Posted by: readsetu | જુલાઇ 24, 2018

KS 62

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 62  > 20 નવેમ્બર 2012

હવાની લહેરખી – લતા હિરાણી   

મેં કહ્યું

આજે કંઈ વાંચ્યુંલખાયું નહિ

દિવસ આખો નકામો ગયો.

તેં શું કર્યું?’

તે બોલી

મેં તો બબુનાં બટન ટાંક્યા

તમને ભાવતું શાક બનાવ્યું,

બગીચામાં વેલ પરનાં પીળા પાંદડા ખંખેર્યા

રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી

પાછળ કૂંડીના નળ પાસે પોપટ સાંભળ્યા

અમથી ઘડીકવાર બેઠી

અને તમારી રાહ જોઈ’. – યજ્ઞેશ દવે

એક સ્ત્રીની રોજબરોજની જિંદગી, સામાન્ય પણ તદ્દન અસામાન્ય, નીરસ કે કદાચ કંટાળાજનક પણ તે બીજાની દૃષ્ટિએ, સ્ત્રીને માટે કેટલી મધુરપથી ભરેલી, કેટલી મીઠશ સર્જતી, કેટલી નાવિન્ય ઉપજાવતી !! તમે એક સ્ત્રી છો ? ગૃહિણી છો ? તો કહો જોઇએ, આ વાતમાં સચ્ચાઇનો કેટલો રણકો છે ? પોતાના બાળકના શર્ટના બટન ટાંકવામાં કે પતિને ભાવતું શાક બનાવવામાં, રોટલીની સુગંધથી રસોડાને મહેકાવવામાં કે ઘરના આંગણામાં ફાલેલા ફૂલેલા બગીચાને પોતાના હાથથી લીલોછમ રાખવામાં કેટલીયે વાર હૈયું ઠારી દેતું સુખ અનુભવ્યું છે ને !! ને એવું જ સુખ પતિની પ્રતિક્ષા કરવામાં…..

સવાલ આ કે તે કામ કરવાનો નથી, સવાલ એની અંકાતી કિંમતનો છે. પત્ની માટે એ કંઇ નથી કરતી, એ તો હાઉસવાઇફ છેજેવા શબ્દો ધીમે ધીમે ઘરને સાચવવામાં રેડાતા દિલને સુકું ભઠ કરી શકે. પતિ જ્યારે પત્નીના કામની કદર ન કરી શકે ત્યારે બીજાં ક્યાંથી કરવાના ? અને પછી એ કામનો થાક લાગી શકે.. ખેર આ તો આડવાત થઇ

ફરીને કવિતા પર જઇએ તો કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે !! શબ્દોમાં અત્યંત સરળતા અને એમાં ભાવવિશ્વનો કેવો ઉઘાડ !! હળવાશ અને મીઠાશથી કવિતા એવી ખુલે છે જાણે વહેતી હવાની લહેર.. સરળતામાં જે અદભુતતા રહેલી છે એ કશામાં નથી.. વાત દિવસ પસાર કરવાની છે, દિવસને ત્રાજવા લઇને જોખવા બેસીએ, એમાં કંઇક ઉપજાઉ કામ થયું ? ને એમ સમયના લેખાંજોખાં કરવા બેસીએ તો એ હાથતાળી આપી છટકી જાય પણ અહીં નાયિકાને એવી કોઇ ચિંતા જ નથી. એને પકડવું નથી, કંઇ મેળવવું નથી, બસ થયા કરે છે, પૂરું અનુભુતિનું જ સામ્રાજ્ય છવાયેલું છે અને એટલે સમય પૂરા હાશકારા સાથે એના ખોળામાં જ આવીને બેસી ગયો છે..

કાવ્યના નાયકનો દિવસ નકામો ગયો છે કે આજે કંઇ વંચાયુલખાયું નથી પણ નાયિકા માટે આજ તો શું કોઇ પણ દિવસ નકામો જતો નથી કે જવાનો નથી. એને માટે સવારમાં ઊઠીને સૌને માટે ચા બનાવવાથી માંડીને રાત્રે પથારી કરવા સુધીની ક્રિયાઓ પોતાના આનંદનો ભાગ છે. એ કામ નથી, પ્રેમ છે. કોઇના મતે આ વાસ્તવિક નહી, કલ્પનાની આદર્શ સ્થિતિ હોઇ શકે. પણ આંશિક રીતેય એ સત્ય તો ખરું જ.. આ સુખનો સાવ અનુભવ ન મળ્યો હોય એવી ગૃહિણી મળવી અઘરી છે એવું મને તો લાગે છે

અલબત્ત ગૃહકાર્યમાં સુખ અને પૂર્ણ સંતોષ અનુભવતી સ્ત્રીના કાવ્યો જડવાં અઘરાં છે. સ્ત્રીઓએ એવાં કાવ્યો ભાગ્યે જ લખ્યાં હશે.. મને મળ્યાં નથી

   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: