Posted by: readsetu | ફેબ્રુવારી 28, 2018

KS 8

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 નવેમ્બર 2011

કાવ્ય સેતુ 8   લતા હિરાણી

એક છોકરીના હાથથી રૂમાલ પડે,

એ લેવા આખુંય ગામ વળે નીચે

જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીંચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,

એ બાબત પર ઠેર ઠેર ગરમી

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર

અને નાસ્તિકો થઇ ગયા ધરમી

કારણ કે મંદિરે જાય છોકરી

તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને,

તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો.

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે,

કે જરા મોઢાઓ માંજો ને શોભો

કારણ કે ફળિયાના હિંચકે આ છોકરી,

એકલી બેસીને રોજ હીંચે……… રમેશ પારેખ

આજની તારીખ યુનિક છે અને એટલે કવિતાના એકમેવ અદ્વિતિય એવા કવિ રમેશ પારેખને આજનું કાવ્યસેતુ અર્પણ !! ર.પા.થી જાણીતા આ કવિ માટે શ્રી મોરારિબાપુ કહે છે : આ કવિ કંઈક ભાળી ગયેલો છે તો કવિ ડૉ.વિવેક ટેલર કહે છે, દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. અવ્વલ દરજ્જાના અફલાતુન કાવ્યસંગ્રહો આપનાર અમરેલીના વતની આ કવિના શબ્દદેહે જે અમરતા પ્રાપ્ત કરી છે એ બહુ ઓછા કવિઓને પ્રાપ્ય છે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર કવિ મેશ પારેખ એટલે છ અક્ષરનું નામ’. 

ર.પા.ની આ મદમસ્ત કવિતા જેને ન સમજાય એની સમજણમાં પડી ગયો ગોબો અને વાંચ્યા પછી જેનું મન ખીલે નહીં એની જવાનીમાં પડી ગયો ઘોબો !!  

કારણ કે મંદિરે જાય છોકરી, તો લોક શું કરવા ટળવળે બગીચે ? કવિએ માત્ર આટલું જ લખ્યું હોત તો યે એક ગજબનાક ગીત રચાયું હોત.. બગીચાઓ સુમસામ કરે અને મંદિરે મેળા ધમધમે, એવું જાદુ તો ઉઘડતા જોબનથી છલકાતી છેલછબીલી છોકરી જ કરી શકે !! છોકરીનો જાદુ જુવાન પર જ નહીં, બુડ્ઢાઓનેય ચલિત કરી દે છે. છોકરીની ગંધ ગામની ગલીઓમાં એવી તો મઘમઘે છે કે અરીસાઓ છોકરાંઓને મોઢાંઓ માંજવાનો પડકાર ફેંકે છે !! ફળિયાના હીંચકે હીંચકતી એકલી છોકરી માટે આખા ગામની જુવાની હવે ટોળે વળવાની છે..

ર.પા.નું આ ગીત હોઠે જ નહીં, હૈયે ચડીને ભાન ભૂલાવે એવું છે. ભાવ અને લયનો પ્રવાહ ગીતના બેય કાંઠે છલકાય છે.  રજૂઆત રોમાન્સની છે, છોકરી પાછળ છાકટી થતી જુવાનીની છે ને વાંચનારનેય ચાર ચાસણી ચગાવે એવી બળુકી છે…. આ ગીતમાં કલ્પનાની જબરાઇ, ભાવકને ઉછાળા મારતા પ્રવાહમાં તાણતી જાય છે ને શબ્દોનો ઇશ્કી ઠાઠ રુંવાડાને રણઝણાવે છે. આખાય ગીતની એકએક પંક્તિ, હાથમાંથી કોકનું નામ ભરેલા રૂમાલને સરકાવી, ગામને ગાંડુ કરતી ઓલી જુવાનડી જેટલી જ જબરદસ્ત છે !!

છોકરી આ ત્રણ અક્ષરના શબ્દનું દુનિયાને ઘેલું છે. આખાય સંસારની માયાજાળ આમાં સમાઇ જાય છે. ભલભલા મહારથીઓને મહાત કરતો આ શબ્દ, સમગ્ર કલાવિશ્વ અને ખાસ તો કાવ્યવિશ્વ પર રાજ કરે છે એમ કહેવું જરાય ખોટું નથી !! છ અક્ષરનું નામ ધરાવતા ર.પા.એ આ ત્રણ અક્ષરની કમાલને પોતાની કાવ્યધારામાં ધોધમાર વરસાવી છે.

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: