Posted by: readsetu | સપ્ટેમ્બર 11, 2018

કાવ્યસેતુ 347

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 347 > 11 સપ્ટેમ્બર 2018

સ્ત્રીની વાતલતા હિરાણી 

તમે ક્યારેય નોંધી  છે મને ગમતી વાત?

ના, કારણ,ત્યારે હું  મૌન રહું છું..

તમે ક્યારેય જોયો  છે મને ગમતી વાતનો પ્રતિભાવ ?

નાકારણ, ત્યારે હું  મૌન રહું છું..

તમે જોઈ મને ગમતી વાતની વ્યથા?

ના, કારણ, ત્યારે હું મૌન રહું છું..

મારુ મૌન 

કહી શકવાની લાચારી, એની વેદના દર્શાવે છે

તમે સાંભળ્યું મારું મૌન ? કે એનો મૌન ગુસ્સો?

ક્યારેક વગર કારણે કોઈ બીજા પર ઠલવાય  છે,

તો ક્યારેક સમસમવાનો ધૂંધવા,

અને ગુસ્સાની આગમાં રોટલીને બાળે છે

તો વળી ક્યારેક શાક ચોટાડે કે પછી વાસણો પછાડે છે

મને ગમતી વાતનો ગુસ્સો, ક્યારેક ભૂખ્યા રહીને,

તો ક્યારેક એક રોટલી વધુ ખાઈને નીકળે છે

તો ક્યારેક મંદિરમાં કે પછી

કોઈ એકાંત સ્થળે જાત સાથે ઘડીક બેસીને નીકળે છે

ગમતી વાત અને કહેવાયાનો રંજ, બંને મને અકળાવે છે !

ખીણમાંથી પડઘાતા અવાજની જેમ ભીતરથી પડઘો ઉઠે છે

અને હવે મારું મૌન ધીમે ધીમે શબ્દ બની રહ્યું છે, શસ્ત્ર બની રહ્યું છે

કારણ, હવે હું મૌન નથી !!ઉમા પરમાર

 

એક સ્ત્રી કહી શકે અને સ્ત્રી સમજી શકે એવી વાત. કવિતા ભલે જરા લાઉડ થઈ ગઈ છે પણ કોઈ કેટલું મૌન રહી શકે ? એક લાંબો સમય મૌન જાળવ્યા પછી આવતા શબ્દો અનરાધાર વરસે તો એને અધિકાર છે. સ્ત્રીને જે કહેવું છે કહી શકતી નથી, ચૂપ રહે છે, એને ચૂપ રહેવું પડે છે અને પછી એક દિવસ બ્લાસ્ટ થાય છે કેમ કે દરેક વાતનો અંત હોય . સ્ત્રીને પોતાની વાત અસરકારક રીતે કહેવા માટે અછાંદસ પ્રકાર ઉત્તમ છે. અહી કારણ, પરિણામ અને એનું અંતિમ પરિણામ કહેવાયું. કવયિત્રીએ છેલ્લી લાઇન ન આપી હોત તો ચાલત. 

સવાલથી કવિતા શરૂ થાય છે. તમે ક્યારેય નોંધી છે મને ન ગમતી વાત ?’ સવાલમાં જવાબ સમાયેલો છે. ક્યારેય શબ્દ કહી દે છે કે ના, એની વાત પર, એના ગમાઅણગમા પર, એની વ્યથા પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી. એક પછી એક આમ સવાલો આવે છે કેમ કે હવે એને કહેવું છે. પોતાને ગમતી વાત અને એની વ્યથા તો ખરી પણ ક્યારેય એની સામે કશું કહી શકવાની ગૂંગળામણ પણ એટલું અકળાવે છે. હું મૌન રહું છું વિધાન અહી કાવ્યનું પ્રધાનતત્વ છે, કારણતત્વ છે જેનું પરિણામ જગજાહેર છે. રોટલીનું બળવું કે વાસણનું પછડાવું તો સહી શકાય પણ નાના કુમળા બાળકો પણ એનો ભોગ બનતા હોય છે. બાળકને પડતો તમાચો ઘણીવાર પતિ કે સાસુ માટેનો હોય છે, જે કદી થઈ શકતું નથી. પોતાની જાત પર પણ ઠલવાય છે, ભૂખ્યા રહીને કે એક રોટલી વધુ ખાઈને. બંને નુકસાન કરશે. ફાયદો કહો તો એટલો કે ગુસ્સાથી ધમધમતું મન જરા બીજે રસ્તે જઇ શકે છે. આટલી વાત ઘરઘરની ને સામાન્ય છે. કારણ અને પરિણામ બંને જાણીતા છે પણ ક્યાંક એનો સાવ જુદો ફણગો ફૂટે છે ત્યારે એ કાંઇ પણ કરી શકે છે.

મૌન જ્યારે શબ્દને શસ્ત્ર બનાવે ત્યારે ત્રાડ પાડી શકે અને લોકોને ધ્રુજાવી શકે. આવું ઘરેલુ ઝગડામાંય થાય પણ અહીં ચીંધેલો ‘શબ્દ’ સામાન્ય નથી. એ રાણી લક્ષ્મીબાઈનો ઘોડે ચડેલો હુંકાર છે, એ મીરાંનો રાણાની સામે ગીતોમાં પ્રતિકાર છે, એ મધર ટેરેસાનો કાર્યમાં પરિણીત શાંતિનો વિસ્તાર છે, એ ગંગાસતીએ પ્રબોધેલા ભજનનો રણકાર છે. આ શબ્દ તંબુરનો તાર બની શકે ને કાગળ પર કટાર બની શકે.

એટલે જ સંત કબીર કહે છે,

શબ્દ શબ્દ તુ કહા કરે, શબ્દ કો હાથ ન પાંવ

એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ

 

 

Advertisements

Responses

  1. અદભુત


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: