Posted by: readsetu | ડિસેમ્બર 14, 2016

Kavyasetu 263 Pushpa Maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 ડિસેમ્બર 2016

કાવ્યસેતુ 263   લતા હિરાણી (Original Article)

ટેરવાં ઓકળ ઘૂંટે છે ભીતરે

રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે

સ્વપ્નમાં સાચી પરી આવે પછી
રોજ સપનાઓ તૂટે છે ભીતરે

ગારમાટીના લીંપણ શોભાવતા
ટેરવાં ઓકળ ઘૂંટે છે ભીતરે

એક ટીપું અશ્રુનું ટપક્યું અને
બંધ દરિયાના છૂટે છે ભીતરે

મુખ ઉપર તો હાસ્યનો પમરાટ ને
રક્તના ટશિયા ફૂટે છે ભીતરે

જીવતરમાં શું વધ્યું છે શેષમાં
પલાખા મન ઘૂંટે છે ભીતરે …. પુષ્પા પારેખમહેતા

જીવનની મોટામાં મોટી મુસીબત એ છે કે યુવાનીમાં મન કોઈને સાંભળવા કે કોઇની સલાહ સ્વીકારવા તૈયાર નથી હોતું અને યુવાની જતા એમ થાય છે કે જેમ જીવવું જોઈએ એમ તો જીવ્યા નહીં, જેમ કરવું જોઈતું તું એમ તો કર્યું નહીં ને હવે સમય કેટલો બચ્યો ? ખરેખર જીવનની સમજણ આવી ત્યારે જીવન બહુ ઓછું બાકી રહ્યું છે ! કાશ, આટલી વાત પહેલા સમજાઈ ગઈ હોત તો ! એટલે જ બીજાના અનુભવે શીખવાનું રાખવું એમાં ડહાપણ છે. છેલ્લો શેર જીવતરમાં શું વધ્યું છે શેષમાં, પલાખા મન ઘૂંટે છે ભીતરે વાંચતાં આ વાત લખવાનું મન થયું. આ મારો કે કવયિત્રીનો જ નહીં, સૌ કોઈનો સામાન્ય અનુભવ છે.

ધૂપછાંવનો સરવાળો એટલે જિંદગી. એમાં કશું નથી સ્થિર કે નથી સ્થાયી. કોઈને જિંદગીમાં માત્ર સુખ મળ્યું છે કે માત્ર દુખ મળ્યું છે એવું શક્ય નથી. મહેલોમાં રહેતો અબજોપતિ રેશમી શય્યામાં આળોટતો હોય, ઊંઘી શકતો હોય અને ફૂટપાથ પર ભિખારીને ઊંઘની મહેલાતો હોય એ સામાન્ય છે. દરેકને મળતાં સુખ કે દુખ એ એના માપના જ હોય છે. એ મોટા કે નાના પણ નથી હોતા. એક જ બાબત એક માટે ખૂબ સુખની બને ને બીજા માટે એ તદ્દન સામાન્ય હોય. જિંદગી એટલે સુખદુખનો સરવાળો. દિલમાં કૂંપળ ફૂટે ને ફોરમ ફોરે એવું બને ને વળી સપનાંઓ તૂટીને ચૂરચૂર થઈ જાય એવુંય બને.  

ટેરવાંને હરખના સાથીયા ચીતરતા આવડે છે. આનંદની રંગોળી પૂરવાની એની હોંશ છે. તો બીજી બાજુ હૈયામાં આંસુનો દરિયો પણ ઘૂઘવે છે. સામાન્ય રીતે એને પાંપણના બંધ રોકી રાખે છે પણ ક્યારેક એ રોકવાનું ચૂકી જાય તો પછી જળબંબાકાર થતાં વાર કેટલી ? એક જ માનવીની અંદર આ બનાવો, ઘટનાઓ, વાવાઝોડાઓ બન્યા જ કરે છે. ખુશી અને ગમનું, હાસ્ય અને રુદનનું આ આવર્તન ચાલ્યા જ કરે છે. 

આ જ કવયિત્રીની બીજી રચનાનો આ શેર મજાનો છે. સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે, કોઇ ત્યારે યાદ આવી જાય છે કોઇની યાદ આવવી એ દરેકના જીવનમાં બનતી સામાન્ય બાબત છે, સર્વસામાન્ય અનુભવ છે પણ સાંજ આવીને સાંજ સ્થાપી જાય એ સ્પર્શી જાય એવું કલ્પન છે, શેરીયત છે. ગઝલના બંધારણની ચર્ચા આપણે અહીં નથી કરતા. એ ટેકનીકલ બાબત છે અને છંદના બંધારણની વાત બહુ નાજુક છે. ગઝલ લખનારા ઘણા લોકોની રચનામાં છંદની ક્ષતિઓ જોવા મળે છે. આપણે અહી રસનિષ્પત્તિને જ ધ્યાનમાં રાખીએ છીએ. કવિતાના સૌંદર્યનો આસ્વાદ એ આ વર્તમાનનું લક્ષ્ય છે. એટલે જ કવયિત્રીનો આવો બીજો શેર પણ હું ટાંકી શકું, છુંદણાંમાં કોણ પીડા આપતું, વિચારે દર્દ ભાગી જાય છે…. છે ને મજાની વાત !

 

 

Advertisements

Responses

 1. રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
  ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે

  સ્વપ્નમાં સાચી પરી આવે પછી
  રોજ સપનાઓ તૂટે છે ભીતરે…….. ખુબ સુંદર રચના

  • Thank you..

   Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: