Posted by: readsetu | મે 21, 2018

KS 30

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10 એપ્રિલ 2012

કાવ્યસેતુ 30 લતા હિરાણી 

તું હોય ત્યારે

સૌ દ્વાર બીજાં થઇ જાય બંધ

ના અન્ય કોઇ મનમાં પ્રવેશે

કે બ્હાર હું યે વિચરી શકું ના

સૌ કાવ્યનો છંદ શમે તું મહીં

હૈયા તણા લયનો થતો લય

ને તું જતો ત્યાં

ખૂલે બધાં દ્વાર અદમ્ય જોશે

વિકાસ પામી નિજનો વહેતી

હું સર્વ સંગે સઘળી દિશામાં

ને કાવ્યનાં થીજી ગયેલ વારી

થૈ ધોધ આખું ઉર ભીંજવી દે.

ખૂલે દિશાઓ, ક્ષિતિજો વિલાય

તું ન્હોય ત્યારે મન મુક્ત થાય

સુકાય ના તો પણ કોઇ રીતે

શેં ઉંબરાયે અટકી જડાયેલી

દૃષ્ટિના બિન્દુતણી ભીનાશ ?…. ગીતા પરીખ

પ્રાચીન ભક્ત કવયિત્રીઓને બાદ કરતાં, અર્વાચીન સમયમાં એટલે કે વીસમી સદીમાં કવયિત્રીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી ઓછી છે. એમાંના એક એટલે ગીતા પરીખ. એમણે ભાવથી ભરેલાં અને મોટેભાગે ગદ્યકાવ્યો લખ્યાં છે.

ગીતા પરીખનું કાવ્ય કન્ફેશનલ પોએટ્રી એટલે કે એકરારી કવિતા છે. મીઠા મધુરા, ભીનાશભર્યા પ્રણયભાવોની રજૂઆત ગદ્યકાવ્યમાં છે. અર્વાચીન કાળના આરંભમાં વપરાતી ભાષા અને શૈલી કાવ્યમાં જોવા મળે છે અને ખૂબી છે કે અભિવ્યક્તિમાં આધુનિક સમયની છાંટ જોવા મળે છે.

કાવ્યમાં પ્રણયની અભિવ્યક્તિ છે. પ્રિયની હાજરીમાં સંપૂર્ણપણે એનામયબની જવાય છે. એના સિવાય કશું દેખાતું નથી. એના સિવાય કશું સુઝતું નથી. મનમાં એટલો છવાય છે કે કવિતા, છંદ બધું ઓગળી જાય છે, વહી ચાલે છેપણ લખનારનો જીવ કલાનો છે, સર્જક છે. પ્રિયની હાજરી રોમેરોમને ખુશીથી ભરી દેતી હોય તો પણ અંદરની કલા તો આકાશ ઝંખે છે. એને ઊઘડવું છે, વિકસવું છે, ખુલીને ખીલવું છે. અને એટલે પ્રિયનો અસંગ ત્યારે કાવ્યનો સંગ, નિજનો રંગ !! પ્રિયથી દૂર થવું પડે ત્યારે કવિતાની ગંગા બે કાંઠે વહે અને આખાયે સમયને છલકાવી દે.

કવયિત્રી કહે છે, તું હોય ત્યારે મન મુક્ત થાય..પ્રિયની ગેરહાજરીમાં દિશાઓ ખુલે અને પોતાનો વિકાસ ફરી નવી ક્ષિતિજો આંબે. સવાલ થાય કે કવયિત્રી અહીં પ્રિયની હાજરી ઇચ્છે છે કે ગેરહાજરી ? જો કે ભાવ લગભગ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત થયો છે. પ્રિયની હાજરીમાં સુખ છે ને એની ગેરહાજરીમાં પણ સુખ છે. વિરહની પીડા અહીં નથી વ્યક્ત થઇ કેમ કે એની પાસે એકલતા નથી, એકાંત છે. સર્જકને માટે એકાંત અતિ આવશ્યક બાબત છે એટલે પ્રિયના જવાથી પોતાનું મનગમતું એકાંત પામે છે, ફરી પોતાની સર્જનની દુનિયામાં પ્રવેશે છે અને એના મનને પાંખો મળે છે. કવયિત્રીનું મન પ્રેમના બંધને સુખ પામે છે તો વિરહમાં સર્જનના આકાશમાં વિહરે છે. કવયિત્રીને પણ સતાવતો સવાલ છે, તું હોય ત્યારે મન મુક્ત થાયતોય આંખની ભીનાશ ઉંબરે કેમ જડાઇ ગઇ છે ? કેમ સુકાતી નથી ? ઊંબરો પ્રતીક્ષાનું પ્રતીક છે. આંખોનો અભિષેક અનવરત એના પર વહે છે. સરળ અને સ્પષ્ટ જવાબ છે, પ્રેમ અને પ્રેમકવિતાના આકાશમાં ઊડતા મનને ઘરના ઊંબરા સાથે સતત વળગણ છે.

વાત ભર્યાભર્યા હૃદયની છે એટલે ક્યાંય સંકુલતા નથીપ્રણયકાવ્યોમાં મોટે ભાગે મિલનની મધુરતા કે વિરહની પીડા વ્યક્ત થતાં હોય છે. અહીં પ્રણયની સમતુલા વ્યક્ત થઇ છે. સંગાથની સભરતા ને એકાંતની સાર્થકતા, બંન્નેની અનુભૂતિ છે અને એટલે રીતે કાવ્ય જુદું તરી આવે છે.

 

 

 

Advertisements

Responses

  1. Superb !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: