Posted by: readsetu | જુલાઇ 30, 2018

P4P National Convention 2018

”બાળઉછેર દ્વારા વિશ્વશાંતિ’ – પેરંટીંગ ફોર પીસ’ – P4P સંસ્થા સાથે હું 2014થી જોડાયેલી છું. આ એક વિચાર અભિયાન છે જેનું ધ્યેય છે બાળકોને ખુશહાલ બાળપણ આપવું અને એ દ્વારા સમાજમાં શાંતિ સ્થાપિત કરવી. આ કામ સદાય મારા દિલને સ્પર્શે છે.

P4P સંસ્થાનું વાર્ષિક અધિવેશન તા. 28-29 જુલાઇ 2018 ના રોજ થયું. જેમા મને ‘બાળકોના અધિકાર’ ‘Child Rights’ પર વાત કરવાની તક મળી. એ દ્વારા હું જે અપડેટ થઈ, આ કામ માટે મારામાં જાગૃતિ અને ઉત્સાહ વધ્યા એ માટે હું આ સંસ્થાની, એના નેતા શ્રી હસમુખ પટેલની (IGP, ગાંધીનગર) આભારી છું જેઓ (IPS) એક પોલીસ અધિકારી છે અને એમના દિલમાં બાળકો માટે આટલી કરુણા ભરેલી છે ! તેઓ સતત આના માટે કામ કર્યે જાય છે અને લોકોને આ અભિયાનમાં જોડતા જાય છે.

આ વખતે આ અધિવેશનમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક અને મધ્ય પ્રદેશની ટીમોના 300 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો. થયેલા અને થનાર કામોની ચર્ચા થઈ, બાળકોને અનુલક્ષીને પસંદ થયેલા અનેક વિષયોની વિગતે ચર્ચા થઈ. તમામ નવી ટીમોના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો નક્કી થયા. સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલે પણ કોઈને ખસવાનું મન ન થાય એટલો રસપ્રદ અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ !

P4Pની સુરત ટીમે જે શિસ્તબદ્ધ રીતે અદભૂત આયોજન કર્યું, એને હું સલામ કરું છું. અને આ કાર્યક્રમો દરમિયાન જે સરસ મિત્રો મળ્યા એ તો બોનસ !

મારા ‘બાળ અધિકાર’ વિશેનો લેખ અહી નિરાંતે મૂકીશ.

Advertisements

Responses

  1. Great mission Lataben,Wish you all the best.

  2. સરસ વાત. હવે ઈ-વિદ્યાલય માટે P4P અંગે લેખ મોકલો .

  3. Thank you ગીતાબેન, સુરેશભાઇ….

    ચોક્કસ લેખ મોકલું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: