી લખ્યા કરતી અને પતિનું સૂચન કે તને લખવું ગમે છે તો કશુંક લખીને ક્યાંક મોકલ. મને વિશ્વાસ નહોતો બેસતો કે હું લખી શકું પણ પતિના પ્રોત્સાહનથી એક વાર્તા લખી અને ખૂબ ડરતાં ડરતાં અખંડ આનંદમાં મોકલી. એ સમયના તંત્રી શ્રી પ્રકાશ ન. શાહે એ છાપી. મારી છપાયેલી વાર્તા જોઈને વિશ્વાસ નહોતો બેસતો પણ એમ ધીમે ધીમે ગાડી પાટે ચડી. અલબત્ત અંદરથી ઇચ્છા હોય તેથી જ સારું લખી શકાય એવું નથી. વાંચન અને લખવાની સારી પ્રેકટીસ પછી સારું લખવાની ફાવટ આવે. મૂળે અંદરથી લખવાની ધૂન હોવી જોઈએ તો બાકીના પગથિયાં ચડી શકાય.

લખવા માટેની ટેવ કહો કે અનુકૂળતા, કે મને લખતી વખતે પૂરું એકાંત જોઈએ. કોઈ આજુબાજુમાં આંટા મારતું હોય કે બેઠું હોય તો મને લખવાનું બિલકુલ ના ફાવે. કશું ન સૂઝે. મારી સાથે ફક્ત હું જ જોઈએ અને બીજું કોઈ નહીં. બાકી મારા વિચાર કે પાત્રો સૂક્ષ્મ સ્વરૂપે સાથે હોય. મને ટેબલ પર બેસીને જ લખવું ગમે એય ખરું. ક્યારેક ખોળામાં લેપટોપ રાખીને બેસું પણ ઓછું. મોટેભાગે ટેબલ જ જોઈએ. 

રાઇટર્સ બ્લોક કહો કે બહાના કહો. એ મને હંમેશા નડે. જેવી ટેબલ પર બેસું અને મન આડું આવે. કશું પણ લખવાનું હોય, પહેલી ફિલિંગ એ જ હોય કે નહીં લખાય, આ તો નહીં જ ફાવે. લખવાની શરૂઆતમાં આ મોટો અંતરાય. પછી મનને પકડીને લેપટોપના સ્ક્રીન પર શબ્દો પાડવાનું શરૂ કરું. એકાદ પેરેગ્રાફ લખાય ને વિચારોનો પ્રવાહ વહેવા માંડે. પેલી ના ઓગળતી જાય અને અંતે જે પ્રસરી રહે એ સંતોષ અને સરસ લખાઈ ગયાનું સુખ. પછી મારા મનને ઠપકારુય ખરી કે દરવખતે સરસ લખાઈ જ જાય છે તો ય શરૂઆતમાં આ નકાર લઈને કેમ આવે છે ? પણ હવે એનાથીય ટેવાઇ ગઈ છું. દરેક કૃતિમાં આ જ પ્રોસેસ. નાને છેડેથી નહીં ખસનારા મનને પકડીને લાઇન પર લાવવાનું અને અંતે ખાધું પીધું ને રાજ કર્યુંનો સુખભાવ અનુભવવાનો.

લખવા માટે રાત્રે ઉજાગરા ફાવે નહીં. સવારનો પહોર સૌથી અનુકૂળ સમય. એટલે લખવાના દિવસો કરતાં ખાડા પાડવાના દિવસો વધી જાય. એક ગૃહિણી તરીકે સવારમાં લખવા બેસવામાં સો કારણો આડા આવે. બપોરના વળી થાકી હોઉ. જો કે હવે સંજોગો બદલાયા છે એટલે સવારમાં લગભગ લખવા બેસી શકું છું. ડેડલાઇનનો ભાર હોય ત્યારે રાત્રે ઊંઘ ન આવે અને રાત્રે પણ લખવા બેસી જઉ એવું બને. હું સાહિત્યમાં પ્રવેશી એને લગભગ સોળ-સત્તર  વર્ષ થયા અને મારા પંદર પુસ્તકો જાણીતા પ્રકાશકોએ છાપ્યા છે જેમાં ત્રણ એવોર્ડ. સાહિત્ય અકાદમીનો, સાહિત્ય પરિષદનો અને રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનો . હજુ પ્રેસમાં છપાવા તૈયાર હોય એવા બીજા પાંચેક પુસ્તકો. મારા જેવા માટે તો ડેડલાઇનનો ડંડો બહુ સારી બાબત છે. જો એવું ન હોત તો કદાચ અત્યાર સુધીમાં હું જેટલું લખી શકી છું એનું અડધુંય ન લખાયું હોત. એટલે મને કૉલમ લેખન ગમે છે. કોલમનું બંધન ન હોત તો ટેબલ પર બેસીને મનને પકડવામાં જ ઘણો સમય જતો રહેત. જો કે હું પોતેય મારા માટે ડેડલાઇન બનાવતી રહું છું એય ખરું. 

મેં વાર્તા, કવિતા ઉપરાંત બાળવાર્તાઓ, લેખ, નાટક, નિબંધ, હાસ્યલેખ જેવા અનેક સાહિત્ય પ્રકારોમાં લખ્યું છે પરંતુ કવિતા અને વાર્તા લખવા સૌથી વધુ ગમે. મનમાં એકાદ ઘટના પડી હોય ત્યારે વાર્તા લખાય પરંતુ કવિતા મોટેભાગે પ્રતિભાવ રૂપે જ જન્મી છે. બાકી સર્જનાત્મક સાહિત્ય એ બહુ સંકુલ પ્રક્રિયા છે. એના માટે કશું જ નક્કી ન હોય. દિવસો સુધી એકાદ કવિતાય ન લખી શકાઈ હોય અને ક્યારેક એકી બેઠકે પાંચ-સાત કવિતાઓ લખાઈ ગઈ હોય એવું બને.     

એક લેખક તરીકે મારા પ્રતિભાવો આ રહ્યા પણ એ દરેક લેખકના અલગ હોય. એનું સામાન્યીકરણ થાય નહીં.

 

Advertisements

Responses

 1. હુ ભી લખવા ઇચ્છુ છુ પણ ખ્યાલ નહી આવતો કે લખીને તેને કયા માધ્યમ પર મુકવુ.

  • આજકાલ તો ઘણા માધ્યમો છે. FB, બ્લોગ, અને કેટલીય સાઇટ્સ.. મેગેઝીન્સ તો ખરા
   જ.. વાંચવાનું રાખો એટલે ખ્યાલ આવશે કે કેવું લખાય અને ક્યાં મોકલવું..

   લતા હિરાણી
   લેખક, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
   કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
   કુલ પ્રકાશનો – 15
   રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
   પુરસ્કૃત પુસ્તકો
   1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
   4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
   8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
   સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
   સીડી)

   On 29 Nov 2017 2:07 p.m., “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: