Posted by: readsetu | મે 26, 2018

યોગી કથામૃત

ઔષધોને મર્યાદા હોય છે, દિવ્ય સર્જનાત્મક પ્રાણશક્તિને નહીં માટે શ્રદ્ધા રાખ. તું તંદુરસ્ત અને મજબૂત બનીશ જ. તમે જ્યારે ખરેખર માંદા હો ત્યારે પણ તમે માંદગીના અસ્તિત્વ પર ભરોસો મૂકો નહીં. સ્વાગત ન પામતો મહેમાન નાસી જશે.

એ તારા જ વિચારો છે જે તને વારાફરતી બળવાન અને નિર્બળ હોવાની લાગણી પ્રેરે છે. તેં જોયું છે કે તારું આરોગ્ય બરાબર તારા અર્ધજાગૃત મનની અપેક્ષાઓ પ્રમાણે જ કઈ રીતે અનુસરે છે. વીજળી અથવા ગુરુત્વાકર્ષણની જેમ વિચાર એ પણ શક્તિ જ છે. માનવ મન એ ઈશ્વરના સર્વશક્તિમાન ચૈતન્યનો એક તણખો છે. તારું શક્તિશાળી મન જે કોઈ વાતમાં વિશ્વાસ મુકાશે તેમ તરત જ થઈને રહેશે.

જેમણે શરીરવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે તેમણે આગળ જવું જોઈએ અને સંશોધન કરવું જોઈએ. આ શરીરયંત્રની પાછળ એક સૂક્ષ્મ આધ્યાત્મિક સંરચના છુપાયેલી છે. શરીરશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર મેળવનાર ડોકટર ચાર્લ્સ રીચેટ લખે છે, “આધ્યાત્મ વિદ્યા હજી સુધી વિધિસર રીતે શાસ્ત્રવિજ્ઞાન તરીકે સ્વીકૃત થયેલી નથી પરંતુ હવે તેની સ્વીકૃતિની તૈયારી જ છે. ……. એડિનબરોમાં હું એકસો જેટલા શરીરશાસ્ત્રીઓને ભારપૂર્વક કહી શક્યો હતો કે આપણી પાંચ ઇન્દ્રિયો જ માત્ર જ્ઞાનનું સાધન નથી. અન્ય રીતે પણ બુદ્ધિને સત્યની થોડી ઘણી પણ ઝાંખી થાય છે.

જેઓ અધ્યાત્મવિદ્યાને જંતરમંતરના ગૂઢશાસ્ત્ર તરીકે કટુતાપૂર્વક નીંદે છે તેઓ જેમ રસાયણશાસ્ત્રને કલ્પિત પારસમણિની શોધ જેવી અવાસ્તવિક કહી ઉપહાસ કરતાં હતા તેની જેમ જ પછીથી પોતાના માટે શરમ અનુભવશે. ….”

સમગ્ર સૃષ્ટિ નિયમને આધીન છે. જે સિદ્ધાંતો બાહ્ય જગતનું નિયમન કરે છે, વૈજ્ઞાનિકો જેને શોધી કાઢે છે તેને કુદરતના નિયમો કહેવામા આવે છે પરંતુ આ નિયમો ઉપરાંત સૂક્ષ્મતર નિયમો પણ છે, જે આંતરચેતનાના આધ્યાત્મિક જગતમાં કાર્યરત છે. આ સિદ્ધાંતોને માત્ર યોગવિજ્ઞાન દ્વારા જ જાણી શકાય છે.

યોગી કથામૃત – સ્વામી પરમહંસ યોગાનંદ

Advertisements

Responses

  1. સમગ્ર સૃષ્ટિ નિયમને આધીન છે. જે સિદ્ધાંતો બાહ્ય જગતનું નિયમન કરે છે, વૈજ્ઞાનિકો જેને શોધી કાઢે છે તેને કુદરતના નિયમો કહેવામા આવે છે પરંતુ આ નિયમો ઉપરાંત સૂક્ષ્મતર નિયમો પણ છે, જે આંતરચેતનાના આધ્યાત્મિક જગતમાં કાર્યરત છે. આ સિદ્ધાંતોને માત્ર યોગવિજ્ઞાન દ્વારા જ જાણી શકાય છે.
    દાદા ભગવાનના શબ્દોમાં – આ જગત બનાવનાર કોઈ બાપો ય નથી. એક વ્યવસ્થિત શક્તિ છે.

    • એક વ્યવસ્થિત શક્તિ છે. – તદ્દન સાચી વાત સુરેશભાઇ.

  2. એક વ્યવસ્થિત શક્તિ છે. – તદ્દન સાચી વાત.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: