Posted by: readsetu | ડિસેમ્બર 2, 2016

Kavyasetu 261 Suchita Maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 29 નવેમ્બર 2016

કાવ્યસેતુ 261  લતા હિરાણી (Original Article)

વૃક્ષ હવે વૃક્ષ નથી  

તેં મને તારાથી અળગી કરી

હવે હું

વૃક્ષને વીંટળાઈને જીવતી

કોમળ વેલ નથી.

છું

એક આધાર વિના

પોતાના મજબૂત થડ

પર

ટટ્ટાર ઊભું રહેતું

વૃક્ષ.

પણ હા

મે વેલની કોમળતા ગુમાવી દીધી છે

અને ગુમાવી દીધી છે

વીંટળાઈને વધવાની ઝંખના…. સૂચિતા મહેતા

સ્ત્રી અને પુરુષની અભિવ્યક્તિ કરતાં કેટલા પ્રતીકો ! કળી, ફૂલ, વેલ, ડાળી, ધરતી, નદી…… આવા અનેક પ્રતીકો સ્ત્રી માટે તો વૃક્ષ, થડ, આકાશ, સાગર જેવા અનેક પ્રતીકો પુરુષ માટે. જ્યાં જ્યાં કોમળતા છે, ઋજુતા છે, સહનશીલતા છે ત્યાં સ્ત્રી અને જ્યાં જ્યાં કઠોરતા છે, ખડતલપણું છે, ગાંભીર્ય છે, વિશાળતા છે ત્યાં પુરુષ. એકબીજાના વિરોધી લાગતા ગુણો એકબીજાના કેટલા પૂરક છે ! એક વગર બીજાના અસ્તિત્વની કાં તો શક્યતા નથી અથવા એનું કશું મૂલ્ય નથી એમ કહી શકાય. નદી વગર દરિયાનું અસ્તિત્વ શું હોત ? અથવા ડાળી અને ફૂલો વગર વૃક્ષ ક્યાંથી સંભવત ! ફેલાયેલી ધરતીને આસમાન ઢાંકે છે અને એ વડે જ તો બેય સભર બને છે ! આ બંનેનો સ્વભાવ છે, મૂળ પ્રકૃતિ છે અને એનાથી સંતુલન રહે છે.

સમોવડાપણું એ માનવીએ ઉપજાવેલી કૃત્રિમતા છે, અપ્રાકૃતિક છે, કેમ કે એનાથી અસમતુલા જન્મે છે. સહજતા ખોરવાય છે. જ્યાં અતિ થાય ત્યાં ન્યાય કે વિવેક જરૂરી છે પણ સમગ્ર વ્યવસ્થા પર કુહાડો મારવાની જરૂર નથી. અલબત્ત ‘અતિ’ એટલે કે અન્યાય, એ પણ માનવે જ સર્જેલી પરિસ્થિતી છે કેમ કે માનવ પાસે જ સ્વાર્થ અને  બુદ્ધિ છે. પ્રાણીજગત કે પ્રકૃતિ જગતમાં આ શક્ય નથી. જેણે બાળકને જન્મ આપવાનો છે અને માનવવંશને ચાલુ રાખવાનો છે એનો મૂળભૂત ગુણ નરમાશ અને કોમળતા હોવાનો. એક બાળકને ઉછેરનાર મા આ સમજી શકે. કેટલાં ધીરજ, કુમાશ અને સંયમ એમાં જોઈએ ! આમ જોઈએ તો પ્રત્યક્ષ રીતે જણાતી નાજુકાઈ એ પરોક્ષ રીતે ખડતલપણું છે. ગર્ભધારણ અને બાળજન્મ એ ગજબની તાકાત માંગી લે એવી બાબત છે. બીજી બાજુ વૃક્ષના કઠોર જણાતા થડની અંદર કેટલી નાજુક કોશિકાઓ જીવનને મૂળથી ટોચ સુધી વહાવતી હોય છે અને કૂંપળ પ્રગટતી હોય છે. પરસ્પર વિરોધી જણાતી બાબતો સિક્કાની બે બાજુ નહીં તો શું ?

આ કવિતામાં અભિવ્યક્તિ સ્ત્રી-પુરુષની છે. વૃક્ષથી વેલને અલગ કરી દેવામાં આવે છે અને વેલને પોતાના બળે જ ઊભું રહેવાનું આવે ત્યારે સ્વાભાવિક રીતે જ બહારની દુનિયાના પ્રહારો ખમવા અને સંઘર્ષ ઝીલવા એણે મક્કમ અને મજબૂત થવું પડે છે. એની મૂળ પ્રકૃતિ વીંટળાઈને જીવવાની છે. ખૂબી એ છે કે વેલનું વીંટળાવું માત્ર આધાર લેતું નથી, આધાર આપે પણ છે. એ સમજવા માટે અંદર કુમાશ વહેતી હોવી જરૂરી છે. થડ થવા જન્મેલ માનવીને સ્વાર્થ અને ગણતરીબાજ સ્વભાવ દીવાલ બનાવી દે ત્યારે કૂંપળને બદલે કરુણાંતિકા જન્મે છે, સમતોલન ખોરવાય છે અને પીડા જ્વાળામુખીના લાવા જેમ વહે છે. વળગીને વધવાની વેલની ઝંખના એમાં સમૂળગી ખાખ થઈ જાય છે. એ પછી જીવાતા જીવનમાં સમાધાનોના સાંધા સમયનો પટ તો સાંધ્યા કરે છે પણ એમાં પેલું જીવન નામનું ઝીલમિલ ઝબકતું તત્વ અદૃશ્ય થઈ જાય છે.                                                                                

કેરિયરના કંકાલોને કેશ કરવા મથતાં હજારો દંપતીને કવયિત્રી આ કવિતા અર્પણ કરી શકે !

     

Advertisements

Responses

  1. ખુબ સુંદર રચના …..

  2. Excellent !

  3. Thank you Narenbhai and Rekha.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: