Posted by: readsetu | ડિસેમ્બર 15, 2017

મને ગમેલું પુસ્તક

મને ગમેલું પુસ્તક

માટીનો માણસ ડૉ. નિમિત્ત ઓઝા

તા. 3 ડિસેમ્બરે કવિ પરાજિત ડાભીના કાવ્યસંગ્રહ એક મિસરો તું દેના વિમોચન પ્રસંગે ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કવિસમ્મેલન યોજાયું. એમાં ભાગ લેવાનો અવસર મળ્યો અને ભેટમાં કવિ પરાજિતભાઈના કાવ્યસંગ્રહ ઉપરાંત બીજા જે પુસ્તકો મળ્યા એમાનું એક આ માટીનો માણસલેખક ડો. નિમિત્ત ઓઝા. ડો. નિમિત્તભાઈ પોતે યુરોલોજીસ્ટ છે. વળતાં બસમાં જ આ પુસ્તક વંચાઈ ગયું. ખૂબ ગમ્યું.

ડો.નિમિત્ત ઓઝાએ પોતાના મેડિકલ વ્યવસાય દરમિયાન થયેલા હૃદયસ્પર્શી અનુભવો ખૂબ સરસ રીતે સાહિત્યિક સંસ્પર્શ સાથે આલેખ્યા છે. વિભાગ એકમાં આવી વાર્તાઓ/ઘટનાઓ છે અને વિભાગ બેમાં જુદા જુદા વિષયો પર નાના નાના પણ કાવ્યાત્મક નિબંધો છે.

આમ તો ઘણા વાક્યો, પેરેગ્રાફ ગમ્યા. એમાંથી કેટલાક ઉદાહરણો.

કેટલાક સપનાઓ જોતી વખતે આપણને ખ્યાલ પણ નથી હોતો કે જ્યારે એ સપનાઓનું બિલ આવશે ત્યારે એ રકમ EMIથી ચૂકવવી પડશે. સપનાઓ જોવા પર પણ ટેક્સ લાગતો હોય એવી તો કલ્પના પણ કોને હોય ! મકાન કે દુકાન ખરીદ્યા હોય તો એને વેચી પણ શકાય, સપનાઓ કોને વેચવા ? કેટલાક સપનાઓ આંખોને પાયમાલ કરી નાખે છે. સપનાઓ દાદાગીરી કરે ત્યારે તેમને સ્તબ્ધ બનીને જોવા સિવાય આંખો પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી હોતો.” (P.19)

મમ્મીના વ્હાલની ઇસ્ત્રી કરીને, પપ્પાની શિસ્ત જેવો કડક યુનિફોર્મ પહેરીને, પોતાના ચોટલામાં આખી સવાર પરોવીને દીકરી નિશાળે જાય છે.” (P.96)

દીકરીના યુનિફોર્મ ઉપર સેફ્ટી પીન ભરાવી મમ્મી ટિંગાડે વ્હાલ. નિશાળે આંખોમાં આંસુઓ લૂછવા માટે મમ્મી થઈ જાય રૂમાલ..” (P.97)

ઘણા નિબંધોમાં લેખકની પોતાની શાળા, બાળપણ અને શાળાજીવનના અનુભવો અંગેની રોમાંચક રજૂઆત છે. દીકરી અને એના માબાપ સાથેના સંબંધો પણ ઘણા નિબંધોનો વિષય છે. વાંચવા ગમે જ એવી સરસ રીતે એની રજૂઆત છે.

આ પુસ્તક માટે સમગ્રપણે એમ કહી શકાય કે સત્ય ઘટનાઓ/પ્રસંગોનું આલેખન એક સજ્જ સાહિત્યકારની કલમેથી નીપજયું છે. ભાવકને પોતાની સાથે વહાવી જતી પ્રવાહી શૈલી અને ભરપૂર કાવ્યાત્મકતા આ પુસ્તકનું જબરું જમાપાસું છે.

એક વાત ખરી કે જ્યાં સરસ મજાનાં ગુજરાતી પર્યાયો ઉપલબ્ધ છે ત્યાં અંગ્રેજી શબ્દો ટાળ્યા હોત તો વધુ સારું થાત. અને જ્યાં જરૂરી છે દા.ત. મેડિકલકે ગર્લ ફ્રેન્ડજેવા અનેક શબ્દો અંગ્રેજી લિપિમાં ખૂંચે છે. ભલે એ અંગ્રેજી રહ્યા પણ ગુજરાતીમાં લખી જ શકાય.

લતા હિરાણી

 


Responses

 1. આવાં પુસ્તકો વાંચવા બહુ ગમે. પણ અહીં શી રીતે મેળવવા?
  આવા જ એક ડોક્ટરના અનુભવો વાંચવા મળેલા .

  મનેખ નાનું, મન મોટું’ ( સ્વાનુભવની સત્યકથાઓ)

  https://sureshbjani.wordpress.com/2015/05/12/praful_shah/

  • એ વાત સાચી પણ હું કઈક પ્રયત્ન કરું..

   લતા હિરાણી
   લેખક, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
   કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
   કુલ પ્રકાશનો – 15
   રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
   પુરસ્કૃત પુસ્તકો
   1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
   4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
   8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
   સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
   સીડી)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: