Posted by: readsetu | મે 30, 2017

Kavyasetu 284 Aagam Shah

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 30 May 2017

કાવ્યસેતુ 284  લતા હિરાણી

આજે ભીતરથી તપવા દે
પ્હેલાં પોતાને મળવા દે
જે તારા મનમાં અંકિત છે
એ અક્ષરને ઊઘડવા દે
મા ઈશ્વરનો અવતાર હશે ?
ઈશ્વર માનો ? સમજવા દે
દૂરથી પણ પાસે લાગે ને
એવા સંબંધ વિકસવા દે
તું સાચ્ચી કે હું સાચ્ચો ?
મૂળમાં જા, ના જાવા દે આગમ શાહ

સાહિત્યમાં આ યુગ કવિતાનો કહી શકાય. સભાસમારંભોથી માંડીને એણે ખૂણે ખૂણે મહેફિલ જમાવી છે. કવિસમ્મેલનો પૂરબહારમાં ગુંજી રહ્યા છે. એના વ્યાપમાં મીડિયાનો પણ એટલો ફાળો છે. વોટ્સ એપ અને ફેસબુકે કેટલાય નવાસવા ઊગતા કવિઓને પ્લેટફોર્મ આપ્યું છે અને એમાંથી કલમો ખાસ્સું નીવડી પણ છે ! કવિતામાંય ગઝલનો તો જાણે ધોધ વરસે છે. મૂળે બે લાઇનના શેરમાં પૂરી વાત કહી દેવાની એની તાકાત અને જો આ બે લાઇન ચોટદાર હોય તો તો પછી પૂછવું જ શું ! બહોળા સમુદાય સુધી પહોંચવું પછી રમતવાત બની જાય છે. સ્વાભાવિક રીતે જ સૌને ગઝલ રચવાનું મન થાય.

અહીંયા કવિ એક ટૂંકી બહેરની ગઝલ લઈને આવ્યા છે. એકદમ હળવી રીતે પણ એણે સરસ વાતો કહી છે. છેલ્લો શેર ગમ્યો ને આ ગઝલ તમારા સુધી આવી. વાત તો એ છે કે જે આપણે સૌ જાણીએ છીએ અને લગભગ રોજેરોજ એમાંથી પસાર પણ થઈએ છીએ. બે વ્યક્તિ, પછી તે મિત્રો હોય, પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા, હુંસાતુંસી એ માણસનો સ્વભાવ છે. દરેકને પોતાની વાત સાચી લાગે છે ને સામેની વ્યક્તિની ખોટી. આ સામાન્ય રીતે જોવા મળતો તબક્કો છે. એ પછી જો થોડી સમજણ આવે તો ઠીક છે, મારી વાત સાચી ને તારી વાત પર હું વિચાર કરી જોઈશ. અહીં પહોંચાય. સમજણ એથી આગળ વધે તો દરેક પોતાની રીતે સાચું જ હોય છે. મને જેમ મારી વાત બરાબર લાગે એમ એને એની વાત બરાબર લાગતી હોય તો જ કહે ને ! આવું કઈક મનમાં ઊગે છે. અલબત એય સાચું કે બેમાંથી એક ખોટું હોય અથવા આંશિક રીતે સાચું. જે હોય તે પરંતુ કોઈપણ પ્રકારના મતભેદમાં  પિષ્ટપેષણ કરવાથી કોઈ ફાયદો નથી. સ્વસ્થ ચર્ચા એ એક મુદ્દો ખરો પણ બંનેમાં એટલી સ્વસ્થતા હોય તો જ કામ લાગે બાકી એ વિવાદ વધારે એટલે ઉત્તમ રસ્તો એ જ કે છોડ, જવા દે… 

બંને વચ્ચે જો પ્રેમના મૂળિયાં સલામત હોય તો નાની નાની બાબતોમાં ચર્ચાઓ વિવાદો કરવાને સામેની વ્યક્તિની ભૂલ હોય તો પણ બદલે માફ કરી દેવાની વૃત્તિ કેળવે તો કેટલી શાંતિ થઈ જાય ! આટલી સાદી બાબત સૌને સમજમાં આવી જાય ને અમલમાં પણ મૂકી દે (સવાલ અમલનો જ છે ને !) તો દુનિયામાં શાંતિ શાંતિ સ્થપાઈ જાય !  આ અમલ માટે પોતાની જાતને સમજવી જરૂરી છે. પોતાની પણ ભૂલ દેખાશે તો બીજાને ક્ષમા આપી શકાશે. સમજણ અને ચિંતનની ચિનગારી અંદર જાગવી જોઈએ. તપીને જ સોનું થાય. તપથી જ શુદ્ધતા અને પવિત્રતા આવે.

દરેક સંબંધનું એક જ ધ્યેય હોય છે. પ્રેમ પ્રેમ અને પ્રેમ. મા-બાપ,  ભાઈ-બહેન, દોસ્ત, પતિ-પત્ની તમામ સંબંધમાં અંતિમ અપેક્ષા પ્રેમ હૂંફ અને સલામતીની હોય. પ્રેમ હોય તો બધું આપોઆપ આવે. પ્રેમ હોય તો માફ કરી શકાય. આઈ લવ યુ માત્ર શબ્દોમાં જ નહી, એક પણ શબ્દ વગર વર્તનથી પણ પહોંચાડી શકાય. જે બંનેના મનમાં છલકાતું જ હોય છે. શારીરિક દૂરીનો કોઈ મતલબ નથી હોતો. પ્રિય પાત્ર હંમેશા નજીક જ હોય છે. આ મૂળ ભાવના પર ચોટ પહોંચે છે ત્યારે જ ઝગડો થતો હોય છે.  

એટલે જ માતાના સંબંધને સૌથી શ્રેષ્ઠ સંબંધ કહે છે. મા કોઈ અપેક્ષા વગર જ સંતાનને અનહદ પ્રેમ કરતી હોય છે. હમણાં એક સરસ વાત વાંચી. આંખ બંધ કરીને તમને અનેક સ્ત્રીઓ ચૂપચાપ વારાફરતી પીરસે તો એમાં તમારી મા કોણ છે, એ કેમ જાણી શકો ? જવાબ હતો, અડધી રોટલી જ માંગુ ને તોય આખી રોટલી થાળીમાં  મૂકી દે એ મા ! સંતાન દૂર દેશાવરમાં હોય તોયે મોટેભાગે માતાનો આ સવાલ પહેલો હોય, શું ખાધું ? બરાબર ખાજે, તબિયત ન બગાડીશ. એની નોકરીનું કેમ ચાલે છે કે ધંધામાં કેટલું ડેવલપમેન્ટ છે કે એવી બધી બાબત મમ્મી માટે ભોજન જેટલી પ્રાયોરિટીમા નથી આવતી… આ પ્રેમ છે… પોતાની વ્યક્તિની કુશલતા ને સ્વસ્થતાની ચિંતા એ જ પ્રેમ…       

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: