Posted by: readsetu | જૂન 26, 2018

KS 337

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 337 > 26 જૂન 2018   

હવે તો જાગો !   – લતા હિરાણી

આજે જમણવાર હતો

હજારો ઝગમગ લાઇટો, રંગબેરંગી ફુવારાઓ

પ્રવેશતાં શુકનવંતા ગણપતિ

ને સાથે ફૂલોના ઢગલેઢગલા 

સૂપ, ચાઇનીઝ ને પીઝા ; થાળી પાછી અલગ

સુટ બુટને સાડીમાં ભદ્ર વર્ગ સજ્જ,

ખાલી પાણીપૂરી માટે છોડયો બધોય વટ.

કેમ કે આજે જમણવાર હતો.

કાકા, કેટલા વાગ્યા, જુઓને !

એણે પૂછ્યું :

વપરાયેલી થાળી ગ્લાસને ડીશ ઊંચકતા !

હજી વાર છે ત્રણ કલાકની ……

એની નાની આંખો  

એંઠવાડ ઊંચકી જોતી રહી વાટ

કેમ કે આજે જમણવાર હતો. ………..અલ્પા જોશી

ગરીબ ભૂખ્યા બાળકની આંખમાં સપનું શાનું હોય ? રોટીના ટુકડા ને બચેલું શાક ! ગરીબ ભૂખ્યા બાળકને શાની પ્રતિક્ષા હોય ! બસ, ઢગલો એક કામ પતે અને કાંઈક ખાવાનું મળી જાય ! એંઠી ડિશો સાફ કરતાં એનું હૈયું, ગટરમાં જતાં ખોરાક સાથે કેટલા નિસાસાઓ રેડતું  હશે ! ચારેકોર ઝગમગાતી રોશની ને હોલની કે પાર્ટીપ્લોટની શોભા એની નાનકડી આંખોમાં કોઈ ચમક લાવી શકે. બુફેમાં ટેબલે ટેબલે ફરતા ને ડિશો ભરીને ખાવાનું ફેંકતા લોકો માટે એનું હૈયું કળીએ કળીએ કપાતું હશે એમાં કોઈ શંકા ખરી ! ભૂખ બહુ ભૂંડી ચીજ છે. જેમનું પેટ હમેશા ભરેલું ને હદ કરતાં વધેલું રહેતું હોય એને આ ન સમજાય. ચાના ગલ્લાથી માંડીને ફટાકડાના કારખાનામાં કાળી મજૂરી કરતાં બાળકો કેટલીય વાર ભૂખ્યા પેટે ફટાકડાની જેમ ફૂટી જાય છે, અમીરોના બે ઘડીના રોમાંચ એની ચિતા બની ભડભડ સળગી જાય છે અને તોય ચામડીચૂસ ચમરબંધીઓનું રૂંવાડું હલતું નથી. દિવસના સોળ સોળ કલાક નાની ઓરડીમાં કડક જાપ્તા હેઠળ કાળી મજૂરી કરતાં બાળકો રાત પડે રોટલાની રાહ જોતાં હશે ત્યારે એના કુમળા દિલ પર કેવી વીતતી હશે !

આપણા દેશમાં બાળમજૂરોની બહુ દયનીય હાલત છે. બીજા પછાત દેશોમાં પણ આવું જ હશે. સરકાર ગમે એટલા કાયદા કરે, જ્યાં સુધી માનવીમાં કરુણા ન જાગે, એક સાદીસીધી સમજ ન પ્રગટે ત્યાં સુધી બધું નકામું. થોડા સમય પહેલા અખંડ આનંદમાં બુફે ભોજનપ્રથા અને એમાં થતાં અનહદ બગાડ વિષે ચર્ચા ચાલી હતી. આવા વિચારસત્રો આવીને શમી જાય પણ સમાજ ઠેરનો ઠેર ! આ બાબતે એક જેહાદની જેમ ચળવળ જાગવી જોઈએ. લોકોને વિનંતી છે કે વધેલું ખાવાનું ફેંકવાને બદલે તમે 1098 ચાઇલ્ડ હેલ્પ લાઇન પર (ભારતમાં ક્યાંય પણ) ફોન કરીને જાણ કરશો તો એ ખાવાનું આવા ભૂખ્યા બાળકોના પેટમાં જશે !          

કવિતા એમ જ નથી આવતી ! કોઈ ભૂખ્યા બાળમજૂરની લાચાર આંખોએ આ શબ્દો પેટાવ્યા હશે !

 

Advertisements

Responses

  1. ધૂમકેતુની એક વાર્તા યાદ આવી ગઈ. થોડાક શબ્દો …
    ‘એક શેઠિયે જલેબી ખવડાવી.’

  2. શરુઆત થી અંત ….  કોઈ ભૂખ્યા બાળમજૂરની લાચાર આંખો….   પોસ્ટ કે કવીતામાં બધું આવી જાય છે…

  3. શ્રી સુરેશભાઇ ને vkvora આપનો ખૂબ ખૂબ આભાર.


સુરેશ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: