Posted by: readsetu | માર્ચ 20, 2018

KS 323

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 માર્ચ 2018

કાવ્યસેતુ  323    લતા હિરાણી  (મૂળ લેખ)

મારે કેટલું બધું રડવુંતું
પણમારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવુંતું
પણ
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયોતો
મારે કેટલું બધું બોલવુંતું,
પણપેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધોતો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવુંતું
પણપગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધોતો :
તેથી જ
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું……. ઇન્દિરા સંત (મરાઠી)  અનુ. સુરેશ દલાલ

આ પ્રેમની વાત છે. એક સ્ત્રીના પ્રેમની વાત. શરૂઆતની પંક્તિઓ વાંચતાં એમ જ લાગે કે આમાં શું કાવ્ય છે ? અલબત્ત ઘણીવાર સરળ શબ્દો હૃદયસોંસરવા ઉતરી જતાં હોય છે અને સરળ શબ્દોમાં મોટો ગૂઢાર્થ પણ સમાયેલો હોય છે. મીરાંબાઈ કે સતી તોરલના ભજનો એમ જ લોકહૈયે નથી વસ્યા ! નરસિંહ મહેતા હોય કે ગુરુ નાનક ! આવા તો અનેક નામો લઈ શકાય. આ સંતો કદી કલમ લઈને લખવા બેઠા નથી તોય એમના ભજનો ઘેર ઘેર ગુંજે છે અને એ સરળ શબ્દોનો કમાલ છે ! ભલે આડવાત છે પણ આ લખતાં લખતાં કવિ હરદ્વાર ગોસ્વામી યાદ આવે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું ?’ હોય છે, સાહિત્યમાં ઘણા વિદ્વાનો સાદી વાતને એટલી ગૂંચવાડાભરી બનાવી દેતા હોય છે ! એમને એમાં જ પોતાનું મહત્વ લાગતું હોય છે…

હા, તો અહીંયા એક કૃષ્ણવિરહી ગોપીની વ્યથા છે. સાહિત્યમાં માત્ર અને માત્ર રાધા ચિતરાઈ છે પરંતુ ગોકુળની અસંખ્ય ગોપીઓને કૃષ્ણનું એટલું જ ઘેલું હતું. ઊંડા પ્રેમના લક્ષણો બધે સરખા જ જોવા મળે. ખૂબ હસવું હોય, ગળે વળગીને રડવું હોય, કેટલુંય કહેવું હોય, સાંભળવું હોય, મનમાં ઉત્સાહની એવી પાંખો ફૂટે કે પંખીની જેમ ઉડવું હોય ! પણ મન ભરીને રડી શકાતું નથી, યમુના સાથ આપતી નથી. હસવું છે પણ ખુશી વ્યક્ત નથી થઈ શકતી,  રાધાને વશ થયેલો કંકર એના પોતાના ગળામાં નડે છે ! મોરલીનો સૂર એટલો મન પર છવાઈ જાય છે કે એ વાચા હરી લે છે ! ઊડવામાં બાધક બને છે પોતાના જ પગની સોનાની સાંકળીઓ ! અહીં પ્રતીકાત્મક રીતે વાત થઈ છે. સરસ કવિકર્મ  છે. સોનાની સાંકળી ગોપીને નથી બાંધતી, એના પડછાયાને બાંધે છે. શરીરની અવસ્થા તો જેમની તેમ છે પણ મન રોકાયેલું છે. મન બંધાયેલું છે એટલે પાંખ મળવા છતાં ઉડાતું નથી. સમાજના બંધનો એને રોકે છે. આ વ્યથા કોને જઈને કહેવી ?

હવે યમુનામાં ડૂબકી મારવાનું બાકી રહ્યું છે જેથી કૃષ્ણ એને ગેડીદડાની જેમ બહાર કાઢે પણ કાળીનાગ ત્યાંયે ભાગ પડાવવા બેઠો છે. કૃષ્ણ એને સુવાંગ મળતો જ નથી. કદાચ કવયિત્રી માને છે અને અહીં પણ એને એ જ વ્યક્ત કરવું છે કે જીવન આખું આ પીડા એ જ તપ છે, સાધના છે. રોજબરોજના આ દુખો તેની કસોટી છે. એ સહેવાના છે અને એમાથી જરાપણ નાસીપાસ નથી થવાનું, હિંમત નથી હારવાની. આ વિરહની આગમાં બળીને જીવ સોનું થશે અને એને એ અંતિમ દશા, જેને માટે જીવ તલપાપડ હોય છે, એ પ્રાપ્ત થશે. 

કૃષ્ણભક્તિ એટલે પ્રેમલક્ષણા ભક્તિ. પ્રેમીજનને કૃષ્ણ જેટલા બીજા કોઈ દેવ હૈયે વસ્યા નથી. એ જ કારણ છે કે પ્રેમની, વિરહની, પીડાની કવિતાઓ કૃષ્ણના નામે ખૂબ લખાઈ છે. જે સંતો થઈ ગયા એમને બાદ કરીએ તો આજ સુધી લખાયેલી કૃષ્ણપ્રેમની કવિતાઓમાં ખરેખર ક્રુષ્ણ માટે કેટલી છે અને કેટલી અંગત છે એ તારવવું એક સંશોધન બની જાય પણ પ્રેમમાં પડનારી અને ડૂબનારી દરેક વ્યક્તિ પોતે ગોપીભાવ અનુભવે તો એ સ્વીકાર્ય છે અને સાર્વત્રિક પણ.   

 

 

 

Advertisements

Responses

 1. KHUB SUNDAR

  • Thank u Narenbhai.

   લતા હિરાણી
   સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
   કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
   કુલ પ્રકાશનો – 15
   રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
   પુરસ્કૃત પુસ્તકો
   1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
   4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
   8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
   સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
   સીડી)

   On Tue, 20 Mar 2018, 1:29 pm સેતુ ~ લતા જ. હિરાણી, wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: