Posted by: readsetu | ઓગસ્ટ 4, 2018

KS 66

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 66  > 18 ડિસેમ્બર 2012

ખમ્મા બેટા – લતા હિરાણી   

નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ

તમે તીરથનું સરનામું બાઅમે ભમીએ વ્યર્થ

મમતા માખણ લીંપી ગુંપી, રાબ રોટલે બાંધ્યા

રમતાં રડતાં ચઢતાં પડતાં, નજરદોરથી સાંધ્યા

છીંકે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ !

તડકા છાંયા ખમીખમીને, વેલ ઝૂકે છે જેમ

માડી તારી એક જ મોસમ, પ્રેમ નિરંતર પ્રેમ

સપનામાં પણ સાદ કરું તો બેટાબોલે તર્ત………. ભગીરથ બ્રહ્મભટ્ટ

માતા પરના કાવ્યો આપણી ભાષાની જેમ જ અન્ય ભાષામાં પણ ઘણાં હશે. જન્મદાત્રી પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવા ભાષા અધૂરી પડે. બાળકને જે સ્નેહથી સીંચી માતા ઉછેરે છે એના કોઇ મોલ નથી એટલે તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.અહીં કવિ ભગીરથ બ્રહ્મભટ્ટ પણ એક નાનકડા શબ્દ બાના આભ જેવડા અર્થને પોતાની કવિતામાં પરોવવા મથ્યા છે. પણ એ માત્ર માથઇને અનુભવી શકાય બાકી કોઇ વિશ્વની કોઇ કવિતા એના માટે અધૂરી જ પડે !!

કવિ કહે છે, યાત્રા તીરથનો શો અર્થ છે ? ‘બાએ જ તીરથનું સરનામું છે. માતાના ચરણોમાં બધા જ યાત્રાધામો સમાઇ જાય છે. એટલે જ તો જ્યારે કાર્તિકેય પોતાના વાહનને લઇને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે શ્રી ગણેશ ભગવાન શંકર અને માતા પાર્વતીજીની પ્રદક્ષિણા કરીને બે હાથ જોડીને ઊભા રહ્યા અને માતાપિતાના આશિર્વાદ મેળવી ગયા !!

બાળકને ખવડાવવું, પીવડાવવું, રમાડવું, સંભાળવું આ બધામાં માતા પોતાનો જીવ રેડી દે છે. એ ક્યાંય પણ કામ કરતી હોય એની નજર અને એનો જીવ એના બાળકમાં જ હોય છે. એક પળ પણ એ પોતાના બાળકને વિસરતી નથી. બાળકને છીંક આવે કે ઠેસ લાગે, માતાના મોંમાથી ખમ્મા બેટાનો ઉદગાર આપોઆપ સરી પડે છે. અને આ શબ્દો એની રક્ષા કરે છે એવી માતાની ભાવના ખૂબ બળવાન હોય છે. પહેલાંના જમાનામાં કદાચ એટલી સજાગતાથી નહીં, સ્નેહથી આવું કહેવાતું હશે પણ હવે માઇન્ડ પાવરની થીયરી એવું કહે જ છે ને કે જે ઉત્કટ ભાવ સેવો એ થાય જ. એ થવામાં સમગ્ર બ્રહ્માંડના તત્વો તમને સહાય કરે છે.

પોતાના બાળક માટે એ ગમે તેટલી મુશ્કેલીઓ વેઠવા તૈયાર થઇ જાય છે. બાળકને પીઠ પાછળ બાંધીને ચાના પાંદડા ચૂંટતી આસામી સ્ત્રીનું ચિત્ર તો ઘણાંએ જોયું હશે. એ જેમ ખમતી જાય છે એમ નમતી જાય છે, વેલની જેમ જ. માત્ર અને માત્ર પોતાના બાળકની સલામતી અને સુખની ભાવનાથી ભરેલી. એના દિલમાં હંમેશા સંતાન માટે પ્રેમ સિવાય કશું જ નથી. બાળક સપનામાં પણ બોલી ઊઠે માતો તરત જવાબ મળશે હા બેટા બોલ…’

કવિતા પરની સરસ હથોટી ધરાવતા આ કવિનું માતૃપ્રેમની અનુભુતિ વર્ણવતું, સરસ મજાના સ્પંદનો વ્યક્ત કરતું આ ગીત માતૃકાવ્યોમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવે છે. ખાસ કરીને પ્રથમ પંક્તિ નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થઅભિવ્યક્તિ ખૂબ સ્પર્શી જાય એવી છે

મને યાદ આવે છે આ પંક્તિ

અચાનક ફરીથી મા યાદ આવી

બધાયે દરદની દવા યાદ આવી

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: