Posted by: readsetu | ફેબ્રુવારી 6, 2018

વાંચનમાંથી

મને ગમેલું

ધ્યાન હૃદયના ધબકારા ઓછા કરે છે. BP ઘટાડે છે. પ્રાણવાયુનો ઉપયોગ ઘટાડે છે. તણાવ ઉત્પન્ન કરતાં અંત:સ્રાવો અને લોહીના ક્ષાર ઘટાડે છે. પ્રતિકારશક્તિ વધારે છે. આ તો ઉપરછલ્લા ફાયદા છે. એની મહત્વની અસર ચેતના પર થાય છે. ધ્યાન દરમિયાન મન જાણે કૂદકો લગાવી કોઈ જુદા જ સ્તર પર પહોંચી જાય છે જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય છે. પછી કામ કરતી વખતે મન વધુ સ્પષ્ટ હોય છે તેમ જ આંતરિક પરિપૂર્ણતાનો અનુભવ થાય છે.

ધ્યાનમાં ખ્યાલ આવે છે કે મનની શક્તિ શરીર પર અસર કરે છે છતાં મોટાભાગના લોકો આ બાબત પ્રત્યે ઉદાસીન હોય છે. જો આ વાત તમારા ગળે ઉતરી જાય કે ચેતના દ્વારા દર્દ મટાડી શકાય તો તમે ચેતનાને વધુ સુસંગત બનાવવાનો પ્રયત્ન કરશો. એકવાર આ વાત સમજાઈ જાય તો તમને ખાતરી થશે કે ધ્યાન જેવી સીધીસાદી બાબત પણ જીવનમાં ગુણાત્મક ફેરફાર લાવી શકે છે. મન અને શરીર સ્વસ્થ હશે તો ધ્યાનની અસર વધુ થશે એટલે યોગ એ ધ્યાન માટેની પૂર્વતૈયારી છે. યોગની કેટલીક કસરતો ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સ્થિર બેસવામાં મદદ કરે છે.

– ડો. મણિ ભૌમિક (આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક)

Advertisements

Responses

  1. એની મહત્વની અસર ચેતના પર થાય છે. ધ્યાન દરમિયાન મન જાણે કૂદકો લગાવી કોઈ જુદા જ સ્તર પર પહોંચી જાય છે

    એ અનુભૂતિ એક વખત થાય પછી જીવનનો રંગ જ બદલાઈ જતો હોય છે.

    • તમને ગમ્યું એ ગમ્યું..

      લતા હિરાણી
      સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
      કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
      કુલ પ્રકાશનો – 15
      રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
      પુરસ્કૃત પુસ્તકો
      1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
      4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
      8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
      સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
      સીડી)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: