Posted by: readsetu | સપ્ટેમ્બર 29, 2018

મારા પ્રતિભાવ સંદર્ભે થોડીક વધુ વાત

સુપ્રિમ કોર્ટના ચુકાદા અંગે કાલના મારા પ્રતિભાવ સંદર્ભે થોડીક વધુ વાત. 29-9-18

આભાર મિત્રો.

ઘણા લોકોના પ્રતિભાવો આવ્યા. ઘણા લોકોએ શેર કર્યું. ઘણા લોકોને આદત હોય છે કે વાંચી લે પણ મૌન રહે.

સરવાળે મને જે ઇમ્પ્રેશન મળી ફેસબુક અને વોટ્સ એપ પર – 95 % લોકો મારી વાત સાથે સહમત છે.
પાંચ ટકાએ વ્યક્તિસ્વાતંત્રયને બિરદાવ્યું છે. કોઈ એકે તો એમ પણ લખ્યું છે કે લગ્નબાહ્ય સંબંધોથી લગ્નજીવન વધુ મજબૂત બને છે.

સ્વાભાવિક છે કે સૌને સૌના વિચાર મુબારક. મારું વધારે વાંચન નથી કે હું કાયદાની જાણકાર પણ નથી. માત્ર એક આમજન તરીકે મારા પ્રતિભાવ આપું છું.

સવાલ એ થાય છે કે મૂળ પ્રશ્ન વ્યભિચારનો હતો. હું જે સમજી છું એ પ્રમાણે વ્યભિચાર બદલ પુરુષને સજા થતી અને સ્ત્રીને સજા ન થતી. વ્યભિચાર માટે બંનેને સરખા દોષિત ગણ્યા હોત તો એ વ્યાજબી અને સમાનતાની વાત બનત.

બાકી સમાનતાના નામે હવે બેયને મુક્ત સેક્સ તરફ ધકેલવાનું થયું. આજના દિવ્ય ભાસ્કરના તંત્રીલેખમાં પણ આના ભયસ્થાનો તરફ ચિંતા વ્યક્ત થઇ છે. ઘણા લોકો આપણી સંસ્કૃતિ અને પરંપરા માટે પણ ભયજનક ગણે છે. હું એટલે લાંબે નથી જતી.

હું ફરીને એ વાત કહીશ કે આ ચુકાદો આપણા પોતાના ઘરને, કુટુંબ જીવનને તોડી નાખશે. આ નિયમ પ્રમાણે બાપની જેમ માને પણ બીજા સંબંધ બંધવાનો હક મળે છે. તો

આજ સુધી જે સમાજની બીકે છાને-છપને થતું હતું ત્યાં હવે શરમ કે બંધન રહેશે નહીં અને એ ખુલ્લેઆમ થશે તો

જેમના માબાપ વ્યભિચારી હશે એમના બાળકોની સ્થિતિ કેવી બનશે ?

એ બાળકોનો શું વાંક ?

આ વાતાવરણ એ બાળકોને ગુમરાહ કરવા માટે, એના જીવનને બરબાદ કરી નાખવા માટે પૂરતું છે.

મારી માત્ર અને માત્ર નિસ્બત બાળકો માટે છે.

જેમને સ્વાતંત્ર્ય જોઈએ છે એ ભલે પોતાની જિંદગી ભોગવે.

એ લગ્ન ન કરે અથવા લગ્ન કરે તો બાળકો પેદા ન કરે પણ જો બાળક પેદા કર્યું તો એની જવાબદારી પૂરેપૂરી સમજે.

પછી એના પોતાના સ્વાતંત્ર્ય માટે બાળકોની જિંદગી હોડમાં મૂકવાનો એમને કોઈ અધિકાર નથી, એટલું જ.

રહી વાત માણસના સ્વાર્થની, વૃત્તિઓની. ‘એ તો થતું આવ્યું છે અને થતું રહેશે.’ એવી દલીલ છે. ખોટી નથી. આપણે જાણીએ છીએ કે ચોરી, ખૂન, બળાત્કાર જેવા ગુનાઓ માટે સજાની જોગવાઈ છે જ એથી એ ગુનાઓ અટક્યા નથી. એટલે આવા લોકોને નાથવા એ સહેલું કામ નથી જ. સિવાય કે અમુક આરબ દેશોમાં બળાત્કારીઓને જાહેરમાં પથ્થર મારીને મારી નાખવા જેવી ક્રૂર સજા છે અને ત્યાં દસકાઓથી બળાત્કારનો ગુનો નોંધાયો નથી ! કુમળી બાળકીઓ પર હેવાનયત આચરાય છે ત્યારે એમ લાગે કે આ નિયમ એક સિદ્ધાંત તરીકે તો આપણા દેશમાં હવે અપનાવવા જેવો છે. તરત તપાસ અને ફેન્સલો. સજામાં ફેરફાર હોઈ શકે. ડર અને ધાક જરૂરી છે.

ફરી મૂળ વાત પર. જેમાં સ્ત્રી-પુરુષ બેયની સંમતી હોય એને રોકવું મુશ્કેલ જ છે પણ એને કાયદાથી પ્રમાણિત કરી દેવાથી ધીમે ધીમે એના માટે નૈતિકતાનું બંધન પણ ઢીલું થતું જ જાય, આવા બનાવોનું પ્રમાણ વધતું જાય એમાં કોઈ શંકા નથી.

આજે મુક્ત જીવન જીવતા પશ્ચિમના સમાજમાં પહેલાં વ્યભિચાર ગુનો જ ગણાતો. કાયદાએ મુક્તિ આપી દીધી એટલે હવે ત્યાં એ નૈતિકતાનો પ્રશ્ન નથી ગણાતો.

કાયદા પછી સમાજની શરમ કે બન્ધન ઘટતા જશે ને બાળકોના માબાપો બદલાતા રહેશે..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: