Posted by: readsetu | જુલાઇ 24, 2018

KS 341

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 341 > 24 જુલાઇ 2018

પરમને પામવાની પ્યાસલતા હિરાણી

ઢોલક કરતાલ નામસ્મરણના ડહાપણને છાંડયું મેં ઠામુકી ગાંડીએ

બાઈ એવું સૂઝયું કે જાત છાંડીએ

 

કોઈ કહે પોથીમાં પામો કે પ્રાર્થનામાં કોઈ કહે ધબકાવો નાડીએ

કોઈ કહે જળ જાણી ડૂબકી લગાવો જઈ દલ્લા તરવાડીની વાડીએ

કોઈનય કેમ નથી સૂઝતું બાઈ જઈ સીધા સળગી જવાય કાંડીએ

બાઈ એવું સૂઝયું કે જાત છાંડીએ

 

ડુંગર પર દહેરાં ને દહેરાં પર જ્ઞાનભરી વાયકાઓ ફરકે આકાશમાં

આપણથી ઊંચું કે આઘું ભળાય નહીં જોવું તો પડખે કે પાસમાં

આંગળી કપાવો ને નીકળે તે સાચ એવી શરતું માંડો તો વાત માંડીએ

બાઈ એવું સૂઝયું કે જાત છાંડીએ………………. ધ્રુવ ભટ્ટ

 

સ્વને ઓગાળી સ્વની શોધ જીવનનો બોધ. કશુંક પામવાની ધખનાથી જીવન શરૂ થાય છે. જન્મ ધરીને જીવ વિકસવાનું શરૂ કરે છે. બોલવું, ચાલવું, સમજવું જેવી અંદરબહારની પ્રાથમિક ક્રિયાઓથી વિકાસયાત્રા શરૂ થાય છે. શિક્ષણ અને સમજણ બીજો તબક્કો ગણી શકાય. અલબત્ત એમાં કોણ કેટલે પહોંચે છે દરેકની અલગ વાત. બાળપણની નિર્દોષ અવસ્થા પૂરી થાય કે તરત વિકાસમાં હુંની સંડોવણી શરૂ થઈ જાય છે. માણસને ખબર પણ પડે એટલી હદે એનો ભરડો વીંટાતો હોય છે અને એના વાણી વર્તનમાં સતત ટપકતો હોય છે. આમ મોટાભાગના દસકાઓ પસાર થઈ જતાં હોય છે

ક્યારેક તંદ્રામાંથી જાગે છે અને એણે કશુંક પામવાનું બાકી છે એવું ભાન આવે છે; પછી વિકાસની જુદી દોડ શરૂ થાય છે. કહેવામાં અંદરના વિકાસની વાત હોય છે પણ એની શોધ સતત બહાર ભટકતી હોય છે. મંદિર, મસ્જિદ, દહેરાં કહો કે પછી બાબા, સાધુ, ગુરુની શરણ કહોશબ્દો, ભાષા, કળા બધાનો સહારો લે છે અને મથ્યા કરે છે. ક્યાંક ક્યાંકથી એને કશુંક પામ્યાનો આભાસ પણ થાય છે. કેટલાક ત્યાં અટકી જાય છે, જાણે જે પ્રાપ્ત કરવું હતું થઈ ગયું ! જે સામે છે, જે મળ્યું છે એને ઓળખવાની શક્તિ બધા પાસે નથી જ હોતી. આમાં કોઈક એવા નીકળે છે જેને સંતોષ નથી થતો. અધૂરપ લાગ્યા કરે છે અને શોધયાત્રા ચાલ્યા કરે છે.

આ તબક્કો બહુ વિરલા લોકોને પ્રાપ્ત થાય છે કે જે શોધ્યા કર્યું આખી જિંદગી, એ તો આપણી અંદર જ હતું. ક્યાંય જવાની જરૂર જ નહોતી ! જીવન આખું દોડધામમાં ખર્ચી નાખ્યું, પહેલાં ધન ને યશ માટે પછી મનની શાંતિ સાટે ! જ્યારે એ પરમ શક્તિ તો અંદર બેઠી રાહ જ જોતી હતી કે ક્યારે આ માણસ પાછો વળે અને મારી પાસે આવે ! એને જે જોઈએ છે એના અંદર ભંડાર ભર્યા છે, જો એ ઓળખી શકે તો !

કવિ મનોજ ખંડેરિયા લખે છે – ‘જે શોધવામાં જિંદગી આખી થાય પસાર / ને હોય પગની તળે એમ પણ બને.’ કવિની માફી માંગીને અહીંયા ‘ને હોય પગની તળે’ ને બદલે ‘ને હો હૈયા સળે’ લખી શકાય.  કમ સે કમ આ પરમ ચેતનાની શોધને વર્ણવવા પૂરતું ! આ જ છે સ્વની શોધ અને આ જ છે અંતરનો બોધ ! આ ગીતની નાયિકા એ પામી ગઈ છે એટલે જ એ કહે છે ‘બાઈ, એવું સૂઝયું કે જાત છાંડીએ’ જાતમાંથી બહાર નીકળ્યા વગર જાત ભાળવી કેટલી મુશ્કેલ !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: