Posted by: readsetu | મે 19, 2018

KS 29

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 માર્ચ 2012

કાવ્યસેતુ 29  લતા હિરાણી

ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે….. ગેવિન એવર્ટ   Gavin Ewart   અનુ. સુજાતા ગાંધી

આ ગદ્યકાવ્યમાં એક ઓફિસનું શબ્દચિત્ર ખડું કરવામાં આવ્યું છે. ઓફિસમાં કામ તો હોય જ, અહીં કામ જ કેન્દ્રમાં છે. કેટકેટલાં પાત્રો અને એની જુદી જુદી રંગીન રીતો, અલગ અલગ અભિવ્યક્તિઓથી રોમાંસનું જગત રોપાયું છે. આપણી ભાષામાં કહીએ તો લફરાંબાજીનું ચક્કર પૂરબહારમાં ઘુમી રહ્યું છે

આ પરદેશી કવિતા છે. રોમાન્સમાં જ જીવ્યા કરવું જ્યાં બિલકુલ સહજ છે અને એને છુપાવવાની કોઇ જરૂર નથી એવા વાતાવરણમાં જીવતા કવિની કવિતા છે. સામાજીક અલગતા ખરી એટલે થોડી છૂપી રીતે, પણ આપણા દેશમાંયે આ વાતાવરણની નવાઇ નથી જ. લગ્નબાહ્ય સંબંધો ફ્લર્ટીંગ, ક્યાંક ભૂખ, ક્યાંક વિકૃતિ, ક્યાંક જરૂરિયાત અને ક્યાંક ફેશન બની ગયાં છે…  બેવડી જિંદગી જીવતા માનવીની આ વાત છે. કવિ કદાચ આવા જીવનની તરફદારી કરતાં કહે છે,

પણ તે આપણને સૌને જીવંત રાખે છે….

કોઇ છોછ વગર ઘર ઘરને સ્થાને રાખી, છાના સંબંધોને માણી લેવાની વાત છે. એમાંથી જે મળે એ આનંદ ઉઠાવી લેવાની વાત છે અને એટલે એને અદભુત હવાફેર ગણાવી થપથપાવી લીધાં છે.

એક તરફ જીવનની વાસ્તવિકતા છે અને બીજી તરફ લોભામણી ને બહેકાવતી કાલ્પનિક દુનિયા છે. એને કદાચ કાલ્પનિક દુનિયા પણ નહીં કહેવાય કેમ કે આ રંગીની નજર સામે, મનમાં જીવંત છે. એ સદેહે હરેફરે છે એટલે એ અસત્ય નથી તો એ જીવનનું સત્ય પણ નથી કેમ કે આખરે તો એને પોતાના ઘર અને કુટુંબ સાથે જોડાયેલું રહેવું છે. એટલે જ એનો અંત આવે છે સાંજે સાડા પાંચે. અર્થાત ઓફિસ છૂટવાના સમયે આ દુનિયા ખતમ થાય છે. અહીંયા સમયને સાંકેતિક રીતે લઇએ તો જેનો રોજ અંત આવે છે એવું આ બધું ક્ષણિક છે, માંગેલા ઉધાર ટુકડાઓ છે, જેને કોઇ આયુષ્ય નથી….

તદ્દન બોલચાલની ભાષા અને દરેક પંક્તિને છેડે છે જેવા ક્રિયાપદથી એની સંપૂર્ણ ગદ્યાત્મક રજૂઆત, કવિતાને ચહલપહલની સૃષ્ટિમાં અને એકદમ વાસ્તવિક ધરાતલ પર જ ખડી કરે છે. કવિતાના મુદ્દારૂપ શબ્દોના પગથિયાં બનાવીએ તો – પ્રેમ > સાપોલિયા > રોમાંચ > આક્રમક જાતીયતા > હવાફેર > અંત આ નિસરણી આઘાતજનક અને તોય વાસ્તવિક છે. કવિએ વચ્ચે દિવ્ય અને અદભુત જેવા બે શબ્દોથી થોડો ભ્રમ આપ્યો છે એ જ, બાકી આમાં કોઇ કલ્પના નથી. કોઇ ઊંડી સંવેદના નથી. અહીંયા આમ છે ને ત્યાં તેમ છે જેવી, જાણે મેળાનું વર્ણન કરતી હોય એવી આ સામાન્ય રજૂઆત છે પણ કંઇક જુદી રીતે આ કામનાના મેળાની સમાપ્તિ કરવામાં આવી છે ને આ સમાપ્તિની છેલ્લી પંક્તિઓ એને કાવ્યની કક્ષામાં મૂકી આપે છે.

એકધારાપણાથી થાકવાના બદલે થોડો હવાફેર કરી ખુશ રહેવું એ આ કાવ્યનો સીધો સંદેશ છે પણ રોજ સાંજ પડે આ આભાસી સુખનો અંત આવે જ છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિનાય કવિથી રહી શકાયું નથી. આમેય હવાફેર એ હવાફેર જ છે !! એકસમયે મોટેભાગે આ પુરુષો માટેની વાસ્તવિકતા હતી. હવે સ્ત્રીઓ પણ એમાં પાછી પડે એમ નથી. આમ તો સમય કોઇપણ હોય, સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ જેવાં, બંને વગર આ ચક્ર ક્યાં ચાલવાનું ? એ જ તો આ કાવ્યનું તત્વ છે !!

સાંજ પડે ઓફિસ પૂરી થાય છે અને કાવ્ય પણ…. પરતુ ઘડિયાળનો કાંટો અટકતો નથી અને કવિતાયે….. વાચકના મનમાં વણલખાયેલી કવિતા આગળ વધે છે, વધી શકે છે કે એક ચીજની જેમ, એક ટુકડાની જેમ મળતા સુખ પાછળ દોડવું, એમાં કેટલી સમજદારી ? ભ્રમણામાં વીતતો સમય ધીમે ધીમે ખરા સુખથી દૂર ન લઇ જાય ? એવું ન થાય કે જે સ્થિર છે, જે પાસે છે, જે સાથે જ રહેવાનું છે એને ચાહવાનું ચૂકી જઇએ, એની ઉપેક્ષા થતી રહે અને એ આપણાથી વિમુખ થતું જાય ? ખરું સુખ એ એકબીજા પ્રત્યેની સમજ છે અને એ ધીરે ધીરે, વર્ષો બાદ, ક્યારેક દસકાઓ બાદ એ કેળવાય છે. પ્રેમ એ આંગળી ચીંધીને બતાવી શકાય એવું તત્વ ક્યાં છે ? એ માત્ર અનુભવાય છે, એકબીજાના કાળજીભર્યા સાથ-સંગાથમાં અને આ સાથ એટલે ભલે મતભેદો કે ફરિયાદો સાથેની પણ એકબીજા પ્રત્યેની ઊંડી સમજ……

આફટર ઑલ ચોઇસ ઇઝ યોર્સ..

કવિ મનહર મોદીને અહીં યાદ કરીએ….

ડૂબી ગયો તો આપનું સાન્નિધ્ય સાંપડ્યું 

પાણી ગયું કપાઇ સમંદર તર્યા વગર…………

  

 

  

Advertisements

Responses

 1. यां चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः।
  अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च॥ – भर्तृहरि

  http://www.aojha.in/quotes-etc/yam-chintayami

 2. ‘કંઇક જુદી રીતે આ કામનાના મેળાની સમાપ્તિ કરવામાં આવી છે ને આ સમાપ્તિની છેલ્લી પંક્તિઓ એને કાવ્યની કક્ષામાં મૂકી આપે છે….’ માનવી સમજે છે કે કામસુખ આંશિક, આભાસી અને ક્ષણિક છે, અને છતાં તે કામોપભોગ તરફ તીવ્રતાપૂર્વક અને અવશપણે ખેંચાય છે. શા માટે? માનવીને આંશિકને બદલે સર્વાંગીણ, આભાસીને બદલે યથાર્થ અને ક્ષણિકને બદલે શાશ્ર્વત આનંદનો અનુભવ નથી; તેવા આનંદની પ્રાપ્તિ થઈ નથી, તેથી અને ત્યાં સુધી તેનું મન આવા આંશિક, આભાસી અને ક્ષણિક સુખ પ્રત્યેર જશે જ! જ્યાં સુધી સાચું ન મળે ત્યાં સુધી ખોટા તો ખોટા સુખ તરફ માનવી ખેંચાણ અનુભવે છે.
  ઉંમર કે અન્ય ઉપાયો દ્વારા કદાચ મનોશારીરિક કામનિવૃત્તિ સિદ્ધ થાય તો પણ આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ વિના ચેતનામાં રહેલા કામબીજનું દહન થતું નથી. આત્માનંદના પ્રકાશ દ્વારા જ કામબીજનું દહન થાય છે

  • તદ્દન સાચી વાત.

 3. ફ્લર્ટીંગ, ક્યાંક ભૂખ, ક્યાંક વિકૃતિ, ક્યાંક જરૂરિયાત અને ક્યાંક ફેશન બની ગયાં છે .

  વાત સાચી છે. આધુનિક બદલાયેલાં સામાજિક મુલ્યોની આ તાસીર છે.

  આજકાલ ઓફિસોમાં કે અન્ય ક્ષેત્રોમાં ઘણા લોકો -પુરુષ હોય કે સ્ત્રી- કામ કરતાં કરતાં

  ”કામ ” માં વ્યસ્ત જોવા મળે છે,ફ્લર્ટીંગ એટલે કે મનથી વ્યભિચાર કરતાં હોય છે.

  આ કાવ્યમાં આવા માણસોની વાત કવીએ કરી છે.

  લતાબેન એ કરેલ કાવ્યનો રસાસ્વાદ હંમેશ મુજબ ગમતીલો છે.

 4. આભાર પ્રજ્ઞાબહેન અને વિનોદભાઇ.

 5. very nice presentation of KAAM- we all are always attracted like nature to flow downward and enjoy momentarily– Again in between after that KSHANIK Pleasure- we get SMASHAN VAIRAGYA… which is also KHANIK and this cycle goes on– as said this is JEEVAN…
  sureshbhai quoted very aptly :
  ” Bhartrihari learned about the infidelity of world around him. He left the kingdom and turned into an ascetic.”
  but this type of people are counted on finger- like VALMIKI and few others..we all are characters of this PLAY.- and enjoying moment to moment in this subtle way( its poetic- feeling perfume- presence of Masuka every where- like omnipotent- omnipresent- omniscient almighty- till the bubble of love raptures ) or crude way (up to Gang rape- and there after killing cruelly)
  very rightly said by pragnya bahen too..
  “ઉંમર કે અન્ય ઉપાયો દ્વારા કદાચ મનોશારીરિક કામનિવૃત્તિ સિદ્ધ થાય તો પણ આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ વિના ચેતનામાં રહેલા કામબીજનું દહન થતું નથી. આત્માનંદના પ્રકાશ દ્વારા જ કામબીજનું દહન થાય છે”
  there is no retirement age of kaamvruti- no voluntary nivruti without transcendental light presence with in self- self realization.


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: