Posted by: readsetu | મે 11, 2018

KS 26

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 માર્ચ 2012

કાવ્યસેતુ 26  લતા જ. હિરાણી  

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કે ચારણ કન્યા જેવા શુરવીરતાથી છલકાતા કસુંબલ ગીતો લખનાર રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની કવિતા વિશે લખવા માટે આ સ્થળ સાવ નાનું પડે પણ આ 9મી માર્ચે આવતી એમની પુણ્યતિથિ નિમિત્તે આ કૉલમ દ્વારા આવા ગૌરવવંતા કવિની ગજબનાક કલમને આપણે સૌ વંદીએ

1928માં ગીરના તુલશીશ્યામ નજીક ચારણોના નેસડા નજીક સાવજે એક વાછડીને મારી. હીરબાઇ નામની ચારણકન્યાએ હાથમાં ડાંગ લઇને એકલપંડે એ સિંહને ભગાડ્યો. હીરબાઇએ સિંહને એનો શિકાર ખાવા ન જ દીધો. વનનો રાજા, વિકરાળ, ડાલામથ્થો સિંહ એ ચૌદ વરસની ચારણ કન્યાથી ડરીને, હારીને ભાગ્યો !!! સાવજ સામે ડાંગ ઘુમાવતી કેવી હશે એ સાક્ષાત જગદંબા શી ચારણ કન્યા !! સિંહ સામેય હાકોટા પાડતી કન્યાનું કેવું હશે કલેજું ને કેવી એની ગજબની હિંમત !! આવી ઘટના ઘટે ત્યારે મેઘાણીશા નરને કાગળ કલમ લેવાનીયે ધીરજ કેમ રહે ? અને એ લલકારી ઊઠ્યા…. લાલ હિંગોળી ચારણ કન્યા,  આગ ઝરંતી ચારણ કન્યા…. જગદંબા શી ચારણ કન્યા….

ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણી   

સાવજ ગરજે ! સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે, કેડ્યપાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે, જાણે કોજોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે ,ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે ,ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો, આથમણો ગરજે ,ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે, કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે, ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે, સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે, જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે, વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે, જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે, જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે, ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !, જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !, પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે, લસ લસ કરતા જીભ ઝુલાવે.

બહાદૂર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે, ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે, બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે, ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે, ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે, મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે, માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રેજે,

ત્રાડ પડી કે ઊભો રેજે !, ગીરના કુત્તા ઊભો રેજે !
કાયર દુત્તા ઊભો રેજે !, પેટભરા ! તું ઊભો રેજે !
ભૂખમરા, તું ઊભો રેજે ! ચોર લૂંટારા ઊભો રેજે !
ગા-ગોઝારા ઊભો રેજે !

ચારણ કન્યા, ચૌદ વરસની ચારણ કન્યા

ચૂંદડીયાળી ચારણ કન્યા, શ્વેતસુંવાળી ચારણ કન્યા

બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા

ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘૂમંતી ચારણ કન્યા

જોબનવંતી ચારણ કન્યા, આગ ઝરંતી ચારણ કન્યા

નેસ નિવાસી ચારણ કન્યા, જગદમ્બા શી ચારણ કન્યા

ડાંગ ઊઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા

હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !,

સિંહણ, તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો !…………..

 

Advertisements

Responses

  1. અમદાવાદમાં રાજકોટના એક રેડિયો સ્ટાર ( નામ યાદ નથી.) ના કંઠે આ બહુ જાણીતી કવિતાનું પઠન સાંભળવાનો મોકો મળ્યો હતો. એમની અદભૂત પઠન શૈલી યાદ આવી ગઈ. તેમણે અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબમાં ગીર ઊભું કરી દીધું હતું.

    • હા, પઠન પર કવિતાનો ઘણો આધાર છે.

      લતા હિરાણી
      સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
      કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
      કુલ પ્રકાશનો – 15
      રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
      પુરસ્કૃત પુસ્તકો
      1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
      4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
      8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
      સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
      સીડી)

      On Sun, 13 May 2018, 9:06 pm સેતુ ~ લતા જ. હિરાણી, wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: