Posted by: readsetu | જુલાઇ 19, 2018

નરસૈયાનું નામ જ લેતાં

જૂજવે રૂપે અનંત ભાસે– નરસિંહ સર્ગ મુદ્રાના કાવ્યોનું એક સરસ સંપાદન શ્રી ગુણવંતભાઈ વ્યાસે કર્યું છે. રૂપાયતન’, જુનાગઢ, (2018) દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં શ્રી ગુણવંતભાઈએ નરસિંહ મહેતા વિશે લાંબો સંશોધનલેખ આમાં આપ્યો છે જેનું એક અલગથી નાનકડું પુસ્તક થાય તો ખૂબ ઉપયોગી બને. કુલ એકસો છવ્વીસ કવિઓની નરસિંહ મહેતા સંબંધે રચનાઓનો આમાં સમાવેશ થયો છે. એમાં ઝૂલણા છંદમાં એક મારી રચના પણ છે એનો આનંદ અને એ બદલ શ્રી ગુણવંતભાઈનો આભાર.   

નરસૈયાનું નામ જ લેતાં

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો

તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો

શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં હરજીને હરઘડી, બાથમાં હરપળે એ જ ભાસે

સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો

નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે

નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.  –  લતા હિરાણી

 

શબ્દ સૃષ્ટિ > એપ્રિલ 2017  

શ્રી ગુણવંતભાઈ વ્યાસ સંપાદિત નરસિંહ કાવ્યોનું સંપાદન જૂજવે રૂપે અનંત ભાસેમાં સમાવિષ્ટ   

Advertisements

Responses

  1. Superb

    • Thank u Rekha.

      લતા હિરાણી સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત કુલ પ્રકાશનો – 15 રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો 1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા 4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે 8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11. સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો સીડી)

      On Thu, 19 Jul 2018, 9:32 pm સેતુ ~ લતા જ. હિરાણી, wrote:

      >

  2. Thank you Rekha. Kem chho ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: