Posted by: readsetu | ઓગસ્ટ 16, 2018

KS 71

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 71 > 29 જાન્યુઆરી 2013

પ્રણયનું બારમાસી ફૂલ – લતા હિરાણી  

તું મારામાં ખોવાઈ જાય

પછી

હું

મને મારામાંથી

સંપૂર્ણપણે પાછી

મળું છું.     – સ્નેહા પટેલ

ઉપરના શબ્દોને સળંગ લખી નાખો તો વ્યાકરણની દૃષ્ટિએ પણ પૂરું ગદ્ય વાક્ય છે પણ એમાં કવિતા છે ? હા… એ સંપૂર્ણ કવિતા છે અને આ જ ખૂબી છે કે જ્યારે એક ભાવ તન-મનને એવો આવરી લે કે વ્યક્તિનું અસ્તિત્વ એનો પર્યાય બની જાય ત્યારે મહોરી ઊઠે આવી કવિતા !!! જુઓ અહીં એ પૂર્ણ અનુભુતિની અભિવ્યક્તિનું કાવ્ય રચાઇ  ગયું છે અને એ એક પંક્તિમાં જ… એ શબ્દોને સળંગ મુકવાને બદલે એક પછી એક બુંદની માફક ઉતારતાં જવું એ એનું બાહ્ય સૌંદર્ય છે.

કોઇ છોછ વિના પણ અત્યંત સાહજિક રીતે પ્રેમના સર્વાંગી અનુભવની શિકરો છાંટતા આ નાનકડા કાવ્યને પ્રણયનું બારમાસી કાવ્ય કહી શકાય. પ્રણયની વાત જ એવી છે કે સઘળું ખોઇને જ સામે પામી શકાય છે. એકમેકમાં ઓગળીને જ એકબીજાને પૂરેપૂરા અનુભવી શકાય. સંપૂર્ણ ઐક્ય દર્શાવવાની આ વાત છે. નાયિકા રોમેરોમમાં કંડારાયેલી એક જ અનુભુતિ દર્શાવવા માંગે છે કે તું મારામાં ખોવાય પછી જ હું મને મારામાંથી પાછી મળું છું.

આમ જોઇએ તો વાત માત્ર પ્રેમીના પોતામાં ખોવાઇ જવા પૂરતી મર્યાદિત નથી. એના વગર જરૂર જીવી શકાય પણ નાયિકાને પોતાની જાત સાથે સંવાદ સાધવો છે, પોતાની જાતની ઓળખ સ્થાપવી છે અને એને લાગે છે કે નાયક વગર શક્ય નથી. એના ધોધમાર પ્રેમ વગર શક્ય નથી. એના વગર પોતાનું અસ્તિત્વ હંમેશા અધૂરું લાગે એવી એની પરિસ્થિતિ છે. એ વગર જાતને શોધવી અઘરી થઇ પડે એવું લાગ્યા કરે છે અને એ આ નાનકડી કવિતાનું આંતરિક સૌંદર્ય છે….

ચાલો આપણે જોઇએ આ જ કવયિત્રીની બીજી આવી જ એક નાનકડી કવિતા…

રાતે સૂતીવેળા

તારો છેલ્લો વિચાર હું

અને

આંખ ખૂલતીવેળા

મારી નજર સામે તું..

જિંદગીતારી પાસેથી

વધારે ક્યાં કંઈ માંગ્યું છે અમે !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: