Posted by: readsetu | ઓગસ્ટ 23, 2018

KS 73

प्रतिष्ठित दैनिक दिव्य भास्करमें (दैनिक भास्कर का गुजराती संस्करण) 2011 से प्रकाशित हो रही मेरी कोलम काव्यसेतु’ (कविताओ का रसदर्शन)  प्रकाशित दि. 12-2-2103   लेख – 73      

કાવ્યસેતુ – 73   દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ >  12 ફેબ્રુઆરી 2013

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
કેમ છે ?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું ?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો.. !  જયશ્રી ભક્ત 

ક્યારેક અચાનક કોઇ સરસ મજાની કવિતા જડી જાય અને આ અછાંદસનું કંઇક એવું જ છે. નાનકડું ફરિયાદ કાવ્ય છે એટલે કે પ્રેમ કાવ્ય છે કેમ કે ફરિયાદ વગરનો પ્રેમ હોઇ શકે ખરો ? ફરિયાદ હળવાશથી અને મધુરતાથી વ્યક્ત થઇ છે અને એટલે જ એ કવિતાની કક્ષાએ પહોંચી છે. અહીં મૌનની ભાષા છે, સ્પર્શની ભાષા છે અને કશુંક એવું વ્યક્ત થાય છે, જેને માટે મન ઝંખે છે, હૃદય વ્યાકુળ છે અને તોયે કહેવું ગમતું નથી.  

શરૂઆત શિકાયતથી થઇ છે. માત્ર ન બોલવા સુધી હોત તો એ પ્રેમિકાના રિસામણાં કહેવાત પણ અહીં તો કહેવાયું છે, ‘તારી સાથે વાત કરવી નથી ગમતી આજકાલ’… આ ‘નથી ગમતી’ શબ્દો વાતને જરા ગંભીર બનાવી દે છે.. વાત કરવાનું જ મન ન થાય એવી પરિસ્થિતિ સુધી પહોંચી જવાયું છે એનું શું કરવું ? લાગે છે કે મળવાનું ઘણું ઓછું થઇ ગયું છે. એટલે મળતી વખતે  શબ્દો ખોવાઇ જાય અને સાવ ફોર્મલ સવાલ પર આવી જવાય….પૂછાઇ જાય ‘કેમ છો ?’ તો ? કેટલો નિષ્ઠુર અને ઔપચારિક છે આ શબ્દ ? એ એવી દિવાલ રચી દે કે અંદરનું ઝરણ સાવ સુકાઇ જાય !!! કદાચ કોઇ શબ્દ બહાર આવવા મથે તો પણ એ પીડાની ધ્રુજારીથી છલકાતા હોય…. શક્ય છે કે અવાજ અટકી જાય કે ગળું રુંધાઇ જાય પણ ના, વાત હજી એટલી નથી બગડી. નાયિકાને વિશ્વાસ છે, ‘તું હજી એટલો દૂર નથી થયો કે આ મથામણ તારા સુધી ન પહોંચે !! ભલે સમયના વહેણે આપણને કંઇક જુદાઇ આપી હોય પણ તારા દિલના દ્વારે હજુ મારા ટકોરા પ્રવેશી જાય એટલી સંવેદના આપણી વચ્ચે જરૂર બચી છે..’

મજ્જાની વાત હવે આવે છે અને અહીં  જ પ્રેમનું માધુર્ય છલકાય છે, અલગતાનો છેદ ઊડી જાય છે, સ્પર્શની મોસમ ખીલું ખીલું થવા જાય છે અને મૌન મુખર બની ગાનમાં તબદીલ થવા જાય છે કેમ કે વાત નહીં કરવાનો હવે સાવ છેદ ઊડી જવાનો છે…‘તુંય હવે ઉસ્તાદ થઇ ગયો છે, બસ મારો હાથ પકડી લે છે અને કહે છે મારી આંખમાં જો…’

હાથમાં હાથ હોય, ગમતો સાથ હોય પછી આંખોમાં આખ પરોવીને ક્ષણોના દરિયા એકસામટા તરી જવાય.. સમયના પટ પર સ્નેહની સુવાસ વિસ્તરતી જાય.. ચુપકીદીની દિવાલ તો ક્યાંય સાત સાગરને પાર જઇને બેસે !!

અંદરની અવઢવને અને સંબંધ પરના વિશ્વાસને વ્યક્ત કરતું આઅ કાવ્ય એક લયબદ્ધ રીતે નજાકતથી શરૂ થાય  છે અને મીઠાશથી સંકેલાઇ જાય છે.

અહીં મને હેમાંગ જોશીની પંક્તિઓ યાદ આવે છે,

કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે

પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે

આગમન તો છે જ નક્કી એમનું અહીં એક દિ’

આપણે ઉલ્લાસ ઓઢી બેસવાનું હોય છે…. હેમાંગ જોષી

આ સંદર્ભે એલિયેટના શીરીન કુડચેકરે અનુવાદ કરેલા એક કાવ્યની થોડીક પંક્તિઓ

 

સહવાસે શ્વાસ લેતાં આપણે એવાં પ્રેમીઓ છીએ

 

જેમનાં શરીર એકબીજાંથી સુવાસિત છે

 

જેમના વિચારો એક છે વાણીની જરૂર વિના……

 

પણ આ અર્પણ બીજાઓને વાંચવા માટે છે

 

આ છે ખાનગી શબ્દો તને જાહેરમાં સંબોધેલા….

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: