Posted by: readsetu | જૂન 20, 2017

Kavyasetu 286

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 જૂન 2017

કાવ્યસેતુ 286  લતા હિરાણી

રોક્યું ન રોકાયું…. એક આંસુ

કરેલી કેટલીય આજીજી 
અને
હજારો પ્રયત્નો બાદ  
આંસુએ પડવાની તૈયારી બતાવી
અને જાણે મા 
દિકરીને દરવાજા સુધી 

વળાવવા તૈયાર થાય,

પછી 
દરવાજો વળાંક સુધી લંબાય

ને એમ 
આંખો

આંસુ ને વળાવવા તૈયાર થઈ 
છેક……

ડુસકાં સુધી …… – ઋષિ દવે સ્પર્શક

દીકરીના જન્મ સમયે દુખી થતાં માબાપની વાત જવા દો. એ એમની સમજણની મર્યાદા છે પણ એવા લોકોને છોડતા બાકીના માટે….. દીકરી નાની હોય ત્યારે કેવી મીઠડી લાગે ! કુદરતે જ એનામાં છલોછલ પ્રેમ, માર્દવ અને સંવેદના ભરી હોય છે. નાનકડી દીકરી એના નાનકડા હાથની નાનકડી આંગળીઓ વડે પિતાની આંખ દાબે કે માથા પર હાથ ફેરવે એ દૃશ્ય વિશ્વનું ઉત્તમ દૃશ્ય છે અને એ સ્પર્શ ભલભલા પિતાની આંખમાં હર્ષાશ્રુ લાવે એવો હોય છે. જો માણતા આવડે તો એના જેવુ સુખ બીજા કશામાં નથી હોતું. એના પગની ઝાંઝરીઓ વાગતી હોય અને એ ઘરમાં ઘર ઘર રમતી હોય એ સુખ નસીબદાર માતાપિતાને જ મળે. પુત્રીના નિર્વ્યાજ પ્રેમને સમજી શકે એના થાકનું ઉલ્લાસમાં રૂપાંતર થઈ જતું હોય છે. પત્નીની ગેરહાજરીમાં પિતાને સૂચનાઓ આપતી મોટી થયેલી સમજણી દીકરીના રૂંવાડે રૂંવાડે માતૃત્વ છલકાતું હોય છે. કેટલાય પિતાઓએ આ અનુભવ્યું હશે.

કેટલા વરસો ! બાવીસ, ચોવીસ, પચ્ચીસ….. દીકરીના અસ્તિત્વથી ઘર ભર્યું ભર્યું હોય અને પછી જ્યારે એ સાસરે જાય ત્યારે ભલભલા કઠણ કાળજાના પિતાની આંખોય વહેવા લાગે છે. જો કે પિતાની રડવાની તૈયારી નથી હોતી. ‘રડવાનું કામ સ્ત્રીઓનું’ એવી ખોટી સમજ સમાજે વરસોથી પાળી રાખી છે. એટલે જ  દીકરી જાય ત્યારે અંદરથી ફૂટું ફૂટું થતાં આંસુને એ રોકી રાખે છે. જો કે માતાએ પણ આ કર્યું જ હોય છે પણ એના બંધ તો ચપટીમાં, ક્યારેક તો દીકરીના લગ્નની તૈયારી કરતાં કરતાં જ તૂટી જતાં હોય છે.  પિતાની વાત જુદી છે. પુત્રીવિદાય સુધી એ સ્વસ્થ રહી શકે છે અને આખરે એક ઘડી એવી આવે છે જ્યારે આસું જ નહીં, ડૂસકું ફૂટી પડે છે.

આ વાત માત્ર દીકરીવિદાય જ નહીં, અન્ય અતિપ્રિયજનની વિદાય કે મૃત્યુ સમયે પણ લાગુ પડે. જ્યાં રડીપડાય એવું હોય ત્યાં મોટેભાગે ‘ના, નહીં રડું, સ્વસ્થ રહીશ’ એવી માનસિકતા વ્યાપેલી હોય છે. પણ આખરે હૃદય છે ને ! જાળવી જાળવીને કેટલું જાળવે ! મૃત્યુ સમયે ‘કોઈએ રડવાનું નથી, જનારનો આત્મા દુભાય’ એવી સુફિયાણી સૂચનાઓ ઘરનો પુરુષ વર્ગ આપતો હોય છે અને તોય દેહની ઘરમાંથી વિદાય થતી હોય ત્યારે દીવાલો પણ ભીંજાય જાય એટલા આંસુ વહેતા હોય ! 

આપણે અહી કવિ દીકરીવિદાયની જ વાત કરે છે એમ માનીએ તો હવેના સમયમાં ખુદ દીકરીઓ રડતી નથી અને ખુશી ખુશી વિદાય થાય છે, વિદાય અપાય છે એવા કેટલાક દાખલાઓ બને છે ખરા. પણ એ અપવાદ છે. રડવાનું ઘટ્યું હોય તોય એના કારણો જુદા છે. પહેલા દીકરી સાસરે જાય પછી એ સુખી થશે કે દુખી એ એના નસીબની વાત રહેતી. લાડકોડથી ઉછેરેલી દીકરી માથે દુખના પહાડ તૂટી પડે તોય માબાપ એમાં કાંઇ કરી શકતા નહીં. અરે, એના પતિ કે સાસુ-સસરાને એક શબ્દ પણ કહી શકતા નહી, માબાપને આ ચિંતા રહેતી અને તો કન્યાને ભરથાર કેવો હશે, પતિ, સાસુ અને ઘરના બીજા લોકોના સ્વભાવ કેવા હશે, એ બિલકુલ અનિશ્ચિત હતું. એકદમ અજાણી દુનિયામાં જવાના એ આંસુ હતા.. હવે સમય બદલાયો છે. આટલી લાચારી રહી નથી. એનું પરિણામ છે પણ તોયે દીકરી ઘર છોડીને જાય અને આંખ છલકાય… મન ભરાય, ગળું રૂંધાય ને અવાજ, શબ્દો બધું એમાં વહી જાય એ આજની ઘડીએ પણ સામાન્ય છે !   

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: