Posted by: readsetu | મે 1, 2018

KS 329

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 મે 2018

કાવ્યસેતુ 329  લતા હિરાણી   (મૂળ લેખ)

જય જય ગરવી ગુજરાત

પહેલી મે ‘ગુજરાત દિન’ અને ‘કાવ્યસેતુ’નો મંગળવાર એ સુભગ સમન્વય આજે થયો છે. આ દિને પ્રખર સુધારાવાદી અને નીડર કવિ નર્મદનું આ જોશવંતુ ગીત યાદ ન આવે એને ગુજરાતી કેમ કહેવો ? 

જય, જય, ગરવી ગુજરાત! દીપે અરુણું પ્રભાત
જય, જય, ગરવી ગુજરાત!

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત.
ઊંચી તુજ સુંદર જાત જય, જય, ગરવી ગુજરાત !

ગુજરાતની ભૌતિક વૈચારિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ અનન્ય છે. અશોકના શિલાલેખ, અડાલજની વાવ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરાં, અમદાવાદની પોળો, મોઢેરાનું સૂર્યમંદિર, રાણકીવાવ જેવા સ્થાપત્યો દેશપરદેશના લોકોને આકર્ષે છે. વલસાડી હાફૂસ ને જૂનાગઢની કેસરનો સ્વાદ આવતા જન્મેય ભૂલાય એવો નથી. સુદર્શન ચક્રધારી કૃષ્ણની વાંસળી અહીં વાગી ને ગોપીઓના ગાન અહીં જન્મ્યા. નરસિંહનાં પ્રભાતિયા, ગંગાસતી, સતી તોરલ, દાસી જીવણના ભજનો આજે પણ લોકજીભે ને લોકહૈયે વસે છે. ગુજરાતનાં ગાંધી વિશ્વપુરુષ થઈ ગયા. આ ઉપરાંત ગુજરાતે કેટલા રાષ્ટ્રપુરુષો દેશને ચરણે ચર્યા ! ગાંધી, સરદાર, ઇંદુલાલ યાજ્ઞિક અને અનેક….. આજે નરેન્દ્ર મોદી દ્વારા ભારતનો અવાજ દુનિયા આખી સાંભળે છે.

કવિ અરદેશર ખબરદારનું આ ખમીરવંતુ ગીત સદાય વાંચવું ખૂબ ગમે ! 

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર ! એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર 

કવિ ખબરદાર ગુજરાતનાં ગુણ ગાતા ગાય છે !

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

ગોંડલના સર ભગવતસિંહનું ભગવદ ગોમંડળ આપણી ધરોહર છે. મેઘાણી, મુન્શી, ગોવર્ધનરામ ને  ગિજુભાઈ જેવા અનેક દૃષ્ટાઓ ગુજરાતમાં પાક્યા છે.  સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ સોલંકી કે સયાજીરાવ ગાયકવાડ જેવા અનેક યશસ્વી રાજાઓએ આપણા ઈતિહાસને ગૌરવવંતો બનાવ્યો છે. આજે રણજી ટ્રોફી જેમના નામે છે એવા જામનગરના રાજા સર રણજીતસિંહ ભારતનું ગૌરવ છે. ભારતનું સિને જગત કલ્યાણજી આણંદજી કે પરેશ રાવલના ઉલ્લેખ વગર અધૂરું છે. ગીરના સિંહની ડણક વિશ્વપ્રસિદ્ધ છે તો વેપારી ગુજરાતી પ્રજાએ જ નાનજી કાલિદાસ મહેતા, ધીરુભાઈ અંબાણી, અઝીઝ પ્રેમજી કે ગૌતમ અદાણી જેવા ધુરંધર ઉદ્યોગપતિઓ આપ્યા છે. ગુજરાતની અસ્મિતાની આ યાદી આખું પુસ્તક રચી શકે એટલી સમૃદ્ધ છે પણ પાટણના પટોળાંથી આપણે અહીં આટોપીએ. થોડીક બીજી ગુજરાતને બિરદાવતી કવિતાઓને જરા યાદ કરી લઈએ !   

કવિ શૂન્ય પાલનપુરી લખે છે,

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની, સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની.

શૂન્યમારી જિંદગીને તો  લેખું ધન્ય હું, મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા ગુજરાતની.

કવિ ઉમાશંકર જોશી ગાય છે,

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં, વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી .

નવ નવ દિવસો સુધી ગરબે ઘુમતી ગુજરાતી પ્રજાની ભાતીગળ ને ઉત્સવપ્રિય સંસ્કૃતિ વ્યક્ત કરતું ગીત આ દિવસે કેમ ભૂલાય મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો”

2008માં ગૌરવવંતા ગુજરાતનાં પૂરા છવ્વીસ ગૌરવશાળી કલાકારો એકસાથે અડાલજની વાવ પર  મનીષ ભટ્ટના આલ્બમનું ગીત ગાય એવી ઘટના ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાય….   

હારી સરહદ ને હાર્યા સીમાડા પણ હાર્યું ના કોઇદી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: