Posted by: readsetu | જુલાઇ 20, 2017

Kavyasetu 291 Ek taro saharo

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 18 એપ્રિલ 2017   

કાવ્યસેતુ 291  એક તારો સહારો 

રે ભરનીંગળ ભારો

ભવરણ વાટે મુજને તારો, એકલને દ્યો સહારો,

કાંધે મારે જનમજનમનો, રે ભરનીંગળ ભારો !

માથે મોહની મટકી કેરો, મણનો ભાર અપાર,

પરોઢ થાતાં ઉરવીણાના, રણકયા તારેતાર :

તોયે શેં સાંવરિયા મુજને એક, ઘડી સંભારો ?

કાંધે મારે જનમજનમનો, રે ભરનીંગળ ભારો !

આશા કેરા મિનારા મારા, તૂટ્યા વારંવાર,

ધબક ધબક ધબક્યા ધબકારા, ઝૂકી ગઈ પલવાર :

તોયે શેં સુણાયે તારો, પદરવનો ભણકારો ?

કાંધે મારે જનમજનમનો, રે ભરનીંગળ ભારો !………. એની સરૈયા

વિશ્વનો કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ એવો નહીં હોય જ્યાં ઈશ્વર નામે એક અગોચર તત્વની, પરમ તત્વમાં વિશ્વાસ ન હોય. આ દુનિયામાં કશુંક એવું છે જેનો તાગ મેળવવો અશક્ય છે. કોઈક શક્તિ એવી છે જેના પર માણસનો કંટ્રોલ નથી, એટલું જ નહીં, એ કંઈ પણ કરી શકે છે. એ શક્તિ પાસે ભલભલાને નમવું પડે છે. આ શક્તિને લોકો ઈશ્વર, અલ્લાહ, ગોડ જેવા નામોથી સંબોધે છે. એ પરમ ચેતના, ઈશ્વરીય શક્તિ પાસે કોઈનું ચાલતું નથી. અલબત્ત નાસ્તિકોની પણ દુનિયા છે, જેઓ ઈશ્વરમાં નથી માનતા. પણ આપણી આજુબાજુ અને જીવનમાં અચાનક એવું બન્યા રાખે છે કે આવી કોઈ ગૂઢ શક્તિ છે ખરી, એ વાતમાં મોટાભાગના લોકોને માનવું જ પડે છે.

મારી દૃષ્ટિએ પરમ તત્વમાં આસ્થા જગાડનાર તત્વ તરીકે મોતને સૌ પ્રથમ મૂકી શકાય. કુદરતની સામે માનવીનું કશું ચાલતું નથી એ ભાવ કે ભય આપનાર અને ચારેબાજુ એનો સતત પરચો આપનાર તત્વ તે મૃત્યુ. માનવીને જો મૃત્યુનો ભય ન હોત તો એ કશું પણ કરી શકત. સ્વર્ગ-નરક જેવી વિભાવનાઓ જન્મવાનું કારણ જ મૃત્યુ છે.   પાપ-પૂણ્યની સમજ મૃત્યુ વગર માનવીને એટલી ન સ્પર્શત. દુનિયાને જીતનાર સિકંદરને કહેવું પડ્યું હતું કે મારી અંતિમ યાત્રામાં મારા હાથ ખુલ્લા રાખજો જેથી લોકોને ખબર પડે કે દુનિયાને જીતનારો સિકંદર પણ સાવ ખાલી હાથે જઈ રહ્યો છે. દરેક યુગે સંતો, ઋષિ મુનિઓ આ જ સંદેશ દઈ જાય છે કે ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે એટલે સારા કામ કરો, પૂણ્ય કરો.

જીવનમાં એવી મુશ્કેલીઓ આવી પડે છે કે જ્યારે કોઈ સહારો હાથ ન આવે ત્યારે છેવટે ઈશ્વરને પ્રાર્થના કરવાની રહે છે કે હવે તું જ મારો સહારો છો. અલબત્ત શ્રદ્ધાળુ માનવી માટે તો ડગલે ને પગલે ઈશ્વરનો જ સાથ હોય છે. હિન્દુ ધર્મમાં જન્મ જન્મની સંકલ્પના છે. ચોર્યાશી લાખ યોનિમાંથી પસાર થયા પછી મહામૂલો માનવ જન્મ મળે છે અને એને વેડફી નાખવો જોઈએ નહીં. સારા કર્મો કરીને અંતે મોક્ષ માર્ગે પ્રયાણ થાય એવું દરેક શ્રદ્ધાળુજન ઈચ્છે છે. કર્મ પ્રમાણે આવતો જન્મ નક્કી થાય છે અને કરેલા કર્મ ભોગવવાના જ રહે છે. જનમોજનમનો ભારો ઉપાડીને માનવીએ જીવવાનું છે. સાથે સાથે મોહ-માયાના બંધનો પણ દરેક જન્મે આવીને મળે છે જે મુક્તિના રસ્તે વિઘ્નો ઊભા કરે છે. એના કારણે જ જીવનમાં દુખ, પીડા છૂટતા નથી. આમાંથી છોડાવનાર એક ઈશ્વર.  જન્મ જન્મના ફેરામાંથી મુક્તિ આપનાર ઈશ્વર જ છે. સાચા દિલની પ્રાર્થના એ જરૂર સાંભળે છે.

આપણા પ્રાચીન કવિ કેશવરામ હરિરામ ભટ્ટ કહે છે,

મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે

પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે ………

પથ્યાપથ્ય નથી સમજાતું, દુખ સદૈવ રહે ઉભરાતું

મને હશે શું થાતું, નાથ નિહાળજો રે….

અનાદિ વૈદ્ય આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે…..

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?

મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…….

કેશવ હરિ મારું શું થાશે ? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે ?

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે ……….       

    

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: