Posted by: readsetu | જુલાઇ 20, 2017

Kavyasetu 289 Hu ane tari pratixa

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 જુલાઇ 2017

 કાવ્યસેતુ 289  લતા હિરાણી

 હું અને તારી પ્રતીક્ષા …..

 આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે

તું નથી એ પણ સમયનો રંગ છે.

હું શ્વસું કેવળ તને પાગલ થઇ

શ્વાસમાં એથી ધબકતો છંદ છે.

આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો

ઓ સમય ! બદનામ તારો વંશ છે.

આંખના ઝાકળ હવે ક્યાં બેસશે ?

પાનખરની ચાલમાં પણ કંપ છે.

ભીડમાં દોડ્યા કરું છું એકલી

આ વિરહ તારા સુધીનો પંથ છેરન્નાદે શાહ

 સંબંધનું સત્વ જેની રગરગમાં ઉતરી ગયું એ સામીપ્યની સુગંધ હવામાંથી પણ મેળવી લે છે, આંખ સામે પ્રિયજન હોય કે ન હોય. અલબત્ત, મનથી ભલે પાસે પણ આંખથી દૂર હોવાની હકીકત સમય ભૂલવા ન દે ! કદીક સાથ એટલે જીવનભરનો, પ્રત્યેક પળનો, એવાં સપનાં જોયા હોય ને ભરપૂર જીવ્યા પણ હોય… એથી શું ? આજે એ પાસે નથી… એય જીવનની વાસ્તવિકતા છે અને સમયની બુલંદ મહોર  છે. સ્વીકારવી જ પડે એવી સચ્ચાઈ છે.

પ્રેમમાં સણકા અને સુખ વચ્ચે એક અળવીતરો સંબંધ છે. જે પીડે એ જ સુખ પણ દે. વિરહના દર્દમાં સુખનીય એક ધીમી આંચ હોય…. એ જ તો પ્રેમની ખૂબી છે. જે દર્દ છે એ પૂરેપૂરું દર્દ નથી અને સુખનું આયુષ્ય તો હોય છે જ ટૂંકું !  હૃદય ધબકે છે કેમ કે કોઈના પ્રેમનો લય એમાં ભળ્યો છે. પાગલપણું અહીં મન પર માત્ર સવાર જ નથી થયું, શ્વાચ્છોશ્વાસમાં ભળી ગયું છે. એ દેહની સુગંધ, દિલની ખુશ્બુ, હૃદયથી હૃદયનું મિલન એવા સૂર છેડી જાય છે કે પછી વીણાના તારો ગૂંજ્યા જ કરે છે.

પ્રેમમાં પ્રતીક્ષા, એક એવો તબક્કો છે કે ઘડીઓ કલાકો જેવી લાગે ને દિવસો વર્ષો જેવા… પ્રેમીઓ દોષ સમયને જ દેશે. સમય બિચારો આમ જુઓ તો કોઇની શેહ ન રાખે પણ પ્રેમીઓ એને વગોવવામાં કદી પાછી પાની ન કરે. કારણ એમને એ બધે ઓછો જ પડે. મિલનમાં એ ઝડપથી વહી જાય ને વિરહમાં પડખેથી ખસે જ નહી ! ઘડિયાળના કાંટા કે કેલેન્ડર પ્રેમીઓને પહોંચી ન વળે. આંખમાં ચકલી જરાક સુખનો જે ઝાઝી પીડાનો માળો બાંધીને બેઠી હોય. વાસ્તવિકતાને એ વરતાવા જ ન દે.

નાયિકાને પહોંચવું છે ક્યાંક. એ દોડ્યા કરે છે… આંખ સામે એક ચહેરો છે, સપનું છે. આસપાસની ભીડથી એ એટલે જ અલીપ્ત છે. દીવાનાપનની અવસ્થાને સાચવવી નથી પડતી. અંદર જો ઉથલપાથલ થઈ ચૂકી હોય તો પછી બચે નરી મિલનની પ્રતીક્ષા. ચરણોમાં ચેતન ને વેગ એ જ પૂરા પાડે છે. ઘોર અંધારું હોય તો પણ આંખ સામે એક સૂર્ય ચમકતો રહે છે.

પ્રેમ વિશે, વિરહ અને મિલન વિશે એટલું બધુ સુંદર લખાઈ ચૂક્યું છે ! એ વિશે લખવું એ ભર્યા ઘડામાં બુંદ ભેળવવા જેવુ લાગે. સાથે સાથે એ સવાલ પણ જાગે કે મનની આવી ઉન્મત્ત અવસ્થા આજના સમયમાં ઉપયુક્ત લાગે ખરી ! સવારનું છાપું કે આસપાસનું જગત ઘડીક જબરો સંશય પ્રેરે. એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ચકાસતા રહેતા કે જરાક વાંધો પડતાં ફટ દઈને પાર્ટનર બદલી નાખતા આજના યુથને આવી બધી વાતો ક્યાંય સ્પર્શે ખરી ? ઘરનાનો વિરોધ અવગણીને ભાગીને લગ્ન કરતું યુગલ ત્રણ મહિનામાં શાંતિથી ડિવોર્સ પેપર સહીઓ કરીને નવી શોધમાં નીકળી પડે એમાં હવે નવાઈ લાગતી નથી. લોકો કહે કે જુઓને, કેવો સમય આવ્યો છે ! સમય બિચારો શાંતિથી પહેલાંય એનું કામ કરતો હતો, આજે પણ કરે છે અને કહે છે આમાં મારી કોઈ ભૂમિકા નથી. જો કે આ બધું જોયા પછીયે મન આશા તો રાખે છે, ક્યાંક હજી વરસાદના છાંટા હૈયાઓને છાકમછોળ કરતા હશે કે વિદાય પાનખરની યાદ આપી દેતી હશે. હા, હશે, બધું જ હશે… સમય કશું ખોઈ નાખતો નથી….          

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: