Posted by: readsetu | ઓગસ્ટ 21, 2018

KS 345

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 345 > 21 ઓગસ્ટ 2018

ઇચ્છાના હરણાંલતા હિરાણી

નામ કોનું હોઠ પર આવી ગયું ?

કે હૃદયમાં કૈક છલકાવી ગયું.

મેં વિચાર્યું, સાથમાં ડૂબી જશું

પણ કિનારા પર તને ફાવી ગયું.

ક્યાં કશા આધારપુરાવા હતા ?

તોય શમણું ખાતું ખોલાવી ગયું.

દોરડું જે ભાર ખેંચી આપતું

ગાળિયો થઈ શ્વાસ અટકાવી ગયું.

છે દફન અંધારના કંઈ રાઝ જ્યાં

રોશની ત્યાં કોણ પ્રગટાવી ગયું ?રિન્કુ રાઠોડ

ગુજરાતી કાવ્યસાહિત્યનો  સૂર્ય મધ્યાન્હે તપે છે. આજે ચારેબાજુ જેટલી કવિતાની બોલબાલા વર્તાય છે એવી અન્ય સાહિત્યપ્રકારોની નથી. એક સમયે કવયિત્રીઓ પણ ગણીગાંઠી હતી. એની સામે આજે કવયિત્રીઓની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે સૂચક છે. મને એમાંય વધારે ખુશી વાતની છે કે કેટલીય પ્રૌઢ સ્ત્રીઓ પોતાના ઘરસંસારમાં થોડી હળવાશ આવતા કવિતાસર્જન તરફ વળી છે અને તેઓ ખૂબ સરસ કવિતાઓ લખી રહ્યા છે. સર્જન તરફ રુચિ ધરાવતી સ્ત્રીઓને અલગ બેઠકો થાય છે અને જીવનલક્ષી સાહિત્યનુ સર્જન થાય છે. યુવાપેઢી પણ કવિતા તરફ ઢળી રહી છે એંધાણ ખૂબ મજાનાં છે.

કવિતા ક્ષેત્રે ગઝલનો દબદબો છે. છંદ શીખીને કે છંદ શીખ્યા વગર, પણ લયની સમજ સાથે ગઝલસર્જન વ્યાપક પ્રમાણમાં થાય છે. મુશાયરા કે કવિસંમેલનોમાં અછાંદસ જેવા ગંભીર પ્રકારને બદલે સ્વાભાવિક ગઝલ વધુ ઝીલાય, એની લોકપ્રિયતા અને કવિપ્રિયતાનું પણ એક કારણ છે. કવિતાક્ષેત્રે નવાંગતુકોમાં રીંકુ રાઠોડ એક ગઝલસંગ્રહ લઈને આવે છે. પ્રેમ એક જુગજુનો અને સર્વપ્રિય વિષય છે. સંવેદનશીલ હૈયાની કલમ પહેલા દિશામાં પગરણ માંડે સ્વાભાવિક છે.

જેણે સાથ છોડી દીધો છે કે દૂરી બનાવી લીધી છે એનું નામ પણ હોઠ પર આવે ને હૃદયને છલકાવી જાય એવું બને. શમણાને પ્રવેશ માટે કોઈ અનુમતિની જરૂર નથી. એને મનાઈ ફરમાવો તોય આવીને અડ્ડો જમાવી બેસી જાય એવું બને ! પ્રેમનું ગણિત અટપટું છે. સીધા હિસાબો ત્યાં હોતા નથી. જીવનમાં જે પરિસ્થિતિ રાહત આપતી હોય પ્રેમમાં ગૂંગળાવી નાખે અને રોજબરોજની જે ઘટના થાક આપતી હોય, પ્રેમમાં પતંગિયુ થઈને ઉડાડે એવુંય બને ! પ્રેમની ભાવનાનો કમાલ છે.

સંસ્મરણો અને સ્મૃતિઓ સાવ જુદી ચાલ ચાલે એવું પ્રેમમાં બને. સંતાડેલું હોય સૂર્યની જેમ સૌની આંખે ચડી જાય અને જે દેખાડવું હોય ઢંકાઈ જાય કે અવગણાઈ જાય. બધા દાવ ઉંધા પડે ને બધી ગણતરીઓ ખોટી પડે એનું નામ પ્રેમ. પ્રેમ કમાલની ચીજ છે.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લખે છે,

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે

મારી ભીતર કેટલું વરસ્યા તમે, આખેઆખું અંગ લીલું થાય છે. 

 

 

 

  

 

Advertisements

Responses

  1. ખુબ સુન્દર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: