Posted by: readsetu | મે 8, 2018

KS 330

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 મે 2018

કાવ્યસેતુ 330  લતા હિરાણી  (મૂળ લેખ)  

ધ્યાન એક સાધના

ખૂલી  આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,

ડૂબકી મારી  દૂર જઈ પાછો  ફરતો મરજીવો.

એક ક્ષણે  અણધાર્યો અતિથ બનીને આવ્યો,

મારે કાજે અકળ અનાદિ એવો પરિચય લાવ્યો.

ઑમ મધુરાં  ગાણાંમાં એનો યે  સૂર  પુરાયો,
મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો.

ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,
પાછી પાની પગથી  મૂકી  ક્ષિતિજમાં  ખોવાયો.

કાગા નીંદરમાંથી  જાગીરૂંવે   રૂંવે  ચમકારો,

તેજોર્મિનો પુનિત પરોણો પલકઝલક ઝબકારો.સરયૂ પરીખ

ભક્તિભાવથી  ભીંજાયેલા અનેક પદો મીરાં, ગંગાસતી, તોરલ જેવી સંત કવિઓના મળી આવે છે. એની કક્ષાય જુદી છે. સાદા શબ્દોમાં ભાવસાગરનું અપ્રતિમ ઊંડાણ અને ચેતનાવસ્થાની પરમ ઊંચાઈ એમાં પામી શકાય છે. વર્તમાન સ્ત્રી કવયિત્રીઓમાં પણ ભજન, હરિકાવ્યો જરૂર મળે છે પરંતુ આધ્યાત્મિક અનુભૂતિને વર્ણવતા કાવ્યો કદાચ જૂજ છે અથવા મારા ધ્યાનમાં આવ્યા નથી. સરયૂ પરીખનું કાવ્ય એમાં ગણી શકાય.

ધ્યાન કે મેડીટેશન શબ્દ હવે ઘણો પ્રચલિત બન્યો છે. યોગનો પ્રચાર પ્રસાર એમાં કારણભૂત છે. યુ ટ્યુબ પર પણ ધ્યાન કરવાની પદ્ધતિઓના વિડીયો થોકબંધ મળે આનું પ્રમાણ છે. આનો અર્થ કે યુવાપેઢી પણ આપણા પ્રાચીન વારસા તરફ આકર્ષાઈ છે. સામાન્ય પ્રજા યોગ અને ધ્યાનનું મહત્વ સમજતી થઈ છે એક સારી નિશાની છેધ્યાનમાં બેસવું એક વાત છે અને અવસ્થાને ક્ષણ માટે પણ પ્રાપ્ત કરવી, એની અનુભૂતિ થવી બહુ વિરલ બાબત છે.

ધ્યાનમાં એક ઝબકારાની જેમ જ્યોતનું દર્શન થાય જે પરમ ચૈતન્ય સાથે માનવીની ચેતનાને સાંકળે અને એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થાય એવું અવસ્થાને મેળવી ચૂકેલા સંતો કહી ગયા છે/લખી ગયા છે. સ્વામી પરમહંસ કહે છે કે સર્જક શબ્દ છે. શરીરની શિસ્ત, માનસિક સંયમ અને પર ધ્યાન કેન્દ્રિત કરવું તેને ક્રિયાયોગ કહેવામાં આવે છે.” પતંજલિ કહે છે કેઈશ્વર એટલે ધ્યાનમાં સંભળાતા નો ખરેખરો વિશ્વધ્વનિ

કાવ્યમાં ધ્યાનમાં થતી અનુભૂતિને વ્યાખ્યાયિત કરવાનો સફળ પ્રયાસ થયો છે. બંધ આંખ સામે એક જ્યોતનું દર્શન થાય અને જાણે મહાસાગરનું મોતી લઈને મરજીવો પાછો આવ્યો હોય, આત્માને એવો અનુભવ થાય એવું એક પળનું ધ્યાન પણ સાર્થક છે. મનમાં ૐકારનું રટણ બીજી રાજસીક કે તામસી બાબતોને શક્ય એટલી દૂર રાખવામાં  સહાય કરે છે. આંખ બંધ હોય પણ નજર સામે સતત દુન્યવી બાબતો દૃશ્યમાન થયા કરતી હોય તો એનો કોઈ અર્થ નથી. ધ્યાનમાં બંધ આંખે ભ્રૂકુટિ પર રહેલા ત્રીજા નેત્ર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને વિચારોને વિરામ આપવાનો હોય જે જે અત્યંત અઘરું છે. વિચારોના ઘોડાપૂરથી થાકી અનેક લોકો ‘આમ બેસવા કરતાં કશુંક કામ કરવું સારું’ એમ વિચારી પ્રયત્ન છોડી દે છે. પણ ભલે વિચારો આવતા રહે, એને થોડીક ક્ષણો માટેય રોકવા એ અત્યંત દુષ્કર અને વર્ષોની સાધના માગી લેતું કામ છે પણ એકાદ કલાક સુધી શાંત, સ્થિર બેસી શકાય તોય એ મોટી ઉપલબ્ધિ છે, એનાથી મન થોડું શાંત જરૂર થાય છે અને ધીમે ધીમે આ માર્ગે આગળ વધી શકાય છે.     

 

    

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: