Posted by: readsetu | જુલાઇ 3, 2017

Kavysetu 288 Urvee Panchal

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 જૂન 2017

કાવ્યસેતુ  288  લતા હિરાણી

એ શોધતાં ને શોધતાં જીવન ગયું…..

ખારા ઠરેલા રણ મહીં, મીઠા ઝરણ હોતાં નથી,

કાદવ વગર ખીલી શકે એવા કમળ હોતાં નથી.

એકાદ પત્થર નાખવાની વાર છે, નાખી જુઓ,

કોણે કહ્યું કે શાંત પાણીમાં વમળ હોતાં નથી.

જે માર્ગને ટૂંકાવવાની પેરવી કરતા રહે,

એથી જીવનમાં કદીયે સફળ હોતા નથી.

કાફલા રાખી ફરે ને સાંજના પાછા ફરે,

કોણે કહ્યું કિરણો રહે એવા નગર હોતાં નથી.

કોયડારૂપે ઉઠેલા પ્રશ્ન જેવા લાગશે,

ધારો તમે ઉરુ એટલા માણસ સરળ હોતા નથી…….ઊર્વી પંચાલ

 

ટેરવે ઊગ્યું આકાશ કવયિત્રીઓની કવિતાનું આ સંપાદન તૈયાર કરવાની તક મને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળી. આશ્ચર્ય! પૂરી 262 બહેનોની કવિતાઓ એમાં સમાવી. જાણીતી કવયિત્રીઓ તો ખરી જ, ઉપરાંત નવોદિત કે જેમનામાં કવિતાનો સ્પાર્ક છે એવી બહેનોની કવિતાઓને પણ પુસ્તકમાં સ્થાન મળ્યું છે. અમુક એવી બહેનો છે કે કદાચ એમની પ્રથમ પ્રકાશિત રચના હશે ! આનંદ વાતનો કે બીજા ક્ષેત્રોની જેમ કવિતાના ક્ષેત્રે પણ બહેનો સારા એવા પ્રમાણમાં સક્રિય થઈ રહી છે.

માણસ નામે પ્રાણી બહુ વિચિત્ર છે. ઘણીવાર એ હોય કૈંક અને દેખાય કૈંક. સહુથી દુષ્કર વાત જો હોય તો તે છે માનવીનું મન સમજવાની. વર્ષો સુધી હળ્યા મળ્યા હોય, સાથે રહ્યા હોય અને લાગે કે એને પૂરેપૂરા ઓળખીએ છીએ અને તોય એક આખો એંગલ જ અછૂતો રહી ગયો હોય એમ બને ! અચાનક જ એનું કોઈ જુદું પાસું સામે આવીને ખૂલે અને આપણી આંખ જીરવી ન શકે એવું બને ! ત્યારે જ અનુભવીઓ કહી ગયા છે કે ઠરેલું રણ ભાળીને એમાં મીઠા ઝરણની શોધ ન કરો. તો બીજી બાજુ કમળ દેખાય છે ત્યાં કાદવ હોવાનો જ, એ લખી રાખો ! બીજી બાજુ એ પણ માનવ સ્વભાવ છે કે બીજાના અનુભવે એ શીખતો નથી. એટલે એની જિંદગી આખી ઠોકરો ખાવામાં જ જાય છે. એક સામાન્ય સ્તરે એ જીવતો રહે છે ને જીવી જાય છે. બીજાના અનુભવે શીખી લેનારા બહુ વિરલા હોય છે અને એનું જ દુનિયામાં નામ થાય છે.

સફેદ લિબાસમાં ફરતી ઊજળી હસ્તીઓ સમાજ પર પ્રભાવ પાડી ફરતી હોય છે. સામાન્ય રીતે લોકો એની શેહમાં આવી જતાં હોય છે. ક્યારેક એ જાણે દેવદૂત હોય એવો ભાસ પણ બિચારી અભણ ને અજ્ઞાની જનતા પર પડતો હોય છે. એની કસોટી ત્યારે થાય છે જ્યારે એને કોઈ કારણસર ઉશ્કેરવામાં આવે. બસ, પછી ખલાસ. અસલિયત તરત સામે આવી જાય છે ને જોનારની આંખ ખુલ્લી ને ખુલ્લી રહી જાય છે ! આ એ જ વ્યક્તિ છે કે જેના પગ પૂજવાનું મન થતું હતું ? હા, પણ એ જ સચ્ચાઈ હોય છે અને સ્વીકારવી પડે છે. જો કે ટોળાને જેમ દિમાગ નથી હોતું એમ યાદશક્તિ પણ નથી હોતી એ પણ એક બીજી સચ્ચાઈ છે. માણસને એકલા રહેતા બીક લાગે છે. કેમ કે એમાં એને પોતે વિચારવું પડે છે એટલે એ મોટેભાગે ટોળામાં જીવવાનું પસંદ કરે છે ને ફરી પેલી આંધળી ભક્તિ શરૂ થઈ જાય છે. 

સહેલો અને ટૂંકો રસ્તો શોધવામાં માણસ પોતાની જિંદગીને ટૂંકી કરી નાખે છે. કેમ કે એને મહેનત કરવી નથી. પરિણામે સફળતા એનાથી દૂર ને દૂર ભાગ્યા રાખે છે. માણસ એટલે જ કોયડો. એને જેમ ઉકેલવા જઈએ તેમ એ વધુ ને વધુ ગૂંચવાતો જાય. ઈશ્વરનું એક રહસ્યમય સર્જન એટલે માનવી. આટલું લાંબુ આયુષ્ય ઈશ્વરે આપ્યું તો એનો ઉદ્દેશ કઈક જુદો જ હશે…. કેટલાકને મળે ને કેટલાકને શોધવામાં જિંદગી જાય !

 

Advertisements

Responses

  1. Great !

    • Thank u rekha..

      On 3 Jul 2017 10:23 a.m., “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: