Posted by: readsetu | એપ્રિલ 17, 2018

KS 327

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 17 એપ્રિલ 2018   

કાવ્યસેતુ  327   લતા હિરાણી   (મૂળ લેખ)

આંખે આંજુ સાજનને

હું    હરખપદુડી    છોરી ….!

હું    ઝાલું  રેશમ – દોરી ….!

                      હું  આંખે  આંજુ  તમને ….

                      હું   શું  પૂછું   સાજનને ….?

હું   પરથમથી   કટ્ટકોરી  !

હું    હરખપદુડી    છોરી  !

                         તડકેથી    સંચરવું  ;

                        આંખોમાં  જળ ભરવું …

હું    ગુલમહોરોમાં મ્હોરી   !

હું    હરખપદુડી    છોરી ….!

                    આ શ્વાસ  કિંયા પાથરવા ?

                      અશ્રુઓ  ક્યાં  ધરવા  ?

હું   હરખુડી   નસ – ધોરી !

હું    હરખપદુડી     છોરી  !!    —- દીપક ત્રિવેદી

જુવાન છોરીના મનોભાવો વર્ણવતા કેટલાય કાવ્યો યાદ આવે. ખાસ તો રમેશ પારેખનું, એક છોકરીના હાથથી રૂમાલ પડે /  લેવા આખુંય ગામ વળે નીચે…’ જુવાન છોરી ખુદ એવો રસબસતો વિષય છે કે દુનિયા આખીને પોતાના પાશમાં લે ! ત્યારે કવિ તો એમાં પહેલો હોય, સ્વાભાવિક છે !

છોરીની આંખોમાં પ્રીત્યુના ગીત દરિયાના મોજાની જેમ ઉછાળા લે છે ને સામે જોનારને તાણી જાય છે. હિલોળા લેતા યૌવન સામે દુનિયાનું ડહાપણ, મુનિઓનું તપ કે ચિંતકોનું ચિંતન પાણી ભરે ! કેટલીય મેનકાઓ, ઉર્વશીઓએ કેટલા ઋષિ-મુનિઓને પણ ચળાવી નાખ્યા છે ! આંખનો એક ઉલાળો અને દેહની એક અદભૂત ભંગિમાએ મુનિઓના સેંકડો વર્ષોના તપ પર પાણી ફેરવી દીધું હતું ! જુદી રીતે, આજે પણ એવું થયા જ કરે છે ને થતું જ રહેશે એમાં કોઈ શંકા ખરી ? ક્યારેક એમ થાય કે દુનિયામાં ફાટફાટ થતી યુવાની ને એનો નશો હોત તો વિશ્વ કેટલું નીરસ બની જાત !

આંખોમાં સપનાં અંજાતા હોય છે. મુગ્ધ વયમાં એ પ્રેમના, પ્રિયતમના હોય ! એ મળી જાય પછી સમૃદ્ધિ કે સત્તાના હોય. યશ, માનનાં હોય. મૂળે આંખોનું કામ જ સપનાં જોવાનું. ફિલસૂફો ભલે કહ્યા કરે કે ભૂતકાળને ભૂંસી નાખો, ભવિષ્યકાળ વિષે વિચારો જ નહીં, માત્ર ને માત્ર વર્તમાનમાં જીવો. એ એમનું કામ છે, કહેવા દો. માણસ સપનાં જોતો બંધ થઈ જશે ત્યારે એનો વિકાસ અટકી જશે એય સાચું છે અને આ ફિલસૂફો પોતે પણ કહે છે એવું કરી ન શકતા હોય એવું બને. જવા દો, આ જુદી વાત થઈ. આપણે વાત કરતા હતા એક છોકરીની આંખે અંજાયેલા સાજનના સપનાંની.

અહીં છોરી છે અને વળી હરખપદૂડી છે ! આ હરખપદૂડી શબ્દ પોઝીટીવ ને નેગેટીવ બંને અસરો ધરાવે છે. જ્યારે મા કહે, “શાંતિ રાખ, બૌ હરખપદૂડી નો થા !” ત્યારે એ નેગેટીવ કે પ્રતિબંધક બની જાય છે. જુવાન દીકરીનું છલકાતું હૈયું માને ઉપાધિ કરાવે એ સ્વાભાવિક છે. અહીં એ માત્ર ને માત્ર પોઝીટીવ અર્થમાં વપરાયો છે. છોકરી પોતે પોતાની જાતને ઓળખાવે છે, ‘હરખપદૂડી’ વિશેષણથી. મુગ્ધાવસ્થાનું આ પ્રતીક છે. આમ છલકાતી ને ગુલમહોરોમાં મહોરતી ન  હોય એને જુવાન છોરી કેમ કહેવી એ પ્રશ્ન જાગે ! 

આખાય ગીતમાં સૌરાષ્ટ્રની લોકબોલીના ઘણાબધા શબ્દો પ્રયોજાયા છે, હરખપદૂડી’, હરખુડી’, ખાસ તો શબ્દ! જુઓ, તડકેથી સંચરવું, આંખોમાં જળ ભરવું…..’. પછી શ્વાસ કિંયા પાથરવા ? અશ્રુઓ ક્યાં ધરવા ?’ આ પંક્તિમાં અશ્રુઓ ને બદલે  આંસુડાં ક્યાં ધરવા ?’ એમ હોત તો વધારે જામત એવું નથી લાગતું ? અશ્રુ શબ્દ ગીતમાં જરા વધારે સંસ્કૃત લાગે છે…      

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: