Posted by: readsetu | ફેબ્રુવારી 6, 2018

ટેરવે ઊગ્યું આકાશ

ટેરવે ઊગ્યું આકાશ પુસ્તકની વિગતે વાત.

તા. 1લી ફેબ્રુઆરીની સાંજે અમદાવાદના આત્મા હોલમાં કવયિત્રીઓના કાવ્યોનું સંપાદિત પુસ્તક – ટેરવે ઊગ્યું આકાશ’નું જાણીતા સાહિત્યકાર ડો. વર્ષા દાસના હસ્તે લોકાર્પણ થયું. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં 15મી સદીથી 20 મી સદી સુધીની કુલ 261 કવયિત્રીઓના 350થી વધુ કાવ્યો 430 પૃષ્ઠોમાં સમાવવામાં આવ્યા છે.

આ પ્રોજેકટ  2015માં ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાના કાર્યકાળમાં શરૂ થયો હતો. ખૂબ આનંદની વાત છે કે જેવી મેં આ પ્રોજેક્ટની વાત મૂકી, એમણે તરત વધાવી લીધી. એ પછી અમે એક સમિતિની રચના કરી અને આ કામ શરૂ કર્યું. શબ્દસૃષ્ટિમાં અને બીજા અનેક માધ્યમો દ્વારા આ પ્રોજેક્ટની જાહેરાત કરી. ચારેબાજુથી જાણે કવિતાઓનો વરસાદ થયો. ગુજરાતીમાં લખતી અને દુનિયાભરમાં વસતી કવયિત્રીઓની લગભગ 2000  જેટલી કવિતાઓ અમને મળી. એમાંથી ચાળીને ચયન કરવું એ ખૂબ મહેનત માંગી લે એવું કામ હતું. આખરે લગભગ 350 જેટલી કવિતાઓ પસંદ થઈ.

એનું મુખપૃષ્ઠ બનાવવાનું કામ મેં કવયિત્રી અને ચિત્રકાર શ્રી શ્રદ્ધા રાવળને સોંપ્યું. મારી કલ્પના અને એની પીંછી આખરે રંગ લાવી અને મારા સ્વપ્ન મુજબનું ટાઇટલ શ્રી શ્રદ્ધા રાવલે તૈયાર કરી આપ્યું. આ અગાઉ શ્રી શ્રદ્ધા રાવલ પણ આવું જ એક સરસ મજાનું સંપાદન ‘સ્વને શોધું શબ્દોમાં’  કરી ચૂક્યા છે.  લગભગ બે વર્ષના અંતે પુષ્કળ જહેમત પછી આખરે આ પુસ્તક આકાર પામ્યું, છપાયું.

 

ગુજરાત સાહિત્ય અકાદમીના હાલના ચેરમેન પદ્મશ્રી ડો. વિષ્ણુભાઈ પંડયાએ રસ લઈ આ પુસ્તકને લોકો સુધી પહોંચાડવામાં ઉમંગ દાખવ્યો. ડો. વિષ્ણુ પંડયાના અધ્યક્ષસ્થાને અને લેખિકા ડો. વર્ષા દાસના હસ્તે આ પુસ્તક  લોકાર્પિત થયું. શ્રી અજયસિંહ ચૌહાણે આ કાર્યક્રમને સફળ બનાવવા ઘણી મહેનત કરી.

કવયિત્રીઓના અને શ્રોતાઓના ઉમંગ અને ઉત્સાહ વચ્ચે આ કાર્યક્રમમાં પચીસ કવયિત્રીઓએ કાવ્યપાઠ કરીને કાર્યક્રમને એક અભૂતપૂર્વ અવસર બનાવી દીધો. એક કાર્યક્રમમાં એક મંચ પરથી આટલી કવયિત્રીઓ કાવ્યપાઠ કરે એ પણ એક રેકોર્ડબ્રેક ઘટના હશે. એકે એક કવયિત્રી શ્રોતાઓની દાદ મેળવી ગઈ અને છેલ્લે સુધી હોલમાંથી કોઈ હલ્યું નહીં એની નોંધ લેવી જ પડે. રાત્રીભોજન પછી સૌ રંગેચંગે વિદાય થયા.

આ સંપાદન માટે સંપાદન સમિતિના સભ્યો કવયિત્રી મીનાક્ષી ચંદારાણા, યામિની વ્યાસ અને લક્ષ્મી ડોબરિયાના સહકારનો ખૂબ આનંદ છે. સૌ કવયિત્રીઓને તો દિલથી વંદન.  આટલી બધી બહેનો ગુજરાતીમાં આટલું સરસ લખે છે એ ગૌરવપૂર્ણ બાબત છે.

કાર્યક્રમના એક દિવસ અગાઉ અને કાર્યક્રમ પત્યા પછીના દિવસે સરસ ફોટા સાથે દૈનિક દિવ્ય ભાસ્કરે આ પુસ્તક લોકાર્પણને વધાવ્યું એનો વિશેષ આનંદ છે. આ માટે દૈનિક નવગુજરાત સમયના પણ અમે આભારી છીએ. ગુજરાત સાહિત્ય અકાદમીનું આ પ્રકાશન આપ સૌને ગમશે જ. પુસ્તક જોયા પછી પ્રતિભાવ આપશો તો ખૂબ ગમશે.

આ કાર્યક્રમના ઘણાબધા ફોટાઓ ફેસબુક પર મુકાયા છે. રસ લઈને જોશો તો ગમશે.


Responses

 1. Great ! Congratulation with appreciation. Looking forward to read all the poems

  • તારી કવિતાનો ફોટો આજે મોકલું છુ…

   2018-02-06 11:46 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >

 2. તમે આ મહાન કામની કલ્પના કરી અને પાર પાડ્યું , એની આજે જ ખબર પડી. તમારાં સર્જન જેટલું જ આ ઉમદા કામ થયું.

  હાર્દિક અભિનંદન.

  • બસ આવું કામ કરવાની ઈચ્છા થઈ અને થયું. ઈચ્છા ફળી.. જેમ તમે કરો છો એમ જ..

   લતા હિરાણી
   સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
   કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
   કુલ પ્રકાશનો – 15
   રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
   પુરસ્કૃત પુસ્તકો
   1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
   4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
   8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
   સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
   સીડી)


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: