Posted by: readsetu | જૂન 25, 2018

KS 45

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 જુલાઇ 2012

કાવ્યસેતુ 45 > આંખોમેં આંસુ ઔર હોટોં પે મુસ્કાન  –  લતા હિરાણી

જળમાં   ઝળહળિયા  ઉમટ્યા  ને ,  પરપોટા થઇ   ખીલ્યા રે 

કોરી આંખે  ટશિયા  ફૂટ્યાં  પાંપણ  ઉપર  ઝીલ્યા રે ……..

પગલે પગલે   એક સહેલી,  પીડા  નામે  સાથે  રે ,

વાંકીચૂંકી  કેડી પર  છલકાતી  ગાગર  માથે રે….

સુતરના  કાચા   તાંતણે,   બાંધ્યા રૂંધ્યા   સગપણ  રે

બંધ ઓરડા   પોલી ભીંતો , ખાલીપો  જ્યાં  વળગણ  રે

સુનકારાનો   પવન  આકરો  એકલતાની   ચક્કી રે

જાત  અમારી  ઝાકળ   જેવી  ઉડવાનું છે  નક્કી રે

મધદરિયે   તોફાન  આકરા,  પરપોટા જી   ઝીલે  રે

ડૂમા ડૂસકાં    ભીતર ધરબી   સ્મિત  કિનારા  ખીલે  રે……..  જ્યોતિ  હીરાણી  

કવયિત્રી જ્યોતિ હીરાણીનું આ ગીત ગાઇ-વગાડી શકાય… જી હાં, ગાઇ તો શકાય જ, સાથે સાથે એ અંદર વાગીયે જાય, કયાંક ખૂંચી જાય એવું ગીત… આમ જુઓ તો દુનિયાની દૃષ્ટિએ કોઇ મોટી ફરિયાદ નથી. જીવન તો વહ્યે જાય છે. અલબત્ત કવિતામાં નથી દર્શાવાયું પણ આપણે કલ્પી શકીએ કે કાવ્યનાયિકા, જે અહીં ભારતીય સ્ત્રી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, એની રોજબરોજની જિંદગી એની રીતે ચાલ્યા જ કરે છે પણ… જે વાત એને કાંટાની જેમ ખૂંચે છે, જે વાત એના મનમાં ડગલે ને પગલે ડંખે છે એ છે બેધારાપણાની વાત, સતત બેવડી જિંદગી જીવવાની વાત. અને એ ઘસરકા કર્યે જ જાય છે, કર્યે જ જાય છે.. અને પુરુષ એની આ પીડાને સમજી નથી શકતો…

આંખોમેં આંસુ ઔર હોટોંપે મુસ્કાન એ ભારતીય નારીની પહેચાન છે અને આ ગીતમાં અત્યંત કાવ્યાત્મક રીતે આ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ ગીતમાં શબ્દોની પસંદગી નાજુકાઇથી અને સ્પર્શી જાય એવી છે. કોરી આંખમાં ફૂટતા ટશિયા, જે ઝળહળે છે, પરપોટા થઇ ખીલે છે ને એને પાંપણ ઝીલે છે. ટશિયા શબ્દ જે લોહી માટે મોટેભાગે વપરાય છે જે અહીં આંસુ માટે વપરાયો છે. પીડાને વ્યક્ત કરવા માટે કેટલો સૂચક છે !! એ ઝળહળે છે કેમ કે અંદર અંધારું હોય તો પણ એણે બહાર પ્રકાશ આપવાનો છે. પરપોટા કે જેનું આયુષ્ય અત્યંત ક્ષણિક છે એ ખીલે તોય શું !!

સંસારની તમામ જવાબદારીઓની ગાગર માથે સંભાળતાં સંભાળતાં, પીડા જેવી સહેલીના સતત સંગાથમાં વાંકીચૂંકી કેડી પર ચાલવાનું છે ને રસ્તોય શોધવાનો છે. જીવનપથ સહેલ નથી. કદીક મંઝિલ દેખાય છે ને કદીક આંખે અંધારાંય છવાય છે. આમ જુઓ તો આસપાસ બધાં જ છે પણ પીડા પીછો છોડતી નથી.. એ દિવસ રાત કોઇ ને કોઇ સ્વરૂપે અસ્તિત્વને હલબલાવી જાય છે..

સૂતરના કાચા તાંતણે બંધાતા સંબંધ તો જાણ્યા છે, પણ અહીં સંબંધ બંધાયા પછી કેવા રૂંધે છે એની વાત છે. જોકે બંધાવાની વાત પણ અહીં જોડાવાના અર્થમાં નથી.. બાંધી દેવાના, રોકી રાખવાના અર્થમાં છે. સ્ત્રીની આ રૂંધામણ જ કાવ્યની જન્મદાત્રી છે ને !! ઓરડા બંધ છે….. એની પાસે પોતાનું આકાશ નથી, પોતાનો વિસ્તાર નથી.. ખાલીપાના વળગણ ભલેને રુંવે રુંવે ડસતા હોય, એની પાસે ચિત્કારવાની આઝાદી નથી.. કારણ ? દિવાલો પોલી છે…. એક સદગૃહસ્થના ઘરની આબરુ જાળવવાની છે. વાત બ્હાર જાય ના !!

પવન વાય છે પણ સૂનકારાને બાથમાં લઇને.. એકલતાની ચક્કી રોજ પીસવાની છે, એમાં પીસાવાનુંય છે અને અંતે ઝાકળની જેમ ઉડવાનું, સુકાવાનું તો કિસ્મતમાં છે જ… વર્ષોના વહાણ દરિયે તર્યા કરે છે ને એમાં આકરા તોફાન ખમવાના છે, નર્યા ઝંઝાવાત સહેવાના છે, ભીતરમાં ડૂસકાં ધરબી ઉપર ઉપર સ્મિત ઝળકાવવાનાં છે.

આ કાવ્ય ભારતીય નારી પ્રત્યે કુટુંબના, ખાસ કરીને પુરુષના બેવડા ધોરણનું એક વરવું પણ વાસ્તવિક ચિત્ર આપણી સમક્ષ ખડું કરે છે. કવિતાનો ભાવમાં સ્પર્શી જાય એવી સચ્ચાઇ અને રજુઆતમાં કલા છે. આજે ભારતીય સ્ત્રી પાસે સુવિધાઓ અને મોકળાશ દેખીતી રીતે નજરે ચડતાં હોય તો પણ એ હજુ કિનારે જ છબછબિયાં કરે છે એવું દાવા પૂર્વક કહી શકાય. સ્ત્રીની દબાયેલી, પિસાયેલી, ચિમળાયેલી છબિ હજી ભીતર ઝાંકનારને માટે એવી ને એવી બરકરાર છે. ગામડાની કે અભણ જ નહીં, શહેરની, ભણેલીગણેલી, નોકરી કરીને કુટુંબને પોષતી સ્ત્રીઓ પણ મોટેભાગે હજુ આ દાયરામાં જ સીમિત છે અને આ દશા નહીં બદલાય ત્યાં સુધી આવા શબ્દો, આવી કૃતિઓ જન્મ્યા કરવાની…

 

Advertisements

Responses

 1. Hey just ѡanted to give you a quick heads up. The words in your post seem to Ƅe running
  off thee screen in Firefox. I’m not sure if this is a
  format issuе οr something to do with browseг compatibility but I
  figured I’d ost to lett you know. Tһе style andd deѕign look great tһough!

  Hope you gеt the problem solved so᧐n. Kudos https://Judionlineindo99.blogspot.com

 2. each tіme i useⅾ too read smaller artiсles or reviews which as welⅼ ϲlear tһeir
  motive, ɑndd that is also happening ᴡith this paragraph which
  Ӏ аm reading here. https://blueskystudio-tl.blogspot.com/

 3. If yoᥙ are going for Ƅest contents like I do, only go to ѕee this
  web site all the time as it provides feature contents, thanks http://www.pp3china.com/comment/html/?189232.html


judionlineindo99.blogspot.com ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: