Posted by: readsetu | જુલાઇ 31, 2018

KS 342

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  342  > 31 જુલાઇ  2018 

લખાઈ જાય એ કવિતા – લતા હિરાણી

ક્યાંય છટકવા બારી નથી

બહુ શરાફત સારી નથી..

આંખો હોય કે પછી કલમ

કઈ તલવાર દોધારી નથી…! 

એમ કંઈ ગણે પાર નૈં આવે

હૈયે કયો ઘાવ કારી નથી…! 

આપમેળે વ્હાલી થઈ પડી

પીડાને મેં કંઈ પસવારી નથી

ઓચિંતા આવીને સવાલ કર

મારી કને કોઈ તૈયારી નથી

સ્વપ્નમાં જોયું તે જગને કહું છું

વાત કંઈ મારી તમારી નથી

અંદેશો આવેલો દિલને અગાઉ

આફત જે આવી અણધારી નથી

એમ લખતાં બસ લખાઈ ગઈ

આજે ગઝલને મઠારી નથી………   નિશા નાણાવટી તૃષા

કવિતા કાનની કળા છે. કવિતાનું પઠન કરતાં કે સાંભળતા કાનમાં એટલે કે મનમાં પાણીના રેલાની જેમ સરસરાટ ઉતરી જાય, એનો લય અકબંધ રહે તો સફળ રચના ! એટલે જે સહજ લખાઈ જાય કાવ્ય. સીધી વાત છે કે પહેલાં કાવ્ય રચાય, પછી કાવ્યશાસ્ત્ર ને એના નિયમો બને. પહેલાં નિયમો બને પછી સર્જન થાય એવું સાહિત્યની કોઈ વિધામાં હોય ! હા, નિયમો બનાવવા પાછળ ખૂબ અભ્યાસ, વિચારણા, ભાષાશાસ્ત્ર અને પૂરેપૂરું તર્કશાસ્ત્ર હોય એથી રચના સંબંધે એનું પાલન થાય જરૂરી છે. એમાં એની સુંદરતા પણ છે.

કવિતામાં વાત માત્ર કવિની હોતી નથી. ભાવકની એટલે કે મારી, તમારી ને સૌની હોય છે. જો કે કવિને ક્યારેક ખુલાસો કરવો પડે છે, કવિતામાં કે કવિતા રજૂ થયા પછી…. હળવાશથી કે ગંભીરતાથી. આમ તો સર્જનમાત્રમાં સર્જક વત્તેઓછે અંશે વણાયેલો હોય છે. એક નવકવિની રચના વાંચતાં પ્રશ્ન થયો, મેં પૂછ્યો પણ ખરો કે રચના પ્રેમિકા માટે લાગે છે પણ અંતે ચોટડૂક લાગે એમ ઈશ્વરને જોડી દેવાનું કારણ ? જવાબ મળ્યો, પત્ની ! પણ આવો સવાલ અચાનક પત્ની કે પતિ આવીને કરે અને જવાબનું સર્જન કરવું પડે એમ હોય તો ફાંફા પડી જાય એટલે તૈયારી રાખવી સારી !

મૂળે રચના ગંભીર ભાવોને લઈને આવે છે પણ શબ્દોનું તો એવું ! સ્પર્શ કરતાં અચાનક એમાંથી નવી આભા પ્રગટે ! બીજા કેટલાય શબ્દો દોડતા આવીને બાજુમાં બેસી જાય ને નવા ભાવોની આકૃતિઓ રચાય એવું બને ! બાકી શરાફત ક્યારેક માણસને કેવા સકંજામાં લે છે સૌ કોઈ જાણે છે. કસોટી થઈ જાય ને ક્યારેક શરાફતની સડક છોડી, કરામતની કેડીએ કદમ માંડવા પડે ! અંતે તો સંવેદનશીલ માણસ માટે ક્યાંય કશુંય સરળ હોતું નથી. વર્તન તો ઠીક, શબ્દોય એવા મળે કે હૂંફને બદલે હૈયે તિરાડો પાડે ! ક્ષણો ને દિવસો પસાર થતાં રહે, ઘાવો વધતાં રહે…. ગણવા બેસો તો પીડા ઓર વધી જાય ! પણ પ્રેમ એક એવી અદભૂત ઘટના છે કે જેમાં દુખ પણ સુખ બની જાય ! પ્રેમની પીડા પંપાળવાનું મન થાય, છાતીમાં સંઘરી રાખવાનું મન થાય ! વહેતા હોય તો પણ ભાવમાંથી બહાર નીકળવાનું મન થાય એનું નામ પ્રેમ ! છાતીમાં લોહીલુહાણ થયાની પીડા પ્રગટતી હોય તોય પ્રેમીના પત્રનેય હટાવવાનું મન થાય પ્રેમ

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: