Posted by: readsetu | મે 25, 2018

KS 32

કાવ્યસેતુ 32  લતા હિરાણી  

શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું

આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું…..

દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો

ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો.

કાનમાં કહું છું પેલા વાયરાની વાત, એમાં સંભળાતું નામ તારું છાનું…….

પીંછું પણ સામેથી મોરને શોધે છે એવા દિવસોને કહેવું પણ શું ?

ગીતોને પંક્તિની પાંખો ફૂટે એમ ઊઘડે છે આસપાસ તું

તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?….  અંકિત ત્રિવેદી

ફરિયાદ વગરનો પ્રેમ હોય છે ખરો ? જવાબ ના આવે પણ ફરિયાદની વાદળી આકાશે છવાય ત્યારે મનમાં કેવા મેઘધનુષ ચિતરાય છે તો કોઇ સોળ વરસની કન્યાને જઇને પૂછો તો ખબર પડે !!  અલબત્ત  કવિએ આમાં કન્યાની વય ઉઘાડી નથી પણ બિડાયેલીયે નથીઘરમાં પતંગિયાની જેમ આમતેમ ઊડાઊડ કરતી ને મોરલાની જેમ ટહુકતી છોકરીના ગળામાં જે ગીત ફૂટે છે એના સાજનને મળવાના બહાના રૂપે જ વળી !! મનમાં પ્રિતમને કહેવાની વાતો એવી અઢળક ભરી છે કે શબ્દોના જાણે વન ફૂટ્યાં છે ને એની ઉપર લહેરાય  છે એના નામનો પવન….

મનમાં પ્રેમના ઝરણાં વહે, પછી કંઇ પણ બની શકેદર્પણને વાચા ફૂટે. એક મજાનો ગમતો ચહેરો શોધ્યા કરેછોકરીને તો ઠીક, ઘરની ભીંતોનેય નવા પડછાયાને બાથ ભરવાનું ઘેલું લાગે…. અને વાયરો હળવેકથી આવીને છોકરીના કાનમાં ઓલા છોકરાનું નામ કહી જાય !! મનડાની આસપાસ છેલછબીલો રાસ રમ્યા કરે એટલે છોકરીના ગીતોને પાંખો ફૂટે.. પછી મોર પીંછાને શોધે કે પીંછું મોરને… વાત તો એકની એક મારા ભઇ !! ને આ બધી મધમીઠી વાતો વેરી ને અંતે છોકરી મુદ્દાની વાત પર આવે છે,

હું તો તને મળવાનું બહાનું શોધું છું પણ તનેય એવું થાય છે ખરું ? દે, કંઇક સાબિતી દે તો માનું !!

કોઇકથી કહીયે બેસાય, અલી આ કંઇ કાયદાની વાત છે, કોરટ કચેરીનો મામલો છે તે સાબિતીની માંગે છે ?? તારે માનવું હોય તો માન…

જો કે એણે સીધેસીધી ફરિયાદ નથી કરી, પણ કહેવાનું કહી લીધું કે તને ય આવું થાય છે એની મને કેમ ખબર પડે ? ફરિયાદમાં દમ છે હોં !! ખરી વાત તો એ છે કે કહયું છે કંઇક છે ને માંગ્યું છે કંઇક બીજું. છોકરીએ પોતે કેવી પોતાના પ્રેમની ને પ્રેમમાં મનમાં ઊઠતાં મેઘલાની વાત કરી…. અરે, એને સાજન સુધી પહોંચાડવા એમાં શબ્દો ને ગીત, વળી પવન ને પીંચ્છનેય સામેલ કર્યા !! ઘરના દર્પણ ને ભીંતનેય ગળામાંથી ઊઠતા ગીતે સમાવી લીધા… આસપાસ પથરાયેલા જગતમાં ચારેકોર પ્રેમ ને પ્રેમ જ ભાળ્યો ને એ બધુંય પરોવીને પ્રેમી સુધી વહેતું મૂકી દીધું. પછી એ જુવાન ચુપ રહે એ ન જ ચાલે ને ?

સાચી વાત એ છે કે અહીં ફરિયાદના વેશમાં માગણી છે. છોકરી કહે છે, તુંયે મને આપ, પ્રેમના પુરાવાઓ આપ. કહે, દિલ ખોલીને કહે કે તુંયે મને એટલો જ પ્રેમ કરે છે કે નહીં ? મને છાતી ફાડીને કહે, એસએમએસથી નહીં ચાલે, ઇમેઇલ ચીતરીને મોકલ. કાગળ ભરીને કહે અથવા કર લાંબી લાંબી વાત… મારું હૈયું તને સાંભળવા તલપાપડ છે કે તું મને કેટલો પ્રેમ કરે છે ? રાત પડે ને લોક બધા સૂઇ જાય ત્યારે તારી વાતોનો સૂરજ ઊગાડ ને તારા શબ્દોના વરસાદથી મારા રોમેરોમને ભીંજવી દે !!   

કવિ ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે ને ,

આપું કાગળ કોરો

સોળ વરસનો એક જ ટહુકો લથબથ એમાં દોરો…….

આ ટહુકો અહીં મનગમતા રંગો સાથે લથબથ ઊઘડ્યો છે….

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: