Posted by: readsetu | ફેબ્રુવારી 1, 2017

Kavyasetu 270 Ravindranath Tagore

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 31 જાન્યુ 2017

કાવ્યસેતુ 270  લતા હિરાણી

વ્હાલા ! મને માફ કર

વ્હાલા ! હું તને ચાહું છું.

મારા પ્રેમને માટે મને માફ કર.

પંથભૂલ્યા પંખીની પેઠે હું ઝડપાઇ ગઈ છું.

મારું હૈયું હાથ ન રહ્યું, આવરણ સરી પડ્યું અને એ ખુલ્લુ પડી ગયું.

વ્હાલા, એને કરુણાથી વીંટી લે અને મારા પ્રેમને માટે મને માફ કર. 

વ્હાલા ! તું મને ચાહી ન શકે તો મારી પીડાને માટે મને માફ કર. 

દૂરથી મારા પ્રત્યે શંકાની નજરે ન જો.

હું ચૂપચાપ મારા એકાંતમાં ચાલી જઈશ, અંધારે ખૂણે બેસી જઈશ.

હું મારી અનાવૃત લજ્જાને બને હાથે ઢાંકી દઇશ.

વ્હાલા ! મારા ભણીથી તારું મોં ફેરવી લે અને મારી પીડાને માટે મને માફ કર. 

અને વ્હાલા ! તું મને ચાહતો હોય તો મારા હરખને માટે મને માફ કર. 

મારું હૈયું સુખના જુવાળમાં ઢસડાઈ જાય ત્યારે

મારા એ જોખમી સ્વૈરાચાર પ્રત્યે હસીશ નહીં.

જ્યારે હું મારા સિંહાસન પર બિરાજીશ

અને મારા પ્રેમના જુલમથી તારા ઉપર શાસન કરીશ

જ્યારે દેવીની જેમ હું તારી મારા માટેની ચાહના સ્વીકારીશ

ત્યારે ઓ વ્હાલા ! મારો એટલો ગર્વ સહી લેજે

અને મારા હર્ષ માટે મને માફ કરજે… રવીન્દ્રનાથ ટાગોર અનુ. દક્ષા વ્યાસ

કેટલાં સરળ શબ્દો અને છતાંય હૃદયની આરપાર ઉતરી જાય એવી કવિતા ! એક સ્ત્રી પ્રેમથી છલોછલ હોય તો આવું કૈંક કહે. વાત એક પુરુષ સમજી શકે અને વ્યક્ત કરી શકે એય એક સુંદર ઘટના છે. સ્ત્રીના ભાવોને વર્ણવતી કવિતાઓ પુરુષ કવિઓએ લખી છે પણ એમાં શૃંગાર અભરે ભર્યો હોય છે. મને લાગે છે કે પુરુષ સ્ત્રી પાસેથી જેવા શૃંગારિક ભાવો ઇચ્છે છે એને લોકોએ કવિતામાં વર્ણવ્યા છે. ટાગોરને દુનિયા આખી સલામ કરે છે અને હું પણ. કેમ કે સ્ત્રીનું હૃદય એમણે આમાં ઠાલવ્યું છે. પ્રેમમાં સ્ત્રીની ઉત્કટતા એટલી સબળતાથી વ્યક્ત થઈ છે કે એના સ્ખલન પ્રત્યે પણ હૈયામાં મધુર સ્પંદન જાગે. એનું આવરણ ખસી ગયું છે પણ એને કરુણાથી વીંટી લેવાની વાત છે. પ્રિયતમ જો ચાહી ન શકે તો આ સ્વૈરાચાર માટે માફ કરી દે કેમ કે આખરે તો પ્રેમે જ નાયિકાને ભાન ભૂલાવ્યું છે. પ્રિયતમ પાસે નાયિકા માફી જ માંગ્યા કરે છે. એ પ્રેમ કરતો હોય તો હર્ષાવેશ માટે અને ન કરતો હોય તો પીડા માટે ! પ્રેમ પીડાનો જ પર્યાય છે.

નાયિકા નાયક પર શાસન કરવા માગે છે પણ અહીયે એ સમર્પણનો ભાવ નથી ભૂલતી. એનું હૃદય ગર્વથી ભરાઈ જશે, એ ઈચ્છે છે કે પ્રિયતમ એને આધીન થઈ જાય અને તોય એ પ્રેમીને વિનંતી કરે છે કે મારા ગર્વને તું સહી લેજે ! ભાવવિભોર કરી દેતા આ કાવ્યમાંથી પસાર થતાં મને આ ગીત યાદ આવે છે, તુમ અપને ચરનોમે રખ લો મુઝકો, તુમ્હારે ચરનોકા ફૂલ હૂ મૈ, મૈ સર ઝુકાયે ખડી હૂ પ્રીતમ, કિ જૈસે મંદિરમે લૌ દિયેકી, છુપા લો યુ દિલમેં પ્યાર મેરા કિ જૈસે મંદિરમે લૌ દિયેકી….”      

 

      

Advertisements

Responses

 1. ખુબ સુંદર રચના અને અનુવાદ

  • Thank u very much.

 2. વસંત અને વેલેન્ટાઇનનાં પગરણ થાય છે એવા પ્રેમના માહોલને અનુરૂપ પ્રેમીઓના દિલની વાતો કરતું સરસ કાવ્ય અને એનો એવો જ સરસ રસાસ્વાદ .
  લતાબેનની અનુભવી કલમનો કમાલ ગમી ગયો.અભિનંદન

 3. Very touching … very nice

  • આભાર જી.

   On Feb 11, 2017 12:43 PM, “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: