Posted by: readsetu | જુલાઇ 4, 2018

KS 51

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 51  > 4 સપ્ટેમ્બર 2012

દરિયા જેવી તરસ – લતા હિરાણી 

તારો  પ્રેમ
એક એવો વરસાદ,
જે સંભાવના શૂન્ય
વૈશાખના ધોમધખતા
તાપમાં પણ
વરસે છે મુશળધાર
તો ક્યારેક
ગરજતાં વાદળો
અને
ચમકતી વીજળીને
પણ ઠગી જાય છે
અને ફરી
હું કોરી રહી જાઉં છું! ……..મોના નાયક ઊર્મિ

શું લાગે છે તમને ? મોના નાયકના આ નાનકડા અછાંદસ કાવ્યમાં વાત વિરહની છે કે મિલનની ? વૈશાખના ધોમધખતા તાપમાં મૂશલધાર વરસાદે પલળવા જેવો વિરોધાભાસ રચવાથી શરુઆત કરીને આખરે કોરાધાકોર અંતમાં શબ્દો ડૂબી જાય છે !! પ્રેમ વિષય જ એવો છે… પ્રેમની તરસ દરિયા જેવી હોય છે કે એમાં સંતોષને ક્યાંય સ્થાન જ ન હોય !! એમાં પલળ્યા પછીયે કોરા રહેવાની અનુભુતિ થઇ શકે અને ભરતડકે પલળવાની !! ..

આ કન્ફેશનલ પોએટ્રી છે. મૂળે પ્રેમની અસીમ તરસનું આ અછાંદસ કાવ્ય છે જેમાં પ્યાસથી તડપતું ને વલવલતું હૃદય પ્રેમીને ઝંખે છે… પ્રેમી એવો છે કે જે કલ્પનાયે ન હોય ત્યારે ધોધમાર વરસી પડે ને ચાતકની જેમ રાહ જોઇને નાયિકા બેઠી હોય અને બસ બેઠી જ રહે…. ઠગાઇ જવાની અનુભૂતિ થઇ આવે એટલી હદે !! પ્રેમીના મનમાન્યા વર્તાવ સામે અહીં ચોક્કસ ફરિયાદ છે…

અહીં ઉત્કટતાથી તાર સ્વરે પ્રેમીના સાથની ઇચ્છા વ્યક્ત થાય છે પણ એ જોઇએ ત્યારે, જોઇએ એમ મળતું નથી… બાંધછોડ બીજે બધે થઇ શકે પણ પ્રેમમાં ઓછું એવું ચાલે ? સહજ ભાવે કહેવાયેલી વાત પ્રેમીઓની જુગજૂની તરસ અને સાહચર્યના સવાલોને સાંકળી લે છે.. તું મળે તો અસ્તિત્વને અર્થ મળે, અને તું નથી મળતો એવુંયે નથી… બસ હૈયું ભરાય એટલું ક્યારે મળીશ ? કંઇક એવો સવાલ લઇને આ કાવ્ય આવે છે.

આ કાવ્યમાં શરૂઆતમાં વાતને વળ ચડાવવાની કોશિશ છે પણ એ તરત ખૂલી જાય છે, સરકતા રેશમની જેમ… કેમ કે જે કહેવું છે એની પ્રબળતા એટલી તીવ્ર છે કે નાયિકા મુદ્દાની વાત, કોરા રહેવાની વાત તરફ જાણે દોડી જાય છે. એટલે જ આ કાવ્યને ઉઘાડવાની જરૂર નથી,  ખુલ્લું જ છે, ઉઘાડા આકાશની છત નીચે પાંખ પસારીને ઉડતા પક્ષી જેવું… સરળતાનો સ્પર્શ લઇને આવેલું નર્યું નિવેદન, કાવ્યને અનુભુતિજન્ય બનાવે છે અને અનુભૂતિની તીવ્રતા એને કાવ્યાત્મકતા બક્ષે છે…..

આ સાથે કવિ આશ્લેષ ત્રિવેદીના એક મજાના કાવ્યની પંક્તિઓ માણીશું ?

વરસાદ આખી રાત ઝરમર્યા કરે

ને શૂન્યતાનું એક નગર વિસ્તર્યા કરે

એકાંતનેય હોય પ્રતિબિંબ જેવું કંઇ

આભાસ દર્પણોનો મને છેતર્યા કરે

આ વેદનાઓ મારી કહો કોને જઇને કહું

ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: