Posted by: readsetu | જાન્યુઆરી 14, 2017

Kavya 266 Divya Modi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 જાન્યુઆરી 2017                        

કાવ્યસેતુ 266  લતા હિરાણી

એકલી દુનિયા અહીં નડતર નથી

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,

ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી.

સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
લાગણીનાં કોઈ વાવેતર નથી.

એમ સમજીને તમે કોરાં રહો,
આંખથી વરસે છે તે ઝરમર નથી.

પ્રેમની બારાખડી ક્યાંથી લખું ?
ઘૂંટવા માટે હવે અક્ષર નથી.

ઉપવનોમાં પણ હવે ચર્ચાય છે,
પાનખરનો અમને કોઈ ડર નથી.

હું મને ક્યારેક નડતી હોઉં છું,
એકલી દુનિયા અહીં નડતર નથી.   – દિવ્યા મોદી

 ઘર અને મકાન વચ્ચે કેટલો ફેર છે ! મકાન શબ્દ એક જડતા સૂચક છે અને ઘર શબ્દથી એક હર્યોભર્યો ભાવ મનમાં ઊભરાય છે. દરેક મકાન ઘર બનવા સર્જાયેલા હોય છે. એની દિવાલોના પ્રત્યેક કણ કોઈના વ્હાલભર્યા સ્પર્શને અને હૂંફાળી સંભાળને ઝંખતા હોય છે. એમાં થતાં વસવાટની શરૂઆતની ક્ષણો આનંદથી સભર હોય છે. અંદર વસેલા શ્વાસ એને ઘર બનાવવામાં લાગી જાય છે. કોઈ ચીજવસ્તુની કે ફર્નિચરની જરૂર નથી હોતી. પોતાનો એક ઓરડો પણ બંગલાનો અનુભવ આપી શકે છે. ઘરની દિવાલોમાં બારી અને બારણાની પધ્ધતિ બહુ સૂચક છે. બારણાં એક પોતીકું જગત ઊભું કર્યાનો, સ્વત્વનો ને સંતોષનો અહેસાસ આપે છે તો બારીઓ અજવાસનો, મોકળાશનો

જિંદગી બહુ અજીબ ઘટના છે. જરાક વ્હાલ કરવાનું ચૂકી જઈએ અને એક આખું જીવન ચૂકયાનો વસવસો નડી શકે. બાળકને માથે વ્હાલથી હાથ ફેરવવાનું ચૂક્યા કે એને છાતીએ ચાંપવાનું ચૂક્યા ને પછી વૃદ્ધાવસ્થામાં એ ક્ષણો પારાવાર અજંપો આપે એવું બને. આંખથી ટપકેલા એક બિંદુને ઝીલવાનું ચુકાઈ ગયું અને જીવનમાં રણ ફેલાઇ શકે. હથેળીમાં વાવેલી હૂંફ વડ બની વીંટળાઇ શકે. માત્ર કોઈનો હાથ હાથમાં લઈને પંપાળી લેવો એય રોમ રોમ  અમ્રુત સીંચવાનું કામ કરી શકે. સમયના કેટલાય એવા ટુકડા જીવનમાં આવી મળતા હોય છે કે જ્યારે અક્ષરો આંખમાં લખાય ને વંચાય. કાગળ મૌન ધારણ કરી લે ને કીકીઓ કલરવ કરી ઊઠે. પાંપણથી પ્રસરેલા સંવેદનોનો પ્રવાસ આજની ને આવતીકાલની ક્ષણોને અજવાળી દે.

છેલ્લો શેર ખૂબ સરસ થયો છે. હું મને ક્યારેક નડતી હોઉં છું, એકલી દુનિયા અહીં નડતર નથી કેટલા ઝાડી ને ઝાંખરાં પોતાની અંદર ભર્યા હોય છે ! આમ જુઓ તો બહારના અવરોધો ક્યારેય એટલા નડતાં નથી જેટલું પોતાનું  જ મન ! એ જ ‘હા’ અને ‘ના’ કર્યા કરતું હોય છે. એટલું જ નહીં, પોતાની દરેક ઇચ્છા અનિચ્છા માટે એની પાસે એક મજબૂત કારણ પણ હાજર હોય છે. જે ખોટું કર્યું એને વ્યાજબી ઠેરવવા માટેના કારણો એની પાસે તૈયાર હોય છે. અહીં સ્વાભાવિક રીતે જ જાત સિવાય બીજા જ લોકો કે પરિસ્થિતિ સીધી કે આડકતરી રીતે વાંકમાં હોય છે.   સારું કે સાચું થાય અને એ આકસ્મિક હોય તો પણ એ બદલ શાબાશી મેળવવા એના ઝંડા ફરકાવવાનું એ ચૂકતું નથી. આ બધી મનની લીલા છે અને એને સમજવું પડે, એનો પાર પામવો પડે. પોતે જ પોતાને કેમ નડે છે એટલું સમજાય તો પાર ઉતરી જવાય !  

એટલે જ તો કવિ અશરફ ડબાવાલા કહે છે કે

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?

એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે….

 

Advertisements

Responses

  1. “સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
    લાગણીનાં કોઈ વાવેતર નથી”

    “હું મને ક્યારેક નડતી હોઉં છું,
    એકલી દુનિયા અહીં નડતર નથી”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: